પટના: દિલ્હીમાં આયોજિત એઆઇ સમિટમાં સામેલ થવા આવેલા યુકેના એઆઇ મંત્રી કનિષ્ક નારાયણ મૂળ બિહારના છે. જેના પગલે તેવો તેમના વતન બિહારના મુઝફ્ફરપુર પહોંચ્યા હતા. ત્યાંથી તેવો આજે પટના પહોંચ્યા હતા. જ્યાં તેમણે જનતા દળના કાર્યકારી અધ્યક્ષ અને સાંસદ સંજય ઝા સાથે મુલાકાત કરી હતી. તેની બાદ યુકેના એઆઇ મંત્રી કનિષ્ક નારાયણે પટનામાં મીડિયા સાથે વાતચીત કરી હતી. તેમજ કહ્યું હતું કે આજે મને અહિયાં આવીને ખુબ ખુશી થઈ છે. કારણ કે મારો જન્મ અહિયાં થયો હતો અને 20 વર્ષ પછી હું પરત આવ્યો છું. તમે અહિયાં વિકાસ જોઈ શકો છો. અમે યુકેમાં AI ક્ષેત્રમાં આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમજ હું બિહાર આવીને ખરેખર ખુશ થયો છું.
માતા-પિતા સાથે ઇંગ્લેન્ડના વેલ્સમાં સ્થાયી થયા
યુકેના AI મિનિસ્ટર કનિષ્ક નારાયણ 12 વર્ષના હતા. ત્યારે તેમના માતા-પિતા સાથે ઇંગ્લેન્ડના વેલ્સમાં સ્થાયી થયા છે. ત્યારે વીસ વર્ષ બાદ કનિષ્ક ઇંગ્લેન્ડના એઆઈ મિનિસ્ટર તરીકે ભારત પાછા ફર્યા છે. દિલ્હી એરપોર્ટ પર ઉતરતાની સાથે જ તેમને મુઝફ્ફરપુર ની યાદ આવવા લાગી હતી. તેમણે તેમના વ્યસ્ત શિડયુલમાંથી સમય કાઢીને મુઝફ્ફરપુરમાં તેમના સગાસબંધીઓને મળવા પહોંચ્યા હતા.તેમને હજુ પણ મુઝફ્ફરપુરના લીચી અને કેરીનો સ્વાદ યાદ છે. મુઝફ્ફરપુરમાં તેમના પરિવારની મુલાકાત બાદ તેમણે એસકેજે લો કોલેજના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો.
જેડીયુ સાંસદ સંજય કુમાર ઝાએ પટનાના નિવાસસ્થાને તેમનું સ્વાગત કર્યું
આ ઉપરાંત યુકેના એઆઈ મિનિસ્ટર કનિષ્ક નારાયણનું જેડીયુ સાંસદ સંજય કુમાર ઝાએ પટનાના નિવાસસ્થાને તેમનું સ્વાગત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આજે બિહાર ટેકનોલોજી સાથે સ્પર્ધા કરી રહ્યું છે. અમે દેશ અને દુનિયાના દરેક ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરી રહ્યા છીએ. બિહારમાં હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. બિહારમાં AI ટેકનોલોજીનો ઉપયોગ આરોગ્ય, કૃષિ અને સેવાઓમાં થઈ શકે છે. બિહાર એક કૃષિપ્રધાન રાજ્ય છે. તેમજ મારું માનવું છે કે ભવિષ્યમાં, બિહાર અન્ય રાજ્યની સરખામણીએ અગ્રીમ હરોળમાં હશે.