Mon Oct 05 2026

Logo

આ જાણીતી બોલીવૂડ એક્ટ્રેસની બહેને મહિલા-યુવતીઓને સેલ્ફ ડિફેન્સ માટે આપી પિસ્ટલ રાખવાની સલાહ... વીડિયો થયો વાઈરલ...

2026-09-29 18:08:00
Author: Darshana Visaria
આ જાણીતી બોલીવૂડ એક્ટ્રેસની બહેને મહિલા-યુવતીઓને સેલ્ફ ડિફેન્સ માટે આપી પિસ્ટલ રાખવાની સલાહ... વીડિયો થયો વાઈરલ...

બોલીવૂડની ગ્લેમરસ એક્ટ્રેસ દિશા પટણી  અને તેની મોટી બહેન ખુશબૂ પટણી હાલમાં સોશિયલ મીડિયા પર અચાનક ભારે ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે. જોકે, બે કારણ છે એમાં પહેલું કારણ એટલે બંને બહેનોના જન્મ તારીખ વચ્ચે રહેલો છ મહિનાનો સમયગાળો અને બીજું કારણ એટલે ખુશ્બુએ મહિલાઓએ સેલ્ફ ડિફેન્સ માટે પિસ્ટલ રાખવાની વાત કરી છે. ચાલો જોઈએ શું છે આખી સ્ટોરી... 

દિશા પટણી અને ખુશ્બૂ પટણીના ડેટ ઓફ બર્થને લઈને સોશિયલ મીડિયા પર ચાલી રહેલાં તર્ક વિતર્ક પહેલાં વાત કરીએ ખુશ્બૂએ મહિલાઓને સેલ્ફ ડિફેન્સ માટે પિસ્ટોલ રાખવાની વાત કરી છે એની. રવિવારે ડોટર્સ ડે પર ખુશ્બૂએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને એર પિસ્ટલના ઉપયોગ વિશે વાત કરી હતી. એટલું જ નહીં ખુશ્બૂએ આ પિસ્ટલ રાખવા માટે લાઈસન્સની જરૂર નથી હોતીથી લઈને તે કઈ રીતે કામ કરે છે એની માહિતી આપી હતી. 

ખુશ્બૂ વીડિયોમાં એવું પણ જણાવ્યું હતું કે એર પિસ્ટલથી ગોળી ચલાવવા માટે બારૂદ કે નોર્મલ કારતુસની જરૂર નથી હોતી, પરંતુ સીઓટુનો ઉપયોગ થાય છે. એટલું જ નહીં તેણે યુવતીઓને નજીકની શૂટિંગ રેન્જમાં જઈને ટ્રેઈનિંગ લેવાની અપીલ પણ કરી છે. વીડિયોમાં 34 વર્ષીય ખુશ્બૂ એવું પણ કહે છે કે તમે એને ખરીદી શકો છો અને પોતાની પાસે રાખીને સેલ્ફ ડિફેન્સ કરી શકો છો. કોઈ પર પણ નિર્ભર રહેવાની જરૂર નથી નહીં તો ભારતમાં જે થઈ રહ્યું છે એ ક્યારેય ખતમ નહીં થાય. 

સોશિયલ મીડિયા પર ખુશ્બૂનો આ વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે અને નેટિઝન્સ તેના પર અલગ અલગ પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. આ વીડિયો પોસ્ટ કર્યા બાદ ખુશ્બૂએ કહ્યું હતું કે આ વીડિયો પોસ્ટ કરવાનો હેતુ માત્ર મહિલાઓના સેલ્ફ ડિફેન્સ અને તેમને આ પિસ્ટલની જાણકારી આપવા માટેનો જ છે. 

ઓનલાઇન પ્રોફાઇલ મુજબ, દિશા પટણીનો જન્મ 13મી જૂન, 1992ના રોજ થયો છે, જ્યારે તેની બહેન ખુશબૂ પાટનીનો જન્મ 23મી નવેમ્બર 1991ના રોજ રજિસ્ટર થયો છે. આ બંને તારીખોની ગણતરી કરીએ તો બંનેના જન્મ વચ્ચે માંડ 203 દિવસ એટલે કે લગભગ 6 મહિનાનો સમયગાળો છે. બે સગા ભાઈ-બહેન વચ્ચે સામાન્ય રીતે ઓછામાં ઓછો નવથી દસ મહિનાનો સમયગાળો અનિવાર્ય માનવામાં આવે છે, ત્યારે માત્ર આ બંને બહેન વચ્ચે રહેલાં 6 મહિનાના અંતરે લોકોને વિચારતા કરી મૂક્યા છે કે આ બાયોલોજિકલી કેવી રીતે સંભવ હોઈ શકે? 

ઘણા યુઝર્સ એવો દાવો કરી રહ્યા છે કે આ માત્ર સ્કૂલ કે સરકારી દસ્તાવેજોમાં નોંધાયેલી 'ઓફિશિયલ' જન્મતારીખ હોઈ શકે છે. પહેલાંના સમયમાં સ્કૂલમાં એડમિશન મેળવવા કે અન્ય કારણોસર દસ્તાવેજોમાં ખોટી જન્મતારીખ લખાવવી સામાન્ય બાબત હતી. કેટલાક લોકોએ તર્ક લગાવ્યો કે કદાચ બીજી ડિલિવરી સાતમા મહિને (પ્રી-મેચ્યોર) થઈ હોય તેવું પણ બની શકે. 

વાત કરીએ કોણ છે ખુશ્બૂ પટણી એની તો બોલીવૂડની લાઈમલાઈટથી દૂર રહીને ખુશબૂ પટણીએ દેશસેવાનો માર્ગ પસંદ કર્યો હતો. બરેલીમાં જન્મેલી ખુશબૂએ ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ પૂર્ણ કર્યા બાદ કોર્પોરેટ જોબ છોડીને ઈન્ડિયન આર્મી જોઈન કરી હતી અને એક દાયકાથી વધુ સમય સુધી આર્મીમાં મેજર/ઓફિસર તરીકે સેવા આપી છે. 

આર્મીમાંથી નિવૃત્ત થયા બાદ ખુશબૂ પોતાની બહેન દિશાની જેમ જ ફિટનેસ ફ્રીક તરીકે સોશિયલ મીડિયા પર સક્રિય રહે છે અને લાખો લોકોને પ્રેરણા આપે છે. જોકે, હજી સુધી પટણી સિસ્ટર્સ તરફથી આ ઉંમરના તફાવતને લઈને કોઈ સ્પષ્ટતા કે ઓફિશિયલ પ્રતિક્રિયા સામે આવી નથી, પરંતુ ઇન્ટરનેટ પર આ મુદ્દો જોરદાર વાઈરલ થઈ રહ્યો છે.