Wed Jul 29 2026

Logo

પશ્ચિમ બંગાળમાં ઓગસ્ટથી શરૂ થશે વસતી ગણતરી, લોકોને પ્રક્રિયામાં સામેલ થવા અપીલ

2026-05-29 18:01:00
Author: Chandrakant Kanoja
Article Image

West Bengal CM Suvendu Adhikari


કોલકાતા : પશ્ચિમ બંગાળના સીએમ સુવેન્દુ અધિકારીએ  જાહેરાત કરી છે કે રાજ્યમાં 1 ઓગસ્ટથી વસતી ગણતરી શરૂ કરવામાં આવશે. જે આગામી ફેબ્રુઆરી 2027 સુધી ચાલશે. તેમણે કહ્યું આ પ્રક્રિયાને રાજકારણ જોડે કોઇ સબંધ નથી. જોકે, તેમણે ઘૂસણખોરીને કારણે ડેમોગ્રાફિક બદલાવ  અંગે ચિંતા વ્યક્ત કરી અને લોકોને આ પ્રક્રિયામાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા વિનંતી કરી.

સેંકડો કિલોમીટર લાંબી સરહદ ફેંન્સિંગ  વગરની

તેમણે કહ્યું કે, બાંગ્લાદેશ સાથેની સેંકડો કિલોમીટર લાંબી સરહદ ફેંન્સિંગ વગરની છે. આ ખુલ્લી સરહદ ઘૂસણખોરી તરફ દોરી રહી છે. જેના લીધે આ વિસ્તારોમાં  ડેમોગ્રાફિક બદલાવ આવ્યા છે. 

સચોટ વસતી ગણતરી ડેટા જરૂરી 

સીએમ સુવેન્દુ અધિકારીએ રાજ્ય સચિવાલય નબન્ના ખાતે એક બેઠક બાદ  લોકોને  વસતી ગણતરી  પ્રક્રિયામાં ભાગ લેવા અપીલ કરી. તેમણે કહ્યું કે સારા શાસન અને ભવિષ્યના આયોજન માટે સચોટ વસતી ગણતરી ડેટા જરૂરી છે. મુખ્યમંત્રીના મતે દેશે વસતી ગણતરીના કાર્યમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે.જ્યારે પશ્ચિમ બંગાળ પાછળ રહી ગયું છે. હવે રાજ્યએ અન્ય રાજ્યોની હરોળમાં આવવું પડશે.