Thu Oct 01 2026

Logo

વોટ્સએપ સેટિંગ્સમાં આ એક નાનકડો ફેરફાર તમારી વાતચીતને બનાવી દેશે અદભૂત! જાણો કઈ રીતે કામ કરશે...

2026-03-18 20:57:00
Author: Darshana Visaria
વોટ્સએપ સેટિંગ્સમાં આ એક નાનકડો ફેરફાર તમારી વાતચીતને બનાવી દેશે અદભૂત! જાણો કઈ રીતે કામ કરશે...

વોટ્સએપ એ દુનિયાભરમાં સૌથી વધુ વપરાતું અને લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બની ચૂક્યું છે. વોટ્સએપ પણ સમયાંતરે યુઝર્સ માટે એક શાનદાર ફીચર લાવતું જ રહે છે. હવે વોટ્સએપ આવું એક ધમાકેદાર ફીચર યુઝર્સ માટે લાવવા જઈ રહ્યું છે જેના બાદમાં યુઝર્સનો વીડિયો અને ઓડિયો કોલિંગનો એક્સપિરીયન્સ બદલાઈ જશે. વોટ્સએપ ટૂંક સમયમાં 'નોઈઝ કેન્સલેશન' ફીચર લોન્ચ કરવા જઈ રહ્યું છે. ચાલો જોઈએ શું છે આખી સ્ટોરી વિસ્તારથી... 

આપણામાંથી અનેક લોકોને વોટ્સએપ વીડિયો અને ઓડિયો કોલિંગ સમયે આસપાસના ઘોંઘાટને કારણે સામે લાઈન પરથી કહેવાયેલી વાતો આપણા સુધી પહોંચતી જ નથી. પરંતુ વોટ્સએપ દ્વારા લોન્ચ કરવામાં આવેલા નવા ફીચરની તો વોટ્સએપનું આ નવું ફીચર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને આ વધારાના અવાજને ફિલ્ટર કરી નાખશે, જેથી તમારો અવાજ એકદમ સ્પષ્ટ સંભળાશે.  

વાત કરીએ વોટ્સએપના આ નવા ફીચર્સની ખાસિયત વિશે તો યુઝર્સ આ ફીચરને પોતાની જરૂરિયાત મુજબ કોલ સેટિંગ્સમાં જઈને ઓન કે ઓફ કરી શકશે. આ સિવાય આ ફીચર એન્ડ્રોઈડ અને આઈફોન (iOS) બંને યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવશે. વોટ્સએપનું આ નવું ફીચર નોર્મલ ઓડિયો કોલની સાથે વીડિયો કોલિંગમાં પણ કામ કરશે, જે પ્રોફેશનલ મિટિંગ્સ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે.

રિપોર્ટમાં આપવામાં આવેલી માહિતી અનુસાર હાલમાં આ ફીચર બીટા ટેસ્ટિંગ સ્ટેજમાં છે અને આગામી થોડા અઠવાડિયામાં તમામ યુઝર્સ માટે ઉપલબ્ધ થઈ શકે છે. જો વોટ્સએપનું આ ફીચર રોલ આઉટ થઈ જાય તો વોટ્સએપ યુઝર્સને તો બખ્ખે બખ્ખા જ થઈ જવાના છે. 

છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને ચોક્કસ જ તેમના જનરલ નોલેજમાં વધારો કરજો હં ને? આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો...

વધુ જુઓ...