મુંબઈઃ સાઉથના સુપરસ્ટાર યશની ફિલ્મ 'ટોક્સિક' ખરાબ રીતે પીટાઈ ગઈ છે. ત્રણ-ત્રણ વાર રિલીઝ ડેટમાં ફેરફાર કરવા છતાં પણ ફિલ્મને જોઈએ એવો કોઈ પ્રતિસાદ મળ્યો નથી. લોહીના ફુવારા ઉડતા હોય એવા સીન અને ક્રુરતાની હદ પાર કરતા વિઝ્યુઅલ્સથી મેકર્સને એવું હતું કે, છવાઈ જઈશું પણ પ્રોડેક્શન કોસ્ટ પણ માથે પડી રહી હોય એવું ચિત્ર છે. હવે વાવડ એવા મળી રહ્યા છે કે, આ ફિલ્મની અંગ્રેજી એડિશન સિનેમાઘરમાંથી વિદાય લઈ ચૂકી છે. એક અઠવાડિયાના સમયમાં ફિલ્મે માત્ર ₹3.16 લાખનું જ ક્લેક્શન કર્યું છે. 'ટોક્સિક' ખરાબ રીતે પીટાઈ જતા મેકર્સને પણ ફટકો પડ્યો છે. મેકર્સ માટે ફિલ્મ આર્થિક રીતે પણ 'ટોક્સિક' સાબિત થઈ છે.
બોક્સ ઓફિસ પર ફિલ્મ ખાસ કોઈ રીતે પર્ફોમ કરી શકી નથી. તા.4 સપ્ટેમ્બરના રોજ 'ટોક્સિક' ફિલ્મનું અંગ્રેજી વર્ઝન રિલીઝ થયું હતું. પણ તે કન્નડ પ્રિન્ટ કરતા 17 મિનિટ ઓછો રન ટાઈમ ધરાવે છે. માત્ર અઠવાડિયાના સમયમાં આ ફિલ્મ સિનેમાઘરમાંથી ઊતરી ચૂકી છે. ફિલ્મના અંગ્રેજી વર્ઝનને ખાસ કોઈ પ્રતિસાદ પણ મળ્યો નથી. રિલીઝ થઈ એ સમયે માત્ર 11 શૉના માધ્યમથી માત્ર 3.16 લાખનું જ ક્લેક્શ થયું છે. આ શૉ, દિલ્હી, મુંબઈ, બેંગ્લુરૂ અને ગુરૂગ્રામમાં થયા હતા. શનિવારે ફિલ્મે ₹78,774 નું અને રવિવારે ફિલ્મે ₹70,460 નું ક્લેક્શન કર્યું છે. વીકએન્ડ હોવા છતા ફિલ્મે ખાસ કોઈ કમાણી કરી નહીં. સોમવારે 'ટોક્સિક' (Toxic) ના અંગ્રેજી પ્રિન્ટની કમાણીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો. માત્ર ₹15,034ની કમાણી કરી. ત્યારબાદ, મંગળવારે ₹3,125, બુધવારે ₹5,699 અને ગુરુવારે ₹4,655ની કમાણી નોંધાઈ હતી. આમ, પ્રથમ સપ્તાહ દરમિયાન ફિલ્મની કુલ કમાણી માત્ર ₹3.16 લાખ રહી હતી. હાલમાં, થિયેટરોમાંથી અંગ્રેજી પ્રિન્ટને હટાવવા અંગે નિર્માતાઓ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. ફિલ્મને કન્નડ અને અંગ્રેજી એમ બે ભાષામાં સાથે જ શુટ કરવામાં આવી હતી. ફિલ્મને હિન્દી, તમિલ, તેલુગુ અને મલયાલમમાં ડબ કરવામાં આવી હતી.
ટોટલ કેટલું ક્લેશન મળ્યું?
આ ફિલ્મમાં યશ ડબલ રોલ પ્લે કરી રહ્યો છે. આ ફિલ્મનો તે કૉ-પ્રોડ્યુસર પણ છે. ફિલ્મની સ્ટોરી ગીતુ મોહનદાસે અને યશે મળીને લખી છે. ભારતમાં 'ટોક્સિક'ની કુલ કમાણી માંડ ₹248.50 કરોડ સુધી પહોંચી હોવાના રિપોર્ટ છે. જ્યારે ગ્લોબલ લેવલ પર 'ટોક્સિક'નું ટોટલ ક્લેક્શન ₹340.10 કરોડ રહ્યું છે. આ ફિલ્મની સાથે રિલીઝ થયેલી ફિલ્મ 'હનુમાન અંશ' થિયેટર્સમાં ધૂમ મચાવી રહી છે. ફિલ્મ ₹100 કરોડનું દમદાર ક્લેક્શન કરી ચૂકી છે. ફિલ્મને સારો એવો રીસપોન્સ મળી રહ્યો છે. આર્થિક રીતે આ ફિલ્મે હનુમાન રૂપી ગફા 'ટોક્સિક'ને ફટકારતા ફિલ્મ પીટાઈ ગઈ છે. ઓછા બજેટમાં તૈયાર થયેલી ફિલ્મે કરોડો રૂપિયાનું ક્લેક્શન કરતા હવે ફિલ્મ લોકોની પહેલી પસંદ પણ બની રહી છે.