Sat Oct 03 2026

Logo

ગૂગલની બધી જ સર્વિસ ફ્રી છે તો કંપની પૈસા શેમાંથી કમાય છે? વીડિયો પ્લેટફોર્મ છે એનો કમાઉ દીકરો

2026-09-25 21:19:23
Author: Mumbai Samachar Team
ગૂગલની બધી જ સર્વિસ ફ્રી છે તો કંપની પૈસા શેમાંથી કમાય છે? વીડિયો પ્લેટફોર્મ છે એનો કમાઉ દીકરો

કેલિફોર્નિયાઃ આજના યુગમાં કોઈ પણ માહિતી અંગે વિસ્તૃત વિગત મેળવવી એ માત્ર ગણતરીની સેકન્ડનો ખેલ છે. સૌથી પહેલા તો હાથવગા મોબાઈલ ડિવાઈસથી ગૂગલ ક્નેકટ સુધીની આખી પ્રોસેસમાં વિષય કેન્દ્ર સ્થાને છે. પછી એની માહિતી અને વિસ્તૃત રજૂઆત. કંઈ પણ સર્ચ કરવાની વાત આવે ત્યારે સૌથી પહેલા ગૂગલ સર્ચ યાદ આવે, જ્યારે એઆઈ ન હતું એ સમયે ગૂગલ સર્ચ હતું. ગણતરીની સેકન્ડમાં વિષયની વિગતવાર જાણકારી મળી જાય છે. આવું જ યુટ્યુબમાં થાય છે. યુઝર્સ યુટ્યુબ પર વિડિયો મફતમાં જુવે છે. એ વાત અલગ છે કે,યુટ્યુબ પ્રીમિયમ માટે પૈસા સૂચવવા પડે છે. પણ ફ્રી પેકેજનો ઉપયોગ મોટાભાગના લોકો કરે છે. 

આ રીતે કરે છે કમાણી
એવામાં સવાલ એ થાય કે, યુટ્યુબ અને ગૂગલસર્ચ ફ્રી સર્વિસ આપે છે તો આખરે કંપની અબજો રૂપિયાની કમાણી કરે છે કેવી રીતે?વાસ્તવમાં જાહેરાત એ ગૂગલની આવકનો મુખ્ય સ્ત્રોત છે. આ ઉપરાંત, કંપની ગૂગલ એડસેન્સ (Google AdSense), ગૂગલ ક્લાઉડ (Google Cloud), પ્લે સ્ટોર (Play Store), યુટ્યુબ (YouTube) ની જાહેરાત અને સબ્સ્ક્રિપ્શન સેવાઓ તેમજ હાર્ડવેર ઉત્પાદનો દ્વારા પણ આવક મેળવે છે. ગૂગલની શરૂઆત 1998માં થઈ હતી. આજે તે વિશ્વમાં સૌથી વધુ વપરાતી ઇન્ટરનેટ સર્વિસ પૈકી એક છે. ગૂગલની મૂળ કંપની 'આલ્ફાબેટ ઇન્ક.' (Alphabet Inc.) છે. મીડિયા રિપોર્ટ અનુસાર, 2025માં ગૂગલની વાર્ષિક આવક અંદાજે 402.83 અબજ યુએસ ડોલર હતી. કંપનીની દૈનિક કમાણી આશરે ₹6,700 કરોડ હોવાનું જણાવાય છે. આ આંકડો મીડિયા રિપોર્ટમાંથી સામે આવ્યો છે. એટલે વિદેશના અહેવાલ અનુસાર ભારતીય રકમ એનાથી પણ વધારે હોઈ શકે છે. 

મુખ્ય સ્ત્રોત આ છે
આ જાહેરાતનો વ્યવસાય એ ગૂગલની આવકમાં સૌથી મોટો ફાળો આપનાર સ્ત્રોત છે. તેમાં Google Ads અને AdSense જેવી સેવાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કંપની YouTube, Google Play Store, Google Cloud અને તેના હાર્ડવેર ઉત્પાદનોમાંથી પણ આવક મેળવે છે. એવો અંદાજ છે કે કુલ આવકનો લગભગ 80 ટકા હિસ્સો જાહેરાતોમાંથી આવે છે. જ્યારે તમે પર કંઈક શોધો છો, ત્યારે તમને પરિણામોની શરૂઆતમાં ઘણીવાર 'સ્પોન્સર કરેલી જાહેરાતો' (Sponsored Ads) જોવા મળે છે. કંપનીઓ તેમના ઉત્પાદનો કે સેવાઓ સંભવિત ગ્રાહકો સુધી પહોંચાડવા માટે આ જાહેરાતો પાછળ નાણાં ખર્ચે છે. આ માટે ગૂગલ પ્લેટફોર્મ આપે છે અને પૈસા લે છે. જ્યારે આ એડ આપણા સુધી પહોંચે છે ત્યારે એને વ્યૂ મળે છે અને વ્યૂ દ્વારા એ રેવન્યૂ ઊભી કરે છે. 

વિડિયો પ્લેટફોર્મનો રેવન્યૂ સોર્સ
YouTube એ Google માટે આવકનો એક મુખ્ય સ્ત્રોત પણ છે. કંપની વીડિયો દરમિયાન અથવા તેની બાજુમાં દર્શાવવામાં આવતી જાહેરાતોમાંથી આવક મેળવે છે. આ ઉપરાંત, આવક ઊભી કરવામાં Google AdSense મહત્વની ભૂમિકા ભજવે છે. તે થર્ડ-પાર્ટી વેબસાઇટ્સ અને મોબાઇલ એપ્લિકેશન્સ પર Google ની જાહેરાતો કરવા શક્ય બનાવે છે.  કઈ જાહેરાતો અને ક્યાં બતાવવી તે નક્કી કરવા માટે Google તેની સિસ્ટમ્સ અને અલ્ગોરિધમ્સનો ઉપયોગ કરે છે. જાહેરાતકર્તાઓ પણ તેમની જાહેરાતો માટે બિડ (બોલી) લગાવે છે. Google ની વ્યવસાયિક કામગીરી માત્ર સર્ચ (Search) અને YouTube પૂરતી મર્યાદિત નથી. કંપની Google Workspace અને Google Cloud જેવી સેવાઓ પણ આપે છે. ઘણા વ્યવસાયો તેમની કામગીરી માટે Workspace સેવાઓનો ઉપયોગ કરે છે—જેમાં Gmail, Google Sheets, Google Meet, Google Chat અને Google Slides નો સમાવેશ થાય છે.

ગૂગલને પૈસા આ રીતે મળે છે.
Google Cloud દ્વારા, કંપનીઓને ડેટા સ્ટોરેજ, કમ્પ્યુટિંગ પાવર અને અન્ય ક્લાઉડ-આધારિત સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. ગ્રાહકો આ સેવાઓ માટે Google ને ચૂકવણી કરે છે; આમ, Cloud અને Workspace પણ કંપનીની આવકમાં યોગદાન આપે છે. આ સર્વિસના કેટલાક સમય સુધી મર્યાદિત હોય છે અને સ્પેસ ફ્રી હોય છે. આ પછી તેને પેઈડ કરી દેવમાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, ગૂગલે તેના હાર્ડવેર વ્યવસાય પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. કંપની પિક્સેલ સ્માર્ટફોન, સ્માર્ટવોચ, ઇયરબડ્સ અને અન્ય ઉપકરણોનું વેચાણ કરે છે અને આ વેચાણ દ્વારા પણ આવક મેળવે છે. આ ઉપરાંત, એન્ડ્રોઇડ વપરાશકર્તાઓ માટે ગૂગલ પ્લે સ્ટોર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. 

બધી એપ્લિકેશન ફ્રી નથી
સ્ટોર પરની એપ્સ અને ચોક્કસ ડિજિટલ સામગ્રીની ખરીદીમાંથી થતી આવકનો અમુક હિસ્સો કંપની મેળવે છે. બીજા શબ્દોમાં કહીએ તો, ગૂગલની કમાણી માત્ર આપણે દરરોજ મફતમાં વાપરીએ છીએ તે સર્ચ સેવા પૂરતી મર્યાદિત નથી; તેની આવકના અનેક સ્ત્રોતો છે, જેમાં જાહેરાત અને ક્લાઉડ સેવાઓથી લઈને એપ સ્ટોર્સ, સબ્સ્ક્રિપ્શન્સ અને હાર્ડવેરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કેટલીક સર્વિસમાં તે પોઈન્ટ જોઈને સર્વિસ આપે છે. આ માટેના પોઈન્ટ કે ક્રેડિક ખરીદવા પડે છે. જેની સામે તે પૈસા વસુલ કરે છે. આ પૈસાનો ઉપયોગ પોતાની કંપનીમાં તે કરે છે. આમ કંપની એક સર્વિસને માધ્યમ બનાવીને પૈસા કમાય છે.

વધુ જુઓ...