Thu Jun 25 2026

Logo

શું છે આ PMOS?

2026-06-09 11:17:00
Author: Nidhi Bhatt
Article Image

ફોકસ -નિધિ ભટ્ટ

Polycystic Ovary Syndrome, જેને હાલમાં આંતરરાષ્ટ્રીય મેડિકલ સહમતિ અનુસાર PMOS (Polyendocrine Metabolic Ovarian Syndrome) નામ આપવામાં આવ્યું છે, આજના સમયમાં મહિલાઓમાં ઝડપથી વધતી જતી એક સામાન્ય હોર્મોનલ અને મેટાબોલિક સમસ્યા છે. 

આ માત્ર અનિયમિત પિરિયડ્સ સુધી મર્યાદિત નથી, પરંતુ સમગ્ર શરીરના સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે. ઘણી મહિલાઓમાં વજન વધવું, ખાસ કરીને પેટ અને કમરના આસપાસ ચરબી જમા થવી, વાળ ખરવા, ચહેરા પર પિમ્પલ્સ, થાક,  mood swings  થવો અને અનિયમિત માસિક જેવી સમસ્યાઓ જોવા મળે છે કેટલીક મહિલાઓમાં ચહેરા અથવા શરીર પર અનિચ્છનીય વાળ વધવા તેમજ ગળા અથવા underarms કાળા પડવા જેવી સમસ્યાઓ પણ તેના સંકેતો હોઈ શકે છે.

સંતુલિત આહાર અને સ્વસ્થ જીવનશૈલી PCOS/PMOSને નિયંત્રિત કરવામાં અત્યંત મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. Protein  અને fiber થી ભરપૂર ખોરાક ખાસ ફાયદાકારક માનવામાં આવે છે. દાળ, ચણા, રાજમા, પનીર, દહીં,reek yogurt, tofu, sprouts       અને eggs જેવા protein sources  લાંબા સમય સુધી પેટ ભરેલું રાખવામાં મદદ કરે છે તેમજ  blood sugar  ને stable રાખે છે. જ્યારે લીલી શાકભાજી, સલાડ, કાકડી, ગાજર, દુધી, ભીંડા, પાલક, મેથી, broccoli, oats, chia seeds અને flax seeds જેવા fiber-rich foodsપાચન સુધારવામાં અને hormones balance કરવામાં મદદરૂપ બને છે.

Carbohydrates સંપૂર્ણપણે બંધ કરવાની જરૂર નથી, પરંતુ યોગ્ય પ્રકારના ભફબિત પસંદ કરવું વધુ મહત્ત્વનું છે. ઘઉંની રોટલી, જ્વાર, બાજરી, રાગી, oats, brown rice  અને શક્કરિયા વધુ સારા વિકલ્પો માનવામાં આવે છે. જ્યારે મેંદો, સફેદ બ્રેડ, bakery products, વધુ મીઠાઈ,cold drinks,, તળેલા snacks અને processed food ઓછા પ્રમાણમાં લેવા જોઈએ, કારણ કે તે insulin resistance અને શરીરમાંinflammation વધારી શકે છે.

Healthy fats ‘Z hormonal healthમાટે જરૂરી છે. બદામ, અખરોટ, pumpkin seeds, chia seeds, flax seeds,     , મર્યાદિત માત્રામાં ઘી અને olive oil  શરીરને જરૂરી પોષણ પૂરું પાડવામાં મદદ કરે છે. ફળોમાં apple, pear, berries, orange, guava અનેpapaya સારા વિકલ્પો છે, જ્યારે ખૂબ મીઠાં ફળો અને packaged fruit juicesનું સેવન મર્યાદિત રાખવું વધુ સારું માનવામાં આવે છે.

બપોરના ભોજનમાં રોટલી, દાળ, શાકભાજી, સલાડ અને દહીંનું સંતુલિત સંયોજન શરીરને જરૂરી પોષણ પૂરું પાડે છે અને blood sugar   ને stable રાખવામાં મદદ કરે છે. જ્યારે રાત્રિભોજન હળવું અને સમયસર લેવું PCOS management માટે વધુ ફાયદાકારક માનવામાં આવે છે, જેમ કે soup with paneer, dal with vegetables A’hp khichdi with saladd..

Cold drinks, વધુ ખાંડ, મીઠાઈઓ, fried snacks, packaged food અને fast food ઓછું કરવાથીPCOS/PMOSનાં લક્ષણોમાં ઘણો સુધારો જોવા મળી શકે છે.

યોગ્ય આહાર સાથે નિયમિત exercise પણ એટલી જ જરૂરી છે. રોજwalking કરવું, ખાસ કરીને ભોજન પછી 10-15 મિનિટ ચાલવું, blood sugar control કરવામાં મદદરૂપ બને છે. Strength training metabolism  સુધારવામાં, પેટની ચરબી ઘટાડવામાં અને insulin sensitivity વધારવામાં સહાયક બને છે. પૂરતી ઊંઘ અનેstress management ‘Z hormone balance  માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે.

ઘણી મહિલાઓમાં erimenopause અથવા  menopause દરમિયાન PCOS જેવી સમસ્યાઓ વધુ સ્પષ્ટ અનુભવાય છે, જેમ કે પેટની ચરબી વધવી, breast heaviness, fatigue અને metabolism ધીમું થવું. આવા સમયમાંhigh-protein diet, નિયમિતexerciseઅને controlled calorie intake ખાસ ફાયદાકારક સાબિત થાય છે.  સૌથી મહત્ત્વની વાત એ છે કેPolycystic Ovary Syndrome / PMOS “¡ ને યોગ્ય આહાર, નિયમિત વ્યાયામ, પૂરતી ઊંઘ અને સંતુલિત જીવનશૈલી દ્વારા ઘણી હદ સુધી નિયંત્રિત કરી શકાય છે. નાની-નાની  healthy habitsલાંબા ગાળે શરીર અને સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર કરી શકે છે. તો ચાલો, આજે જ એક સાચી શરૂઆત કરીએ. પોતાના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપીએ, યોગ્ય ખોરાક અપનાવીએ, નિયમિત exercise કરીએ અને નવી generation ને પણ healthy lifestyle તરફ પ્રેરિત કરી એમ નાના બદલાવ જ ભવિષ્યમાં મોટાં પરિણામો લાવે છે અને જાગૃતિ જ સારા સ્વાસ્થ્ય તરફનું પહેલું  પગલું છે.