Sun Jun 21 2026

Logo

ફાઈનલી ફિલ્મ 'ટોક્સિક'ની રિલીઝ ડેટ જાહેર, ત્રણ-ત્રણ વાર પાછી ઠેલાયા બાદ ઑપનિંગ ક્લેક્શન કરોડ સુધી પહોંચશે?

2026-06-21 17:11:23
Author: mumbai samachar team
Article Image

મુંબઈઃ ત્રણ-ત્રણવાર ફિલ્મની ડેટ પાછળ ઠેલાઈ પછી હવે અપડેટ એવી આવી રહી છે કે, ફિલ્મ 'ટોક્સિક'ની રિલીઝ ડેટ ફાઈનલી નક્કી થઈ ચૂકી છે. આ સાથે મેકર્સે યશનો એક મસ્ત લૂક પણ શેર કર્યો હતો. આ ફિલ્મમાં તે ડબલ રોલ પ્લે કરી રહ્યો છે એવા પણ વાવડ સાંભળવા મળ્યા છે. લાંબા સમય સુધી રાહ જોયા બાદ અને કોઈ ફિલ્મ સાથે કોઈ બીજી ફિલ્મની રિલીઝિંગ ટક્કરથી બચવા માટે મેકર્સે ત્રણ-ત્રણવાર ડેટમાં ફેરફાર કર્યા હતા. તા.21 જૂન 'ફાધર્સ ડે' ના ખાસ અવસરે ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કર્યું છે,જેમાં પિતાના આદર માટે એક મસ્ત ક્વોટ લખવામાં આવ્યું છે. 

આખરે ક્યારે રિલીઝ થશે આ ફિલ્મ
ફિલ્મમાં યશનો 'ડબલ અવતાર' જોઈને ફેન્સ ક્રેઝી છે. આ ફિલ્મમાં યશનો એક અલગ અવતાર જોવા મળશે. ફેન્સ માટે સૌથી મોટી સરપ્રાઈઝ યશનો ડબલ રોલ છે. આ ફિલ્મમાં યશ બે અલગ-અલગ પાત્રો ભજવતો જોવા મળશે, હવે ફિલ્મની વાર્તા કઈ દિશામાં જઈ રહી છે એ તો ટિઝર સામે આવ્યા બાદ જ જાણવા મળશે. ફિલ્મ'ટોક્સિક' ની રિલીઝ ડેટ અગાઉ ઘણીવાર બદલવામાં આવી છે. સૌથી પહેલા આ ફિલ્મ 10 એપ્રિલ 2025 ના રોજ રિલીઝ થવાની હતી. ત્યારપછી તે 19 માર્ચ 2026 પર શિફ્ટ કરવામાં આવી. આ તારીખ પણ બદલીને 4 જૂન 2026 કરવામાં આવી હતી.હવેઆ ફિલ્મ 26 ઓગસ્ટના દિવસે સિનેમાઘરમાં આવશે. વારંવાર ડેટ અને રિલીઝ થવામાં વિલંબને કારણે અનેક પ્રકારની ચર્ચા ફિલ્મને લઈને શરૂ થઈ હતી. ફિલ્મના બિઝનેસ પર અસર થવાના કારણે તારીખમાં વારંવાર ફેરફાર કરવામાં આવતો હતો. 

ધુરંધર ફિલ્મ સાથે ટક્કર હતી
એવા પણ અહેવાલો હતા કે 19 માર્ચે અન્ય એક મોટી ફિલ્મ 'ધુરંધર 2' રિલીઝ થઈ રહી હતી, જેના કારણે બોક્સ ઓફિસ ક્લેશ ટાળવા માટે 'ટોક્સિક' ની ડેટ પાછી ઠેલવામાં આવી હતી. આ ફિલ્મ આશરે ₹800 થી ₹850 કરોડ રૂપિયાના માતબર બજેટ સાથે બની છે.આ ફિલ્મમાં યશ ઉપરાંત કિયારા અડવાણી, નયનતારા, હુમા કુરેશી, અક્ષય ઓબેરોય, તારા સુતારિયા, ટોવિનો થોમસ, રુકમિણી વસંત અને સુદેવ નાયર જેવા દિગ્ગજ કલાકારો જોવા મળશે.ફિલ્મના વાર્તા અગાઉની વાર્તા સાથે ક્નેક્ટ હોવાની વિગત સામે આવી છે. હિન્દી, તેલુગુ, તમિલ અને મલયાલમ એમ કુલ 6 ભાષાઓમાં રિલીઝ કરવામાં આવશે.

વિલનમાં રોલમાં હોઈ શકે
હવે નવી ફિલ્મ રિલીઝ થતા ફેન્સ કેટલું બુકિંગ કરાવે છે એના પર નજર છે. ડેટ નક્કી થઈ જતા ઘણા ફેન્સ ફર્સ્ટ ડે ફર્સ્ટ શૉ જોવામાં માની રહ્યા છે. આ વખતે પહેલીવાર એવું બન્યું કે, રિલીઝ ડેટની સાથે મેકર્સે એ ફિલ્મ સંબંધિત કેટલીક હિન્ટ આપી દીધી. પણ વાર્તા પર હજુ સુધી સસ્પેન્સ યથાવત છે. ડબલ રોલમાં લીડ એકટર જોવા મળતા અનેક પ્રકારની ચર્ચા શરૂ થઈ છે. ફેન્સ એવું પણ માની રહ્યા છે કે, યશનું બીજું પાત્ર કોઈ વિલનના રોલમાં  હોઈ શકે છે.