Mon Sep 07 2026

Logo

RSS પ્રમુખનો અમેરિકી પ્રવાસ : ન્યૂયોર્કમાં ભારતીય સમુદાયને સંબોધિત કરશે ભાગવત; મેયર ભડક્યા, શું-શું કહ્યું?

2026-08-26 11:08:00
Author: Mumbai Samachar Team
RSS પ્રમુખનો અમેરિકી પ્રવાસ : ન્યૂયોર્કમાં ભારતીય સમુદાયને સંબોધિત કરશે ભાગવત; મેયર ભડક્યા, શું-શું કહ્યું?

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવત 29 ઓગસ્ટે  ન્યૂયોર્કમાં ભારતીય સમુદાયને સંબોધિત કરશે. આ કાર્યક્રમ 'યૂનિવર્સલ  ઓનનેસ સેલિબ્રેશન્સ' હેઠળ થશે. કાર્યક્રમ મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં આયોજિત કરવામાં આવશે.

ન્યૂયોર્કના મેયરે ભાગવતના પ્રવાસ પર શું કહ્યું?

કાર્યક્રમ પહેલા ન્યૂયોર્કના મેયર જોહરાન મમદાનીએ આની પર  પોતાનો પક્ષ રજૂ કર્યો. તેમણે કહ્યું હું મારા શહેરના ઇતિહાસમાં પહેલા ભારતીય અમેરિકી મેયર તરીકે અહીં ઉભો છું. મારી માતાના પરિવારના બધા લોકો હજુ પણ ભારતમાં છે. 

તેમણે કહ્યું મારા પરિવારે મને જે તસવીર બતાવી અને જેને જોઇને હું મોટો થયો તે એક બહુલતાવાદી સમાજની હતી. તે એક ધર્મનિરપેક્ષ ગણરાજ્યની તસવીર હતી. એવું ગણરાજ્ય જે ભારત સાથે જોડાયેલા દરેક વ્યક્તિને પોતાનું માનતો હતો.  

મમદાનીએ કહ્યું કે કોઇપણ દેશના લોકોને બહાર રાખવાના વિચાર વાળા આંદોલનનું વધવું તેમના માટે ઘણું પરેશાન કરનારું છે. એટલે હું પોતાને આ વિચારના વિરોધમાં જોઉં છું. ફક્ત એક ભારતીય અમેરિકી તરીકે નહીં પરંતુ એવા શહેરના મેયર તરીકે પણ, જે દરેક વ્યક્તિને પોતાના માનવામાં ગાઢ વિશ્વાસ રાખે છે.  

તેમણે વધુમાં કહ્યું કે આ શહેર દરેક વ્યક્તિને સમાન રીતે પોતાના માને છે. એનાથી ફરક નથી પડતો કે તેનો રંગ શું છે, તેનો સમુદાય શું છે. તેનો ધર્મ શું છે. તેની આસ્થા શું છે. તેની આસ્થા શું છે. વ્યક્તિ ક્યાંયથી પણ આવ્યો હોય

જ્યારે મમદાનીને પૂછવામાં આવ્યુ કે શું આરએસએસની રેલીને રદ્દ કરી દેવી જોઇએ તો તેમણે કહ્યું, હું આ રેલીનું સમર્થન નથી કરતો. પરંતુ મને ખબર નથી કે કોઇ ખાનગી કાર્યક્રમને રદ્દ કરવાનો અધિકાર શહેરની પાસે છે કે નહીં.