Wed Jul 29 2026

Logo

ભાજપ શાસિત રાજ્યના પોલીસ વડાએ કેમ કર્યો આપઘાત? જાણો વિગત

2026-07-20 14:16:00
Author: Mayur Patel
Article Image

અગરતલાઃ ભાજપ શાસિત રાજ્ય ત્રિપુરાના પોલીસ વડા અનુરાગ ધનખડ આજે સ્ટેટ પોલીસ હેડક્વાર્ટરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેમણે સર્વિસ રિવોલ્વરથી ખુદને ગોળી મારી આપઘાત કર્યો હતો. ઘટના બાદ તેમને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસ વડાના આપઘાતના સમાચાર મળતાં જ હડકંપ મચી ગયો હતો. 

ત્રિપુરાના ડીજીપી અનુરાગ ધનખડ ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાના રહેવાસી હતી. તેઓ 1994 બેચના આઈપીએસ અધિકારી હતા. તેમણે 2025માં ત્રિપુરાના ડીજીપીનો ચાર્જ સંભાળ્યો હતો. અનુરાગ ધનખડે આવું પગલું કેમ ભર્યું તેની હાલ તપાસ ચાલી રહી છે.

 

પોલીસ વડાના આપઘાતને લઈ રાજ્યના વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. મામલાની ગંભીરતાને જોતા ત્રિપુરાના મુખ્ય પ્રધાન પણ પોલીસ હેડક્વાર્ટર પહોંચ્યા હતા. મુખ્ય સચિવ જે.કે. સિન્હા સહિત ગૃહ વિભાગના ઘણા વરિષ્ઠ અધિકારીઓ અને મોટી સંખ્યામાં પોલીસ કાફલો જીબી હોસ્પિટલ પહોંચ્યો હતો.