Mon Oct 05 2026

Logo

સુપ્રીમે રાજસ્થાન ક્રિકેટ અસોસિયેશનની ચૂંટણી થવા દીધી, પણ...

2026-09-29 21:33:45
Author: Ajay Motiwala
સુપ્રીમે રાજસ્થાન ક્રિકેટ અસોસિયેશનની ચૂંટણી થવા દીધી, પણ...

નવી દિલ્હીઃ સર્વોચ્ચ અદાલતે રાજસ્થાન ક્રિકેટ અસોસિયેશનની મંગળવાર, 29મી સપ્ટેમ્બરની ચૂંટણી સામે સ્ટે (Stay) મૂકવાની માગણી ફગાવી દીધી હતી, પરંતુ આ ચૂંટણી (Election)ના પરિણામો જાહેર ન કરવામાં આવે એવો આદેશ પણ આપ્યો હતો.

આ આદેશ ચીફ જસ્ટિસ સૂર્ય કાન્ત અને ન્યાયાધીશો જૉયમાલ્યા બાગચી તથા વી. મોહનનો સમાવેશ ધરાવતી બેન્ચે આપ્યો હતો. તેમણે જે અપીલ પર આદેશ આપ્યો હતો એ એક ભૂતપૂર્વ મહિલા ક્રિકેટરે કરી હતી.

મહિલા ક્રિકેટરે અપીલમાં જણાવ્યું હતું કે આ ચૂંટણીમાં ન તો એકેય મહિલા મતદાતા છે અને ન કોઈ મહિલા ઉમેદવાર છે. આવું કહીને આ મહિલા પ્લેયરે ચૂંટણી સામે સ્ટે મૂકવાની માગણી કરી હતી.

અગાઉ સુપ્રીમ કોર્ટને જણાવાયું હતું કે ચૂંટણી સવારે 11.30 વાગ્યે શરૂ થશે અને એના પરિણામો દિવસના પાછળના ભાગમાં જાહેર કરવામાં આવશે. જોકે અદાલતના આદેશને પગલે પરિણામ જાહેર નથી કરવામાં આવ્યા.