Sat May 30 2026

Logo

આજનું રાશિફળ (30-05-26): સરકારી કામોમાં સફળતા અને કોર્ટ કેસમાં વિજય! શનિવારે સિંહ અને મકર રાશિના જાતકોની લોટરી લાગશે...

2026-05-30 00:00:40
Author: Darshana Visaria
Article Image

મેષઃ

મેષ રાશિના જાતકો માટે આ અદ્ભુત દિવસ સાબિત થશે. ભાસ્કર યોગના કારણે તમારા અટકેલા કાર્યો પૂરા થશે અને સમાજમાં તમારું માન-સન્માન વધશે. કાર્યક્ષેત્રે તમારી નિર્ણય લેવાની ક્ષમતાની પ્રશંસા થશે, પરંતુ ઉતાવળમાં કોઈ મોટો નિર્ણય લેવો નહીં. પરિવારમાં કોઈ ધાર્મિક પ્રસંગનું આયોજન થઈ શકે છે અને જીવનસાથી સાથે મધુરતા રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી પડશે. કુંવારા લોકોના જીવનમાં આજે કોઈ ખાસ વ્યક્તિની એન્ટ્રી થઈ શકે છે. વૈવાહિક જીવનમાં આજે ખુશહાલીનું આગમન થશે. માતા-પિતાના આશિર્વાદથી આજે તમારા લાંબા સમયથી અટકી પડેલાં કામ પૂરા થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. 

વૃષભઃ

વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક દ્રષ્ટિએ મિશ્ર ફળદાયી રહેશે. વ્યવસાયમાં નવી ભાગીદારીથી લાભ થવાના યોગ છે, પરંતુ લેવડદેવડમાં સાવધાની રાખવી. પરિવારના સભ્યો સાથે કોઈ વાતને લઈને વૈચારિક મતભેદ થઈ શકે છે, તેથી વાણી પર સંયમ રાખવો જરૂરી છે. ઓફિસમાં વિરોધીઓ તમારી વિરુદ્ધ કાવતરું ઘડી શકે છે, પણ તમારી બુદ્ધિથી તમે વિજય મેળવશો. સાંજનો સમય મિત્રો સાથે આનંદમાં પસાર થશે. સંતાનને કોઈ જવાબદારી સોંપી હશે તો આજે તે સરળતાથી એ જવાબદારી પૂરી કરશે. મિત્રો અને પરિવારના સભ્યો સાથે આજે તમે બહાર જવાની યોજના બનાવશો. 

મિથુનઃ

મિથુન રાશિમાં ત્રણ ગ્રહોની યુતિ હોવાથી આજનો દિવસ તમારા માટે અત્યંત ઉર્જાવાન રહેશે. લાંબા સમયથી ચાલી આવતી કોઈ મોટી ચિંતા દૂર થશે અને માનસિક શાંતિ મળશે. વેપારના ક્ષેત્રમાં બમ્પર મુનાફો થવાના સંકેત છે અને નવી નોકરીની શોધ કરી રહેલા લોકોને સારા સમાચાર મળી શકે છે. લવ લાઈફ રોમેન્ટિક રહેશે અને જૂની ગેરસમજણો દૂર થશે. સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન રાખવી અને પૂરતી ઊંઘ લેવી. દૂર રહેતાં કોઈ સંબંધી પાસેથી આજે તમને મહત્ત્વની માહિતી મળી શકે છે. વિદેશથી વેપાર કરી રહેલાં જાતકોને આજે નફો થઈ રહ્યો છે. પત્ની સાથે શોપિંગ પર જવાનું પ્લાનિંગ કરશો, પણ તમારે બજેટનું ખાસ ધ્યાન રાખવું પડશે. 

કર્કઃ

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ ખર્ચાળ સાબિત થઈ શકે છે. બિનજરૂરી વસ્તુઓ પાછળ ધન ખર્ચ થવાથી તમારું બજેટ ખોરવાઈ શકે છે, તેથી આર્થિક આયોજન મજબૂત રાખવું. કાર્યસ્થળ પર સિનિયર્સ અને મેનેજમેન્ટ તરફથી તમને પૂરો સપોર્ટ મળશે, જેનાથી તમારી સ્થિતિ મજબૂત થશે. વિદેશ જવા ઈચ્છતા લોકો માટે પ્રગતિના દ્વાર ખુલશે. કોઈ પણ કામને આવતીકાલ પર ટાળવાનું ટાળો. પેટ સંબંધિત તકલીફોથી સાવધ રહેવું. કર્ક રાશિના જાતકોએ આજે જીવનસાથી સાથે કોઈ મુદ્દે જો વિવાદ ચાલી રહ્યો હશે તો આજે વાતચીતના માધ્યમથી તેનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવો પડશે. 

સિંહઃ

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ મુશ્કેલીઓમાંથી બહાર આવવાનો છે. અટકેલા નાણાં પરત મળવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. વ્યવસાયમાં નવી ગતિ આવશે, પરંતુ અહંકાર અને ગુસ્સા પર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે, નહીંતર બનેલા કામ બગડી શકે છે. અચાનક નાની યાત્રાના યોગ બની રહ્યા છે જે ફાયદાકારક રહેશે. પ્રેમ સંબંધોમાં નિકટતા આવશે અને પરિવાર સાથે સારો સમય વિતાવી શકશો. વિદ્યાર્થીઓને માનસિક બોજમાંથી મુક્તિ મળી રહી છે. આજે સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો. જીવનસાથી તમારા માટે આજે કોઈ સરપ્રાઈઝ પાર્ટીનું પ્લાન કરશે. કોર્ટ-કચેરીના કેસમાં આજે ચૂકાદો તમારી તરફેણમાં આવશે, 

કન્યાઃ

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રગતિશીલ રહેશે. નોકરીયાત વર્ગને ઓફિસમાં કોઈ નવી અને મોટી જવાબદારી મળી શકે છે, જે ભવિષ્યમાં પ્રમોશનનો માર્ગ ખોલશે. વ્યવસાય કરતા લોકોને મોટો ઓર્ડર મળવાની સંભાવના છે. મેરિડ લાઈફમાં ખુશહાલી રહેશે અને સાંજનો સમય જીવનસાથી સાથે કોઈ બહાર ફરવાનો પ્લાન બની શકે છે. વિદ્યાર્થીઓ માટે શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવવાનો ઉત્તમ સમય છે. આજે બિઝનેસ કરી રહેલાં જાતકોને ખૂબ જ લાભ થઈ રહ્યો છે અને એક પછી એક નફાની તક મળતાં તમારી ખુશીનો પાર નહીં રહે. ભાઈ-બહેન સાથેના સંબંધોમાં આજે મજબૂતી આવી રહી છે. 

તુલાઃ

તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો સંભાળીને ચાલવાનો રહેશે. ભૂતકાળની જૂની વાતો અથવા નકારાત્મક વિચારો તમારા મન પર હાવી થઈ શકે છે, જેનાથી તણાવ વધશે. પ્રોપર્ટી કે જમીન સંબંધિત બાબતોમાં વિવાદથી દૂર રહેવું અને કાગળિયા બરાબર તપાસી લેવા. ઓફિસમાં તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો અને કોઈપણ પ્રકારની રાજનીતિથી દૂર રહો. આધ્યાત્મિકતા અને મેડિટેશન તરફ રુચિ વધારવાથી મન શાંત થશે. સંતાન આજે તમારી પાસે કોઈ વસ્તુની માગણી કરી શકે છે અને તમે એની એ માગણી પૂરી પણ કરશો. કુંવારા લોકોના જીવનમાં આજે કોઈ ખાસ વ્યક્તિની એન્ટ્રી થઈ શકે છે. 

વૃશ્ચિકઃ

વૃશ્ચિક રાશિ જાતકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ સારો રહેશે. આજે ચંદ્રનું થઈ રહેલું ગોચર તમારી જ રાશિમાં થઈ રહ્યું હોવાથી લાગણીઓ પર કાબૂ રાખવો પડશે. તમે જરૂર કરતાં વધુ સંવેદનશીલ બની શકો છો, જેથી સંબંધોમાં તીખા બોલ બોલવાથી બચવું. વ્યવસાયિક મોરચે ટીમવર્ક અને સહકારથી કામ કરવાથી મોટો ફાયદો થશે. નાણાકીય રોકાણ માટે દિવસ અનુકૂળ છે, સારો નફો મળી શકે છે. ભાઈ-બહેનો સાથેના સંબંધો મજબૂત બનશે અને સાંજે કોઈ સારા સમાચાર મળી શકે છે. માતા-પિતાના આશિર્વાદથી આજે તમારા અટકી પડેલાં કામ પૂરા થઈ રહ્યા છે. 

ધનઃ

ધન રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ મજબૂત રહેશે. આવકના નવા સ્ત્રોત ઉભા થવાથી આર્થિક તંગી દૂર થશે અને જૂનું દેવું ચૂકવવામાં સફળતા મળશે. પરિવારમાં સુખ-શાંતિનો માહોલ રહેશે અને વડીલોના આશીર્વાદ પ્રાપ્ત થશે. જોકે, ઓફિસ કે બિઝનેસમાં કોઈ મહત્વના નિર્ણયો લેતી વખતે ઉતાવળ ન કરવી, કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લેવી હિતાવહ રહેશે. સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહેવું. જીવનસાથી આજે તમારા માટે કોઈ સરપ્રાઈઝ પાર્ટીનું પ્લાનિંગ કરશે. લાંબા સમય બાદ આજે કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે અને તમે મોજ-મસ્તીમાં સમય પસાર કરશો. 

મકરઃ

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગદોડ ભરેલો પરંતુ ફળદાયી રહેશે. કાર્યસ્થળ પર વધુ મહેનત કરવી પડશે, પરંતુ તેનાથી તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે. સરકારી કાર્યો કે કોર્ટ-કચેરીના મામલાઓમાં તમારા પક્ષમાં નિર્ણય આવી શકે છે. મિત્રો તરફથી પૂરતો સહયોગ મળશે, જેનાથી મન પ્રસન્ન રહેશે. જીવનસાથી સાથે ભવિષ્યની યોજનાઓ પર ચર્ચા થઈ શકે છે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે, પણ આંખોની સંભાળ રાખવી. સંતાનની સંગત પર તમારે આજે ખૂબ જ ધ્યાન આપવું પડશે, નહીં તો તે કોઈ ખોટી સંગતમાં ફસાઈ શકે છે. હરવા ફરવા દરમિયાન તમને તોઈ મહત્ત્વની માહિતી મળશે. 

કુંભઃ

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ વરદાન સમાન સાબિત થઈ શકે છે. વ્યાપારમાં મોટો આર્થિક નફો થવાના પ્રબળ યોગ છે, જે તમારી નાણાકીય સ્થિતિને બૂસ્ટ કરશે. જો તમે કોઈ નવું સ્ટાર્ટઅપ અથવા ઇન્વેસ્ટમેન્ટ કરવાનું વિચારી રહ્યા છો, તો આજનો દિવસ સર્વોત્તમ છે. લાંબા સમયથી ચાલી આવતી કન્ફ્યુઝનનો અંત આવશે અને યોગ્ય દિશા મળશે. પરિવારમાં વડીલોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. કુંવારા લોકોના જીવનમાં આજે કોઈ ખાસ વ્યક્તિનું એન્ટ્રી થઈ શકે છે અને વાત લગ્ન સુધી પહોંચી શકે છે. ઘરમાં મહેમાનોની અવરજવર રહેશે અને તમે એમની આગતા સ્વાગતામાં વ્યસ્ત રહેશો. 

મીનઃ

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર પરિણામો આપનારો રહેશે. દિવસની શરૂઆતમાં કામનો બોજ વધુ રહેશે, પરંતુ બપોર પછી સ્થિતિ તમારા નિયંત્રણમાં આવશે. અચાનક ધન લાભ થવાના યોગ છે, પરંતુ શેરબજાર કે લોટરીથી દૂર રહેવું. નજીકના સંબંધીઓ સાથે કોઈ જૂની વાતને લઈને વિવાદ થઈ શકે છે, તેથી મન શાંત રાખવું. વિદ્યાર્થીઓને મહેનત પ્રમાણે પરિણામ મળશે. સ્વાસ્થ્ય બાબતે ઘૂંટણ કે સાંધાના દુખાવાથી સાવધ રહેવું. ઘર-પરિવારમાં આજે હસી-ખુશીનો માહોલ જોવા મળશે. જીવનસાથી તમારા માટે કોઈ સરપ્રાઈઝ પાર્ટી પ્લાન કરશે.

વધુ જુઓ...