Tue May 19 2026

Logo

વિરુષ્કાનું વૃંદાવનથી આવ્યા બાદ અલીબાગ તરફ પ્રયાણ...

2026-02-18 20:56:20
Author: Ajay Motiwala
Article Image

મુંબઈઃ ભારતના ક્રિકેટ-બૉલિવૂડનાં સેલિબ્રિટી-કપલ વિરાટ કોહલી (kOHLI) અને અનુષ્કા શર્મા વૃંદાવનમાં પ્રેમાનંદજી મહારાજના આશ્રમની મુલાકાત લીધા પછી હવે મુંબઈ પાછા આવીને અલીબાગ ગયા હોવાનું જાણવા મળ્યું હતું.

વિરાટ અને અનુષ્કા (ANUSHKA) કરોડો ચાહકોમાં વિરુષ્કા તરીકે જાણીતા છે. તેમણે થોડા મહિના પહેલાં અલીબાગમાં આલિશાન વિલા ખરીદ્યો હતો. તેઓ મુંબઈ પાછા આવ્યા બાદ ગેટવે ઑફ ઇન્ડિયા ખાતે જોવા મળ્યા હતા. ત્યાંથી તેઓ બોટમાં બેસીને અલીબાગ (ALIBAUG) ગયા હોવાનું કેટલાક અહેવાલમાં જણાવાયું હતું.

વિરાટ અને અનુષ્કા વર્ષમાં લગભગ એક કે બે વખત પ્રેમાનંદજી મહારાજના આશીર્વાદ લેવા તેમ જ સત્સંગ માટે વૃંદાવનમાં તેમના આશ્રમની મુલાકાત લેતા હોય છે. આ સેલિબ્રિટી દંપતી વર્ષ દરમ્યાન મોટા ભાગે લંડનમાં રહે છે. જોકે અલીબાગમાં પણ ઘણા દિવસો રહેતા હોય છે. તેમણે વૃંદાવનનો પ્રવાસ પુત્રી વામિકા અને પુત્ર અકાય વિના કર્યો હતો.

` રબ ને બના દી જોડી'ની અભિનેત્રી અનુષ્કા ખૂબ સિમ્પલ દેખાતી હતી. જોકે વાઇટ શર્ટ અને ગ્રીન સ્વેટરમાં સ્ટાઇલિશ લૂકથી પણ તેણે ગેટવે ઑફ ઇન્ડિયા પાસે ઊભેલા તેના ચાહકોને પ્રભાવિત કર્યા હતા.