Wed Aug 19 2026

Logo

ભારતના સ્વતંત્રતા દિવસ પર દુનિયાભરમાંથી આવી શુભેચ્છાઓ, જાણો કયા દેશે શું કહ્યું?

2026-08-15 17:59:06
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ ભારત આજે 80 મો સ્વતંત્રતા દિવસ મનાવી રહ્યો છે. આ પ્રસંગે દુનિયાના મોટા દેશ ભારતને આઝાદીની શુભકામનાઓ પાઠવી રહ્યા છે. ઈઝરાયલ, અમેરિકા, રશિયા તથા સિંગાપોર જેવા દેશે પણ ભારતને શુભકામનાઓ પાઠવી છે. દેશમાં આઝાદીના પર્વનું સેલિબ્રેશન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન તથા ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમ્યુનેલ મેક્રો સહિત અનેક દેશે શુભેચ્છા આપતા મેસેજ આપ્યા છે. વડા પ્રધાન મોદીએ પણ શુભેચ્છા આપનારા દરેક દેશના વડાને વ્યક્તિગત રીતે આભાર વ્યક્ત કર્યો છે. 

રશિયાએ આપી શુભેચ્છાઓ
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારતના સ્વતંત્રતા દિવસ પર વડા પ્રધાન મોદીને શુભેચ્છાઓ પાઠવી છે. શુભેચ્છા આપતા તેમણે કહ્યું હતું કે, અમે આપણા મિત્ર દેશના લોકોના ફાયદા તથા આંતરરાષ્ટ્રીય સુરક્ષા-સ્થિરતામાં વધારો કરવા માટે રશિયા-ભારતની ભાગીદારી મજબૂત થાય એ દિશામાં કામ કરીશું. આ દોસ્તીને વધુ મજબૂતાઈ આપવાનું કામ ચાલું રહેશે.

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને કહ્યું,ભારતના લોકોને તમારા 80મા સ્વતંત્રતા દિવસ પર અભિનંદન! ભારતમાં ચીનના રાજદૂત ઝુ ફેઇહોંગે ​​કહ્યું, "ભારતને તેની સ્વતંત્રતાની 80મી વર્ષગાંઠ પર હૃદયપૂર્વક અભિનંદન. નેપાળે પોતાના સંદેશમાં કહ્યું,ભારતના 80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે, હું વડા પ્રધાન નરેન્દ્ર મોદી, તેમજ ભારતના મૈત્રીપૂર્ણ લોકો અને સરકારને હૃદયપૂર્વક અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું. આવનારા વર્ષોમાં નેપાળ અને ભારત વચ્ચેના ઊંડા ઐતિહાસિક સંબંધો, લોકો-થી-લોકોના ગાઢ સંબંધો અને સહયોગ વધુ મજબૂત બને તેવી શુભેચ્છા.

ભૂટાનના વડા પ્રધાને આપ્યો મેસેજ
ભારતને સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવતા માલદીવના રાષ્ટ્રપતિ ડૉ. મોહમ્મદ મુઇઝુએ કહ્યું, હું મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, મહામહિમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભારત સરકાર અને ભારતના મૈત્રીપૂર્ણ લોકોને તેમના 80મા સ્વતંત્રતા દિવસના આનંદદાયક પ્રસંગે હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. ભૂટાનના પ્રધાનમંત્રી શેરિંગ ટોબગેએ શુભેચ્છાઓ પાઠવતા કહ્યું, મારા મોટા ભાઈ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભારતના લોકોને 80મા સ્વતંત્રતા દિવસ પર હાર્દિક શુભેચ્છાઓ.


આપણા બંને રાષ્ટ્રો વચ્ચેની મિત્રતા અને પરસ્પર સંબંધો વધુ મજબૂત બને. સિંગાપોરના રાષ્ટ્રપતિ થરમન શનમુગરત્નમે ભારતના 80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે તમામ સિંગાપોરના લોકો વતી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને શુભેચ્છાઓ પાઠવી. ભારતમાં ઇઝરાયલના રાજદૂત, નાઓર ગિલોને, X પર એક પોસ્ટ દ્વારા ભારતને સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી.આ સાથે ટિપ્પણી કરી, આજે આપણે ભારતના સ્વતંત્રતા દિવસની ઉજવણી કરીએ છીએ. ભારત અને ઇઝરાયલ કદમાં ભિન્ન હોવા છતાં આપણે એક સામાન્ય પ્રાચીન વારસો શેર કરીએ છીએ. અમને ઇઝરાયલ અને ભારત વચ્ચેની મિત્રતા પર ગર્વ છે અને આપણી ભાગીદારીને મજબૂત બનાવતા રહીશું.

રશિયના રાજદૂતે કહ્યું જયહિંદ
ભારતમાં રશિયાના રાજદૂત, ડેનિસ અલીપોવે, X પર હિન્દીમાં લખેલી પોસ્ટમાં ભારતને શુભેચ્છાઓ પાઠવી. તેમણે લખ્યું, પ્રિય મિત્રો, સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ. ભારતે જે વિકાસ માર્ગ નક્કી કર્યો છે તેનું અવલોકન કરીને, તેમાં કોઈ શંકા નથી કે તમારા બધા સપના સાકાર થશે. જેમ જેમ તમે પ્રગતિના માર્ગ પર આગળ વધો છો, તેમ ખાતરી રાખો કે રશિયાનો ટેકો આજે પણ એક સદી પહેલા જેટલો જ અડગ રહેશે અને ભવિષ્યમાં પણ તેટલો જ રહેશે. જય હિંદ. રશિયા અને ભારત વચ્ચેની મિત્રતા અમર રહે.