Fri Apr 17 2026

Logo

ફેશનઃ સફેદ વસ્ત્રો સાદગી, શાંતિ ને સ્ટાઇલનો અનોખો સંગમ

2026-04-16 10:06:00
Author: Khushbu Mulani Thakkar
Article Image

ખુશ્બુ મુલાણી ઠક્કર

ફેશનની દુનિયામાં રંગોનું ખૂબ મહત્ત્વ છે, પરંતુ કેટલાક રંગો એવા હોય છે જે ક્યારેય આઉટ ઓફ ટ્રેન્ડ થતા નથી. તેમાં સૌથી આગળ છે સફેદ રંગ. તેથી જ વાઈટ કલરને કલાસી કલર કહેવાય છે. વાઈટ કલરના ડ્રેસ  માત્ર સાદગી અને શુદ્ધતાનું પ્રતીક નથી, પરંતુ એ દરેક પ્રસંગ માટે યોગ્ય અને આકર્ષક પણ બને છે. 

સાડી હોય કે શોર્ટ ડ્રેસ, લોંગ ડ્રેસ હોય કે કૂર્તા-લેગિંગ્સ અથવા આજકાલના ટ્રેન્ડમાં રહેલા કોર્ડ સેટ , વાઈટ કલર  દરેક ડ્રેસને આકર્ષિત બનાવે છે. વાઈટ કલરના ડ્રેસ અલગ અલગ ફેબ્રિકમાં આવે છે. જેમકે, કોટન, રેયોન, સિલ્ક, શિફોન વગેરે, ઘણી મહિલાઓ ઉનાળામાં માત્ર વાઈટ કપડાં પહેરવાનો જ આગ્રહ રાખે છે. અને ખાસ કરીને કોટનનાં કપડાંને સ્ટાર્ચ કરીને પહેરે છે. સ્ટાર્ચ કરેલા કપડાંનો લુક જ કંઈક અલગ આવે. વાઈટ કપડાં પહેરવાથી તમારે એક આગવી ઓળખ ઉભી થાય. અને તમે ક્રાઉડમાં અલગ જ દેખાવ છો. ચાલો જાણીયે કઈ ટાઈપણ અવેઇટ ડ્રેસ પહેરી શકાય.

સફેદ સાડી: પરંપરા અને સૌંદર્યનો સંગમ

સફેદ સાડી ભારતીય સંસ્કૃતિમાં વિશેષ સ્થાન ધરાવે છે. પહેલાં સફેદ સાડી માત્ર શોક અથવા ધાર્મિક પ્રસંગો સાથે જોડાયેલી હતી, પરંતુ હવે તેનો અર્થ બદલાયો છે. આજકાલ સફેદ સાડી ફેશન સ્ટેટમેન્ટ બની ગઈ છે. ચિકનકારી, લેસ વર્ક અથવા કોટન સાડી પર હળવા ડિઝાઇન તેને વધુ આકર્ષક બનાવે છે. પાર્ટી, ઓફિસ અથવા ડે-ફંક્શન માટે સફેદ સાડી એક એલેગન્ટ પસંદગી બની શકે છે. 

જો તમારે કેઝ્યુઅલ લુક માટે વાઈટ સાડી પહેરવી  હોય તો, વાઈટ બેઝ પર પેસ્ટલ શેડમાં ફ્લોરલ ડિઝાઇન અને તેજ પેસ્ટલ શેડનું બ્લાઉઝ પહેરી શકાય અથવા તો વાઈટ ચિકનકારી સાડી પહેરી શકાય. વાઈટ સાડી સાથે પેસ્ટલ શેડની જ્વેલરી પહેરી અલગ લુક આપી શકાય. વાઈટ સાડીને સ્ટાર્ચ કરી પહેરવાની એક અનોખી સ્ટાઇલ છે. સ્ટાર્ચવાળું  ફેબ્રિક શરીરથી અળગું રહે છે તેથી જ સ્ટાર્ચવાળી સાડીની પસંદ ખૂબ ઓછી મહિલાઓની હોય છે. સ્ટાર્ચવાળી સાડી પહેરવાથી એક સ્માર્ટ લુક આવે છે. આ સાડી સાથે પર્લ કે ડાયમન્ડની જ્વેલરી સારી લાગી શકે.

શોર્ટ અને લોંગ ડ્રેસ: મિનિમલિઝમનો નવો ટ્રેન્ડ

યુવા પેઢી માટે સફેદ શોર્ટ અને લોંગ ડ્રેસ ખૂબ જ લોકપ્રિય બની રહ્યા છે. સફેદ શોર્ટ  ડ્રેસ કેઝ્યુઅલ આઉટિંગ, બ્રંચ અથવા બીચ ડે માટે પરફેક્ટ છે. તે હળવા અને કમ્ફર્ટેબલ હોય છે, સાથે જ સ્ટાઇલિશ પણ લાગે છે. બીજી તરફ, સફેદ લોંગ ડ્રેસ એક સોફિસ્ટિકેટેડ અને ક્લાસી લુક આપે છે. તેમાં ફલોરલ એમ્બ્રોઇડરી અથવા લેયર્ડ ડિઝાઇન ઉમેરવાથી તે વધુ ટ્રેન્ડી બને છે. 

વાઈટ લિનન ફેબ્રિકમાંથી બનેલા શોર્ટ એન્ડ કાફ  લેન્થ ડ્રેસ કેઝ્યુઅલ લુક માટે પરફેક્ટ વેર છે. વાઈટ કલરમાં ઑફ શોલ્ડર ડ્રેસ પણ સારા લાગી શકે. જો તમારે ઇવનિંગ પાર્ટીમાં વાઈટ ડ્રેસ પહેરવો હોય તો ફ્લોઈ ફેબ્રિકમાં પહેરી શકાય. ઓફિસ લુક માટે વાઈટ ટ્રાઉઝર સાથે કોઈ પેસ્ટલ શેડનની એક્સેસરીઝ પહેરી શકાય.

કૂર્તા સાથે લેગિંગ્સ અને પેન્ટ્સ: કમ્ફર્ટ અને સ્ટાઇલનો સંતુલન

ડેઇલી  વેર માટે વાઈટ કૂર્તા એ એક ઉત્તમ પસંદગી છે. વાઈટ ફેબ્રિકમાં ઘણી વેરાઈટી આવતી હોવાથી અલગ અલગ ટાઈપના કૂર્તા મળે છે. તમે તમારી બોડી ટાઈપ અને હાઈટ પ્રમાણે વાઈટ કૂર્તાની પેટર્ન પસંદ કરી શકો. વાઈટ કૂર્તામાં સ્ટ્રેટ કૂર્તા તો સારા લાગે જ છે પરંતુ એ લાઈન કૂર્તા પણ એટલા  જ એલિગન્ટ લુક આપે છે. વાઈટ કૂર્તાની બ્યુટી તેની પ્રિન્ટ પર છે. તેથી વાઈટ કૂર્તામાં વધારે પેટર્ન કરવાની જરૂર નથી પડતી માત્ર સ્ટાઇલિંગ જ અલગ લુક આપે છે. 

જો તમારું શરીર ભરેલું હોય તો, યોકવાળા ડ્રેસ ન પહેરવા તેથી બસ્ટ  એરિયા  વધારે લાગશે તેમજ પેટ અને કમરનો ભાગ  પણ વધારે લાગશે. વાઈટ કૂર્તા સાથે તમારી બોડી ટાઈપ પ્રમાણે પ્લાઝો કે પેન્ટ પહેરી શકાય. જો તમારે એલિગન્ટ લુક જોઈતો હોય તો, વાઈટ ચિકનકારી ફેબ્રિકનો કાળીદાર કુર્તો અને તેની સાથે વાઈટ ફ્લેરી પ્લાઝો એક ગ્રેસફુલ લુક આપશે. જો  તમને ફોર્મલ લુક જોઈતો હોય તો, ચંદેરી ફેબ્રિકમાંકણીદાર કુર્તો અને પ્લાઝો પહેરી શકાય અથવા તો એન્કલ લેન્થ ગાઉન  પણ પહેરી શકાય.

કોર્ડ સેટ: આધુનિક ફેશનનો નવો ચહેરો

છેલ્લા કેટલાક વર્ષોમાં કોર્ડ સેટનો ટ્રેન્ડ ઝડપથી વધ્યો છે, અને સફેદ કોર્ડ સેટ ખાસ કરીને યુવતીઓમાં  ખૂબ જ લોકપ્રિય છે. તેમાં ટોપ અને બોટમ બંને એકસરખા ફેબ્રિક અને ડિઝાઇનમાં હોય છે, જે ખૂબ સ્ટાઇલિશ અને કોર્ડિનેટેડ લુક આપે છે. સફેદ કોર્ડ સેટને તમે કેઝ્યુઅલ તેમજ સેમી-ફોર્મલ પ્રસંગોમાં સરળતાથી પહેરી શકો છો. તે સિમ્પલ હોવા છતાં ખૂબ આકર્ષક લાગે છે, અને તેને એક્સેસરીઝ સાથે સરળતાથી સ્ટાઇલ કરી શકાય છે. 

 

કોર્ડ સેટના  ટોપની લેન્થ તમારા બોડી ટાઇપને અનુસાર સિલેક્ટ કરવી. જો તમારા કમર પર એપેટનો ભાગ વધારે હોય તો, હિપ કવર થાય તેટલી લેન્થ પહેરવી. વાઈટ કોર્ડ સેટ કોંફિ ડેટ કે લેટ નાઈટ આઉટિંગ માટે એક સારું ઓપશન છે.

સફેદ વસ્ત્રોના ફાયદા

સફેદ રંગ ગરમીમાં સૌથી વધુ આરામદાયક ગણાય છે કારણ કે તે સૂર્યપ્રકાશને પરાવર્તિત કરે છે. તેથી ઉનાળામાં સફેદ કપડાં પહેરવાથી ઠંડક અનુભવાય છે. ઉપરાંત, સફેદ રંગ દરેક સ્કિન ટોન પર સુંદર લાગે છે, જે તેને યુનિવર્સલ બનાવે છે. તે કોઈપણ રંગ સાથે સરળતાથી મિક્સ અને મેચ થઈ શકે છે, એટલે સ્ટાઇલિંગ માટે પણ ઘણા વિકલ્પો મળે છે.

સફેદ વસ્ત્રોની કાળજી

સફેદ કપડાંને જાળવવા માટે ખાસ કાળજી લેવી જરૂરી છે. ધોતી વખતે તેમને અલગથી ધોવા જોઈએ જેથી અન્ય રંગના કપડાંનો કલર તેમાં ના લાગી જાય. હળવા ડિટર્જન્ટનો ઉપયોગ કરવો અને સૂર્યપ્રકાશમાં સૂકવવાથી તેનો રંગ વધુ ચમકદાર રહે છે. સમયસર આયર્ન કરવાથી તેનો લુક હંમેશાં તાજું અને પ્રેઝેન્ટેબલ રહે છે.