કોલંબોઃ મૂળ મુંબઈના યુવાન ક્રિકેટરો હાલમાં કોલંબોમાં કંઈક અલગ અંદાઝમાં ટીમ ઇન્ડિયાને વિકેટ અપાવી રહ્યા છે. વાત એવી છે કે પહેલાં યશસ્વી જયસ્વાલે ગયા અઠવાડિયે ગૉલની પ્રથમ ટેસ્ટમાં શ્રીલંકાના વિકેટકીપર-બૅટ્સમૅન નિરોશન ડિકવેલા (Dickwella)ને એક સ્ટૅન્ડ તરફ હાથ બતાવીને ત્યાં સિક્સર ફટકારવા લલચાવ્યો ત્યાર બાદ ડિકવેલાએ વિકેટ ગુમાવી દીધી એ પછી હવે કોલંબોની બીજી ટેસ્ટમાં શ્રીલંકાનો કૅપ્ટન ધનંજય ડિસિલ્વા અને ડિકવેલા ભારતના સબસ્ટિટ્યૂટ ખેલાડી સરફરાઝ ખાન (Sarfaraz Khan)ની મજાકનો શિકાર થયા અને વિકેટ ગુમાવી બેઠા. સરફરાઝે સતત બોલતા રહીને ખાસ કરીને ધનંજયને જે ખલેલ પહોંચાડી અને તેણે વિકેટ ગુમાવી એનો વીડિયો અને ફોટો વાઇરલ થયા છે.
વાત એવી છે કે રિષભ પંત હાથની ઈજા બાદ ફરી બૅટિંગ કરવા આવ્યો હતો અને 138 મિનિટ સુધી ક્રીઝમાં રહીને 63 રન બનાવ્યા હતા. જોકે પંત ફીલ્ડિંગ કરવા ન આવતાં મંગળવારના ત્રીજા આખા દિવસે તેની ગેરહાજરીમાં સરફરાઝે ફીલ્ડિંગ કરી હતી.
500 runs on the board. 5,000 words from Sarfaraz Khan. 😂
— Sony Sports Network (@SonySportsNetwk) August 25, 2026
Watch #SLvIND 2nd Test, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #BeautifulGameOfTestCricket pic.twitter.com/6MPlFveSUe
ક્રીઝની નજીક શૉર્ટ લેગના સ્થાને ઊભેલા સરફરાઝે એકધારી ટિપ્પણી કરી જેને પગલે પહેલાં ધનંજયે આઠમા રન બનાવીને 14મા બૉલ પર અને પછી ડિકવેલાએ શૂન્ય પર ત્રીજા જ બૉલમાં વિકેટ ગુમાવી દીધી હતી. ધનંજયને સ્પિનર માનવ સુથારે કૅચઆઉટ કરાવ્યો હતો. ધનંજયની એકાગ્રતાભંગ થતાં તે સ્લિપમાં કે. એલ. રાહુલના હાથમાં કૅચઆઉટ થયો હતો. 10 ઓવર બાદ ડિકવેલાએ પણ સરફરાઝની સતત ટિપ્પણી સંભળાયા બાદ સિરાજના બૉલમાં કાર્યવાહક વિકેટકીપર ધ્રુવ જુરેલને કૅચ આપી બેઠો હતો.
ધનંજયે વિકેટ ગુમાવી એ પહેલાં (સ્ટમ્પ માઇક પરથી જાણવા મળ્યા મુજબ) સરફરાઝે તેને ખલેલ પહોંચાડવા કહ્યું, `પેલા મેગા સ્ક્રીનની પાછળ કંઈ નથી. કોઈ મૂવમેન્ટ નથી. ભાઈ, તું કારણ વગર વારંવાર ત્યાં જોયા કરે છે અને તારો જ સમય બગાડે છે. આજુબાજુ જોયા વગર સીધું જો અને રમવા પર ધ્યાન આપ. ડર નહીં, તું કૅપ્ટન છે. કમ ઑન, બ્રો.'
Manav Suthar gets it to grip off the surface, and Dhananjaya de Silva is undone!💥
— Sony Sports Network (@SonySportsNetwk) August 25, 2026
Watch #SLvIND 2nd Test, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #BeautifulGameOfTestCricket pic.twitter.com/MxCtSAoOOq
સરફરાઝ આવું બોલ્યો ત્યાર બાદ થોડી જ વારમાં ધનંજયે વિકેટ ગુમાવી દીધી હતી. માનવ સુથારના મિડલ સ્ટમ્પ પરના બૉલને ધનંજય ડિફેન્ડ કરવા ગયો, પણ તેના બૅટની ધારને કટ લાગ્યા બાદ બૉલ સ્ટમ્પ્સની પાછળ ગયો હતો અને વિકેટકીપર જુરેલના ગ્લવ્ઝને લાગ્યા બાદ રાહુલ તરફ ગયો હતો જેણે કૅચ ઝીલી લીધો હતો.
સરફરાઝે ધનંજય પછી ડિકવેલાને નિશાન બનાવ્યો હતો. બન્ને એકમેક સામે હસ્યા હતા, પણ ડિકવેલા પણ સરફરાઝની જાળમાં ફસાઈ ગયો હતો અને જુરેલને કૅચ આપી બેઠો હતો.