Fri Oct 02 2026

Logo

સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળથી પૃથ્વીના પેટાળમાં થાય છે ભયાનક ભૂકંપ, વૈજ્ઞાનિકોના રિપોર્ટે વધારી ચિંતા

2026-09-29 19:43:19
Author: Mumbai Samachar Team
સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળથી પૃથ્વીના પેટાળમાં થાય છે ભયાનક ભૂકંપ, વૈજ્ઞાનિકોના રિપોર્ટે વધારી ચિંતા

Chat GPT Generated Image


હજુ ગયા મહિના દરમિયાન નેપાળમાં આવેલા પૂરે દુનિયાને હચમચાવી નાખી હતી, જ્યારે એના પછી રવિવારે એક આખો પહાડ ગણતરીની ક્ષણોમાં નદીમાં સમાઈ ગયો હતો. ગ્લોબલ વોર્મિંગ અને હવામાનમાં થનારા ફેરફારોએ સૌની ઊંઘ હરામ કરી છે ત્યારે તાજેતરના સર્વેક્ષણે લોકોને ચોંકાવ્યા છે.

બ્રહ્માંડના વિશાળ ફલકમાં આપણી પૃથ્વી સુંદર અને શ્રેષ્ઠ દેખાય છે. સૂર્ય અને ચંદ્ર પોતાના ગુરૂત્વાકર્ષણના બળથી અવકાશી કેટકેટલાય પદાર્થોને પોતાની તરફ ખેંચી રહ્યા છે, જેમાં પૃથ્વીનો પણ સમાવેશ થાય છે. આ કારણથી પૃથ્વીના પેટાળમાં થનારી હિલચાલને કારણે દરિયામાં ભરતી અને ઓટ આવે છે. ઘણા ઓછા લોકોને એ વાતની જાણ હશે કે, એક કોસ્મિક ખેંચાણ ધરતી પર રહેલા પહાડને પણ અંદરની બાજુ ધકેલી દે છે. ખાસ કરીને ભૂસ્ખલન થાય છે એ સમયે કેટકેટલાક પહાડના આકાર અને ભૌગોલિક સ્થાન ફરી જાય છે. 

નોંધપાત્ર અભ્યાસમાં છે શું?

ભૂ-ગ્રહીય વૈજ્ઞાનિકોની એક ટીમે તાજેતરમાં JGR Solid Earth  જર્નલમાં એક નોંધપાત્ર અભ્યાસ રજૂ કર્યો છે. આ સંશોધન મુજબ સૂર્ય અને ચંદ્રના સતત ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીના પોપડા પર સતત ભરતી-ઓટને લગતું દબાણ (ટાઇડલ સ્ટ્રેસ) પેદા કરે છે. આ દબાણને કારણે પૃથ્વીની સપાટીની નીચે "ધીમા ભૂકંપ" (slow earthquakes) એટલે કે અત્યંત ધીમી ગતિએ થતી ધરતીકંપની ઘટનાઓ ઊભી થાય છે. 

વૈજ્ઞાનિકોએ એ રહસ્ય શોધી કાઢ્યું છે કે, જેનાથી એ વાત સ્પષ્ટ થઈ છે કે, અવકાશમાં નાનો કહેવાતો આ ફેરફાર ધરતીમાં મોટું પરિવર્તન લાવી શકે છે. ધરતી પર મોટી તિરાડ પાડી શકે એટલું તે શક્તિશાળી છે. 'ટાઈડલ ફોર્સ'ને કારણે જમીન ધીમે ધીમે નીચેની બાજુ સરકી રહી છે. પણ આવું કેવી રીતે થાય છે એવું અત્યાર સુધી સમજાવી શકાય એમ ન હતું. હવે એક મોડલ તૈયાર કરીને નિષ્ણાંતોએ સમગ્ર ઘટના સંબંધિત પુરાવા સાથે વાત કરી છે. 

ઉદાહરણ સાથે સમજો આ વાત

જે રીતે કોઈ વ્યક્તિ પોતાના ડ્રિંક્સથી ભરેલા ગ્લાસની કિનારની આસપાસ આંગળીઓ ફેરવે છે તો એ ગ્લાસમાં ઓછા અવાજva એક ધ્વનિ અંદર પડઘાય છે. આ જ પ્રક્રિયા ધરતી પર થાય છે. સૂર્ય અને ચંદ્રનું ખેંચાણ ધરતીની અંદરના ફોલ્ટ લાઈન સાથે એક ફ્રિકવન્સીને મેચ કરે છે. આવી ફ્રિક્વન્સી અંદરોઅંદર અથડાય છે. આ કારણે મસમોટા પહાડ પર કોઈ જ પ્રકારની ટક્કર વગર હિલચાલ શરૂ થઈ જાય છે. 

નિષ્ણાંતોએ જ્યારે આ ખેંચાણની ગણતરી કરી તો ચોંકાવનારા આંકાડા સામે આવ્યા હતા. આ દબાણ એક માણસની પીઠ થપથપાવવા બરોબર અને પ્રેશર આપવા બરોબર છે. ભલે આ દબાણને સામાન્ય માનવામાં આવે પણ આ દબાણ મોટા ભૂકંપને સરળતાથી નોતરી શકે છે. આ ઉપરાંત ધરતીના પેટાળમાં રહેલી પ્લેટને સરળાથી અસંતુલિત પણ કરી શકે છે. આ દબાણને કારણે ધરા ધ્રુજી શકે છે. જાપાન અને અમેરિકાના કેટલાક પ્રાંતમાં આ અંગેના કેટલાક પુરાવા પણ સરળતાથી જોવા મળ્યા છે. આ દબાણ એક મર્યાદા સુધી સામાન્ય રહી શકે છે પણ એ મર્યાદાથી આગળ વધે તો પહાડ પણ ધીમે ધીમે ગગડી શકે છે. આની શરૂઆત સામાન્ય રીતે ભૂસ્ખલનથી થાય છે.