મુંબઈઃ કોમેડી અને ડ્રામા ફિલ્મ 'વેલકમ ટુ ધ જંગલ'નું બોક્સઓફિસ ક્લકેશન ₹100 કરોડને પાર થઈ ગયું છે. શનિવારે આ ફિલ્મે બોક્સઓફિસ પર સારી એવી કમાણી કરી હતી. જ્યારે 'આલ્ફા' ફિલ્મની રફ્તાર થોડી ધીમી પડી ગઈ હતી. આમ પણ આ ફિલ્મ પર મિક્સ રીએક્શન આવ્યા છે. કેટલાક ફેન્સને ગમી છે તે કેટલાક ફેન્સ આલિયાને હાઈપ આપવા ફિલ્મ બનાવી હોય એવું કહી રહ્યા છે.
'વેલકમ ટુ ધ જંગલ' ફિલ્મ રિલીઝ થઈ એને 9 દિવસનો સમય થયો છે. ફિલ્મ કોમેડી હોવાની સાથે નંબર વન ડ્રામા છે અને થોડું એક્શન પણ છે. આ ફિલ્મ હવે સારી એવી કમાણી કરી રહી છે. આ ફિલ્મ 100 કરોડ ક્લબમાં એન્ટ્રી કરી લીધી છે. શનિવારના ક્લેક્શન બાદ રવિવારે રાત સુધીમાં ફિલ્મ સારી એવી કમાણી કરીને ₹100 કરોડનો આંક પાર કરી દેશે.
રવિવાર સુધીનો રિપોર્ટ
આ ફિલ્મ એક અઠવાડિયામાં ₹93.15 કરોડની કમાણી કરી હતી. 'આલ્ફા' ફિલ્મ આવ્યા બાદ થોડી બ્રેક લાગી હતી. ફિલ્મે બીજા દિવસે ₹4.50 કરોડનો વકરો કર્યો હતો. બીજા શનિવારે ફિલ્મે રાત સુધીમાં જ ₹7.35 કરોડનું ક્લેક્શન કરી નાખ્યું હતું. ભારતમાંથી જ નેટક્લેક્શન ₹105 કરોડ સુધી પહોંચી ગયું છે. દેશના જુદા-જુદા મેટ્રો શહેરની સાથે ટુ-ટાયર અને નાના નગરોમાં પણ ફિલ્મ દમદાર ક્લેક્શન કરી રહી છે. એકથી વધારે સ્ટારકાસ્ટનો જમાવડો, એક્શન અને કોમેડી સાથે ફિલ્મ ફૂલી એન્ટરટેઈનમેન્ટ છે.
આ પછી 'આલ્ફા' ફિલ્મનું ક્લેક્શન ધીમે-ધીમે આગળ વધી રહ્યું છે. સ્પાઈ ફિલ્મ ફ્લેવરમાં બજેટ મોટું ફાળવવામાં આવ્યું હતું પણ ક્લેક્શન બાબતે ફિલ્મ થોડી ફિક્કી રહી છે. ઓપનિંગ ડે પર ફિલ્મે 9.25 કરોડનો વકરો કર્યો. એક જ દિવસમાં ટોટલ ક્લેક્શન ₹11.25 કરોડનું થયું હતું. ભારતમાં રવિવાર સુધીના રિપોર્ટ અનુસાર ટોટલ ક્લેક્શન ₹20.50 કરોડ થયું હોવાનું મનાય રહ્યું છે.
આ કારણે સંખ્યા ઘટી
રિલેશનશીપ પર બનેલી ફિલ્મ 'કોકટેલ-2'ની વાત કરીએ તો 15 દિવસના સતત રનિંગ ટાઈમ બાદ ફિલ્મે ત્રણ શુક્રવાર બાદ ₹75 લાખની કમાણી કરી છે. રવિવાર સુધીના રિપોર્ટના આધારે ભારતમાં ટોટલ ક્લેક્શન ₹90.99 કરોડ સુધી પહોંચ્યું છે. એક-એક અઠવાડિયાના અંતરમાં ત્રણ જુદી-જુદી થીમ ધરાવતી ફિલ્મો આવતા બોક્સઓફિસ પર કમાણીનો આંકડો ઝડપથી બદલતો નથી.

બીજી તરફ મલ્ટિપ્લેક્સ ધરાવતા અને ફિલ્મ સાથે જોડાયેલા સૂત્રો એવું પણ કહે છે કે, મુંબઈ જેવા શહેરમાં વરસાદને કારણે પડી રહેલી મુશ્કેલીઓએ પણ અસર ઊભી કરી છે. આ કારણે વીકએન્ડમાં આ વખતે સંખ્યા ઘટી છે. હજુ એક અઠવાડિયા બાદ ટોટલ ક્લેક્શનની રકમ સામે આવતા કઈ ફિલ્મ ખરેખર હિટ ગઈ અને કઈ ફિલ્મ માંડ માંડ પ્રોડક્શન કોસ્ટ ઊભી કરી શકી એનો અંદાજ આવી જશે. સામાન્ય રીતે ઓપનિંગ ડે ક્લેક્શન અને પછી વીકએન્ડ પર ફોકસ કરવામાં આવતું હોય છે.