જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ જૂન મહિનો ગ્રહોની હિલચાલ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. આ જ કડીમાં આજે એટલે કે 11મી જૂન, 2026ના રોજ વૈભવ, રોમાન્સ અને ભૌતિક સુખ-સુવિધાઓના દાતા શુક્રદેવ નક્ષત્ર પરિવર્તન કરી રહ્યા છે. શુક્રદેવનો પ્રવેશ શનિના સ્વામીત્વવાળા 'પુષ્ય નક્ષત્ર'માં થઈ રહ્યો છે, જ્યાં તેઓ આગામી 22મી જૂન સુધી એટલે કે 12 દિવસ રહેશે. વૈદિક જ્યોતિષમાં પુષ્યને 'નક્ષત્રોના રાજા'નો દરજ્જો આપવામાં આવ્યો છે, જે જ્ઞાન, પ્રગતિ, સમૃદ્ધિ અને સ્થિરતાનું પ્રતીક છે. શુક્ર અને પુષ્ય નક્ષત્રનો આ સંયોગ ચાર વિશેષ રાશિના જાતકો માટે સુવર્ણ સમય લઈને આવ્યો છે, ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ...
વૃષભઃ
તમારા રાશિ સ્વામી શુક્રનું આ ગોચર તમારા વ્યક્તિત્વને વધુ તેજસ્વી અને આકર્ષક બનાવશે. સમાજમાં લોકો તમારા તરફ આકર્ષિત થશે. તમારી વાણી એટલી પ્રભાવશાળી રહેશે કે તમે બિઝનેસ કે ઓફિસમાં દરેકનું દિલ જીતી શકશો. સંપત્તિ અને આવકમાં વધારો થવાના મજબૂત સંકેતો છે. પ્રોફેશનલ લાઈફમાં મોટી સફળતા મળવાથી આત્મવિશ્વાસ સાતમા આસમાને પહોંચશે.
તુલાઃ
તુલા રાશિના જાતકો માટે આ ૧૨ દિવસ નાણાકીય સ્થિતિમાં મોટો સુધારો લાવશે. લાંબા સમયથી અટકેલા કે ફસાયેલા પૈસા અચાનક પરત મળી શકે છે. કરિયરમાં સકારાત્મક ફેરફારો જોવા મળશે અને નવી ઊંચાઈઓ પ્રાપ્ત થશે. જે લોકો સિંગલ છે, તેમના જીવનમાં કોઈ ખાસ વ્યક્તિની એન્ટ્રી થઈ શકે છે, જેનાથી પ્રેમ જીવન મધુર બનશે.
કર્કઃ
કર્ક રાશિના જાતકો માટે શુક્રનું નક્ષત્ર પરિવર્તન કરિયરના મોરચે કોઈ મોટી સિદ્ધિ અપાવી શકે છે. જો તમે નવી નોકરી શોધી રહ્યા છો અથવા બદલવાનું વિચારી રહ્યા છો, તો તમને મનગમતી અને શ્રેષ્ઠ તકો મળશે. નાણાકીય આયોજનો સો ટકા સફળ થશે. જીવનસાથી સાથે રોમેન્ટિક સમય પસાર થશે. ભૌતિક સુખ-સુવિધાઓ વધશે અને વિદેશ યાત્રાના મજબૂત યોગ છે.
મીનઃ
શુક્રના શુભ પ્રભાવથી મીન રાશિના જાતકોને સમાજમાં મોટું પદ, સન્માન અને પ્રતિષ્ઠા મળશે. તમારા અટકેલા તમામ સરકારી કે ખાનગી કાર્યો પૂરપાટ ઝડપે પૂરા થશે. વ્યાપારીઓ માટે કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથેની મુલાકાત મોટો આર્થિક નફો કરાવી આપશે. આ સમયગાળામાં કરેલું રોકાણ ભવિષ્યમાં મોટો ફાયદો આપશે અને પરિવારમાં સુખ-શાંતિનો માહોલ રહેશે.