Tue Sep 29 2026

Logo

ઉજ્જૈનમાં શાહી મસ્જિદના હિસ્સાને સમુદાય દ્વારા દૂર કરવાની તજવીજ, સ્થિતી નિયંત્રણમાં

2026-09-28 19:06:36
Author: Chandrakant Kanoja
ઉજ્જૈનમાં શાહી મસ્જિદના હિસ્સાને સમુદાય દ્વારા દૂર કરવાની તજવીજ, સ્થિતી નિયંત્રણમાં

ઉજ્જૈન: મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં શાહી મસ્જિદના હિસ્સાને દૂર કરવા અંગે ઈન્દોર હાઇકોર્ટે મંજૂરી આપી છે. જેની બાદ આ સ્થળ પરથી દબાણ દૂર કરવા દરમિયાન ટોળાંએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. જોકે, તેની બાદ પોલીસે સમગ્ર સ્થિતી પર નિયંત્રણ મેળવ્યું છે. તેમજ તેની બાદ કલેકટરે જણાવ્યું હતું કે મસ્જિદના હિસ્સાને સમુદાય દ્વારા દૂર કરવામાં આવી રહ્યો છે. 

ધાર્મિક સમુદાયોના લોકોનો સ્વેચ્છાએ સહયોગ 

ઉજ્જૈનના કલેક્ટર રોશન સિંહે જણાવ્યું હતું કે વર્ષ  2028માં યોજાનારા સિંહસ્થ કુંભની તૈયારીના ભાગરૂપે ઉજ્જૈનમાં રસ્તા પહોળા કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ  શ્રદ્ધાળુઓની સુવિધા માટે બાંધકામની કામગીરી ચાલી રહી છે અને માસ્ટર પ્લાન મુજબ રસ્તાઓ પહોળા કરવામાં આવી રહ્યા છે. આ પ્રક્રિયાની એક સકારાત્મક બાબત એ છે કે તમામ ધાર્મિક સમુદાયોના લોકો સ્વેચ્છાએ સહયોગ આપી રહ્યા છે.

શાહી મસ્જિદનો અમુક હિસ્સો સ્વેચ્છાએ દૂર કરાઇ રહ્યો છે 

તેમજ  પ્રોજેક્ટના માર્ગમાં આવતા મકાનો કે ધાર્મિક માળખાઓને તેઓ પોતે જ હટાવી રહ્યા છે. આ પહેલના ભાગરૂપે, આજે સમુદાય દ્વારા છત્રી ચોક સ્થિત 'શાહી મસ્જિદ'નો અમુક હિસ્સો સ્વેચ્છાએ દૂર કરવામાં આવી રહ્યો છે. હું સૌને અપીલ કરું છું કે કોઈપણ અફવાઓ પર ધ્યાન ન આપે અને શાંતિ તથા વ્યવસ્થા જાળવી રાખે.

અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ 

આ ઉપરાંત ઉજ્જૈનના શહેર કાઝી ખલી કુરે રહેમાને જણાવ્યું હતું કે મસ્જિદ અંગેનો મામલો રાત્રે જ પરસ્પર સમજૂતી દ્વારા ઉકેલી લેવામાં આવ્યો છે. તેમજ સૌને અનુરોધ કરવામાં આવે છે કે તેઓ કોઈપણ અફવાઓ પર ધ્યાન ન આપે અને સ્થળની મુલાકાત લેવા માટે ઘરની બહાર નીકળવાનું ટાળે.

ઉલ્લેખનીય છે કે, આજે ઉજ્જૈનમાં શાહી મસ્જિદના હિસ્સાને યથાવત રાખવાના પ્રયાસને આંચકો લાગ્યો હતો. જેમાં ઈન્દોર હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે ઉજ્જૈન શાહી મસ્જિદ સમિતિ દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલ ફગાવી દીધી છે. 

આદેશ વિરુદ્ધ હાઇકોર્ટેમાં અરજી કરી હતી

આ અંગે  ઉજ્જૈનમાં શાહી મસ્જિદના હિસ્સાને રોડ પહોળા કરવાના ભાગરૂપે તોડી પાડવા માટે વહીવટીતંત્રએ નોટિસ ફટકારી હતી. જેની બાદ ઉજ્જૈન શાહી મસ્જિદ સમિતિ આ આદેશ વિરુદ્ધ હાઇકોર્ટેમાં અરજી કરી હતી. જોકે, કોર્ટે  મસ્જિદનો અમુક હિસ્સો તોડી પાડવાની મંજૂરી આપતા આદેશ પર રોક લગાવવાનો પણ ઇનકાર કર્યો હતો.