ઈન્દોરઃ બ્યાવરાની અજનાર નદીની સફાઈને લઈ સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવેલા બિટ્ટુ તબાહી ઉર્ફે બિટ્ટુના દાવા પર ગંભીર સવાલો ઊભા થયા છે. થોડા દિવસ પૂર્વે વીડિયો જારી કરવામાં આવ્યો હતો કે એકલા બિટ્ટુએ અજનાર નદીની સફાઈ કરી હતી.
વીડિયો વાયરલ થયા પછી ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા, ક્રિકેટર કેવિન પીટરસન અને મુખ્ય પ્રધાન મોહન યાદવ સહિત અનેક લોકોએ પ્રશંસા કરી હતી. મુખ્ય પ્રધાન ભોપાલમાં પ્રમાણપત્ર આપીને તેનું સન્માન પણ કર્યું હતું. હવે સ્થાનિક લોકો અને નગરપાલિકાના દાવા પર ગંભીર સવાલો ઊઠાવ્યા છે.
સ્થાનિક રહેવાસી મુકેશ શર્મા અને શ્યામ દાંગીએ કહ્યું હતું કે એક વ્યક્તિ એકલી 10 કિલોમીટર લાંબી નદી કઈ રીતે સાફ કરી શકે છે. અજનાર નદીમાં 12થી વધુ નાના-મોટા નાળા મળે છે, જે રોજના પાણી, કચરા અને કાટમાળ નદીમાં ફેંકે છે. સ્થાનિક લોકોના અહેવાલ અનુસાર બિટ્ટુએ સોશિયલ મીડિયા પર બે વીડિયો પોસ્ટ કર્યાં હતા. પહેલો વીડિયો ગરમીના દિવસોનો હતો, જેમાં નદીમાં કચરો ભરેલો હતો. બીજા વીડિયોમાં દસ તારીખના આવેલા પૂરનો બતાવ્યો છે. લોકોનું કહેવું છે કે જોરદાર વહેણને કારણે નદીનો કચરો વહી ગયો હતો અને એના પછી સાફ જોવા મળી હતી.
સ્થાનિક લોકોએ દાવો કર્યો છે નદી કિનારે લગાવવામાં આવેલા પાઈપમાં આજે પણ કચરો ફસાઈ ગયો છે. આજે પણ પૂર સાથે આવેલા કચરાના પણ નિશાન જોવા મળે છે. બિટ્ટુ તબાહીનો વીડિયો વાયરલ થયા પછી મીડિયાએ પણ તેનો સંપર્ક કર્યો હતો. જોકે, બિટ્ટુએ પોતાના માતાપિતા અંગે જાણકારી આપવાનો ઈનકાર કર્યો હતો. એ શું કરે છે એના અંગે પણ પરિવાર જણાવવા માગતો નથી.
બિટ્ટુના દોસ્ત અમન યાદવે કહ્યું હતું કે બિટ્ટુ નદીની સફાઈ કરવા માટે મોટે ભાગે જાય છે. અમનના જણાવ્યાનુસાર બિટ્ટુએ નદીમાં જેસીબી પણ ચલાવ્યું હતું. તેનો દાવો છે કે ફક્ત પૂરના પાણીથી નદીની સફાઈ થઈ નથી. સ્થાનિક લોકોનું કહેવું છે કે અજનાર નદીની સફાઈ માટે લાંબા સમયથી અજનાર બચાવો સમિતિના રામ ભીલ અને દિવંગત જેએલ મારોટિયા અભિયાન પણ ચલાવે છે.
દર વર્ષે પ્રશાસન અને સ્થાનિક સંગઠનોની મદદથી સફાઈ કરવામાં આવી છે. 2022માં વ્યાવરાના પૂર્વ વિધાનસભ્ય રામચંદ દાંગીએ વિધાનસભામાં અજનાર નદીના બ્યુટિફિકેશનને લઈ સવાલ કર્યો હતો, જ્યારે નદી માટે 2022-23માં બજેટ સામેલ કરવાની પણ માગણી કરી હતી.
વ્યાવરા નગરપાલિકાના સીએમઓ ઈકરાર અહમદે જણાવ્યું હતું કે બિટ્ટુ જે રીતે વીડિયો બનાવ્યો હતો, ત્યાં ઓછી ગંદકી હતી. એને સાફ કરીને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. સીએમઓ અનુસાર નગરપાલિકાએ વર્ષ 2016માં નદીની સફાઈ માટે દર વર્ષે અભિયાન ચલાવે છે. નદીને ઊંડી બનાવવાનો પણ પ્રયાસ કરે છે.
જોકે, બિટ્ટુએ અજનાર નદીની સફાઈ કરીને ચારેબાજુથી પ્રશંસા મળી છે, પરંતુ હવે સવાલો પણ ગંભીર ઊઠાવ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો સવાલ કરી રહ્યા છે કે એક વ્યક્તિ વાસ્તવમાં દસ કિલોમીટર લાંબી નદી કઈ રીતે સાફ કરી શકે છે કે પૂરના વહેણને કારણે હવે નદીમાંથી કચરો સાફ થઈ ગયો છે એ હકીકત છે.