Fri Jun 26 2026

Logo

આજનું રાશિફળ (26-06-26): કર્ક અને મકર રાશિને મળશે એક પછી એક જોરદાર ગુડ ન્યૂઝ, જાણો તમારી રાશિ માટે કેવો રહેશે શુક્રવાર?

2026-06-26 00:07:55
Author: Darshana Visaria
Article Image

મેષઃ
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ઊર્જાથી ભરપૂર રહેશે. ઉત્સાહથી ભરપૂર હોવાને કારણે આજે તમે એક પછી  સાબિત થશે. નોકરી કરી રહેલાં જાતકો માટે કામના સ્થળે આજે લાંબા સમયથી અટકેલા કામો મિત્રો કે સહકર્મીઓની મદદથી પૂરા થઈ શકે છે, જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે. વેપાર સાથે જોડાયેલા જાતકોને ધનલાભની નવી તકો મળશે. પારિવારિક જીવન સુખમય રહેશે અને જીવનસાથી સાથે સારો સમય વિતાવી શકશો. સ્વાસ્થ્ય બાબતે સાવચેત રહેવું, ખાસ કરીને આંખ અથવા માથાના દુખાવાની સમસ્યા પરેશાન કરી શકે છે. કોઈ નવું રોકાણ કરતાં પહેલાં વડીલોની સલાહ લેવી હિતાવહ રહેશે. ખાણી-પીણીનું ખાસ ધ્યાન રાખો. 

વૃષભઃ
આ રાશિના નોકરી કરી રહેલાં જાતકો માટે આજનો દિવસ ખૂબ જ લાભદાયી રહેવાનો છે. માનસિક શાંતિ અને સંતોષ આપનારો આ આજનો દિવસ રહેશે. આર્થિક મોરચે મોટો ફાયદો થવાની સંભાવના છે, ખાસ કરીને પ્રોપર્ટી કે શૅરબજાર સાથે જોડાયેલા લોકોને સારા સમાચાર મળી શકે છે. લવ લાઈફમાં મધુરતા રહેશે અને સંબંધો વધુ મજબૂત બનશે. ઓફિસમાં તમારા કામની પ્રશંસા થશે, અને કદાચ કોઈ નવી જવાબદારી પણ તમને સોંપવામાં આવે. વિદ્યાર્થીઓ માટે ભણવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો આ ઉત્તમ સમય છે. વાહન ચલાવતી વખતે ઉતાવળ ન કરવી અને સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે.

મિથુનઃ
મિથુન રાશિના જાતકોએ આજે પોતાના વાણી અને ગુસ્સા પર નિયંત્રણ રાખવું અત્યંત જરૂરી છે, નહિતર ઓફિસ કે ઘરમાં વાદ-વિવાદ થઈ શકે છે. બિનજરૂરી ખર્ચ વધવાના કારણે આર્થિક બજેટ ખોરવાઈ શકે છે, તેથી સમજી-વિચારીને જ નાણાં વાપરવા. નોકરીમાં બદલાવ ઈચ્છતા જાતકો માટે હજી થોડી રાહ જોવી પડી શકે છે. પરિવારના સભ્યો સાથે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાતનું આયોજન થઈ શકે છે. વેપારમાં હરીફોથી સાવધ રહેવું. સ્વાસ્થ્ય નરમ-ગરમ રહી શકે છે, તેથી બહારનું ખાવાનું ટાળવું અને પૂરતો આરામ કરવો. માતા-પિતાના આશિર્વાદથી આજે તમારા અટકી પડેલાં કામ પૂરા થશે. 

કર્કઃ
કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ એક પછી એક સારા સમાચાર લઈને આવી રહ્યો છે. ભાવનાત્મક અને માનસિક દ્રષ્ટિએ આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેશે. સરકારી કાર્યો કે કોર્ટ-કચેરીના મામલાઓમાં તમને સફળતા મળી શકે છે. લાંબા સમયથી જો કોઈ નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા હોવ, તો આજથી તેની શરૂઆત કરી શકાય છે. સંતાન પક્ષ તરફથી કોઈ સુખદ સમાચાર મળવાથી ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે. મિત્રો સાથે સાંજનો સમય આનંદમાં પસાર થશે. સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ માનસિક થાક ન વર્તાય તે માટે મેડિટેશન કે યોગનો સહારો લેવો ઉત્તમ રહેશે. જીવનસાથી સાથે શોપિંગ પર જશો, પણ બજેટનું ધ્યાન રાખવું પડશે. 

સિંહઃ
સિંહ રાશિના જાતકોએ આજે પોતાની ભાવનાઓ પર કન્ટ્રોલ રાખવો પડશે. તમારા નેતૃત્વ ગુણો અને પરાક્રમમાં વધારો કરનારો આજનો દિવસ રહેશે. ઓફિસમાં વરિષ્ઠ અધિકારીઓ તમારા કામથી પ્રભાવિત થશે, જે પ્રમોશનના રસ્તા ખોલી શકે છે. સામાજિક કાર્યોમાં તમારી સક્રિયતા વધશે અને માન-સન્માનની પ્રાપ્તિ થશે. આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધુ મજબૂત બનશે અને જૂનું લેણું પાછું મળી શકે છે. વિવાહિત જીવનમાં નાની-મોટી તકરાર થઈ શકે છે, પણ પરસ્પર સમજણથી મામલો થાળે પડશે. સ્વાસ્થ્ય એકદમ ઉત્તમ રહેશે અને દિવસભર સ્ફૂર્તિ અનુભવાશે. ઘર-પરિવારમાં કોઈ શુભ કે માંગલિક કાર્યક્રમનું આયોજન થઈ શકે છે. 

કન્યાઃ 
કન્યા રાશિના જાતકોને આજે ભાગ્યનો પૂરેપૂરો સાથ મળવાનો છે, જેના કારણે ધાર્યા કામ સમયસર પૂરા થશે. લાંબા અંતરની યાત્રાના યોગ બની રહ્યા છે, જે ભવિષ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો માટે આજનો દિવસ સફળતા આપનારો રહેશે. પૈતૃક સંપત્તિ સાથે જોડાયેલા વિવાદો ઉકેલાવાની શક્યતા છે. ઘરમાં કોઈ માંગલિક કાર્યક્રમની રૂપરેખા તૈયાર થશે. સ્વાસ્થ્યને લઈને કોઈ બેદરકારી ન રાખવી અને સમયસર ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. સંતાન આજે તમારી પાસે કોઈ વસ્તુ માંગી શકે છે અને તમે એની એ માગણી પૂરી પણ કરશો. 

તુલાઃ
તુલા રાશિના જાતકોએ આજે આજે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે વિશેષ સાવધાની રાખવાની જરૂર છે, પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. માનસિક ચિંતા કે અજંપો અનુભવાય, પરંતુ સાંજ સુધીમાં પરિસ્થિતિ સુધરી જશે. ઓફિસમાં કોઈ કાવતરાનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું અને પોતાના કામથી જ કામ રાખવું. આર્થિક લેવડ-દેવડમાં અત્યારે કોઈ પર ભરોસો ન કરવો નહિતર નુકસાન થઈ શકે છે. પરિવારના વડીલોનો સહયોગ તમને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢવામાં મદદ કરશે. જીવનસાથી સાથેના સંબંધો સાધારણ રહેશે. કામની વ્યસ્તતા વચ્ચે આજે તમારે માતા-પિતાની સેવા માટે સમય કાઢવો પડશે. 

વૃશ્ચિકઃ
આજનો દિવસ આનંદ અને સુખ-સુવિધા વધારનારો સાબિત થશે. પરિણીત જાતકોના જીવનમાં પ્રેમ અને રોમાન્સ વધશે, જ્યારે કુંવારા લોકોને લગ્નના સારા પ્રસ્તાવ આવી શકે છે. વેપારમાં ભાગીદારીના કામોથી સારો નફો થવાના સંકેત છે. વિદેશ જવા ઈચ્છતા લોકો માટે કોઈ સારા સમાચાર આવી શકે છે. ઓફિસમાં તમારી નવી આઈડિયા અને પ્લાનિંગની પ્રશંસા થશે. નાણાકીય રોકાણ કરવા માટે આજનો દિવસ અનુકૂળ છે. સ્વાસ્થ્ય બાબતે ચિંતા મુક્ત રહેશો અને જૂની બીમારીમાંથી રાહત મળશે. ભાઈ-બહેન સાથેના સંબંધોમાં આજે મજબૂતી આવી રહી છે. વાહન ચલાવતી વખતે આજે ખાસ સાવધાની રાખો. 

ધનઃ
આજનો દિવસ ધન રાશિના જાતકો માટે સ્પર્ધા અને સખત મહેનતનો સામનો કરવાનો રહેશે. નોકરીયાત વર્ગ માટે ઓફિસમાં કામનું ભારણ વધુ રહી શકે છે, પરંતુ તમારી મહેનત ચોક્કસ રંગ લાવશે. કોર્ટના નિર્ણયો તમારી તરફેણમાં આવી શકે છે અને શત્રુઓ પર વિજય મળશે. બિનજરૂરી ચર્ચાઓ કે વિવાદોથી દૂર રહેવું જ તમારા હિતમાં રહેશે. આર્થિક રીતે ખર્ચ પર કાપ મૂકવો જરૂરી બનશે. પરિવારમાં ભાઈ-બહેનો સાથેના સંબંધો મધુર બનશે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે, પણ પૂરતી ઊંઘ લેવી જરૂરી છે.કુંવારા લોકોના જીવનમાં આજે કોઈ ખાસ વ્યક્તિની એન્ટ્રી થશે અને વાત લગ્ન સુધી પહોંચશે. 

મકરઃ
મકર રાશિના જાતકો માટે આજનો દિવસ જીવનમાં સકારાત્મકતા લઈને આવી રહ્યો છે. આજે તમને એક પછી એક સારા સમાચાર સાંભળવા મળી શકે છે. તમારી ક્રિએટિવિટી અને બૌદ્ધિક ક્ષમતા ખીલવાનો આ ઉત્તમ દિવસ છે. કલા, લેખન અને શિક્ષણ જગત સાથે જોડાયેલા લોકોને મોટી સફળતા અને સન્માન મળી શકે છે. સંતાનોના ભવિષ્યને લઈને ચાલી રહેલી ચિંતાઓ દૂર થશે. જૂના મિત્રો સાથે મુલાકાત થવાથી જૂની યાદો તાજી થશે અને મન પ્રફુલ્લિત રહેશે. શેરબજાર અથવા લોટરી જેવા જોખમી રોકાણથી અત્યારે દૂર રહેવું. પ્રેમ સંબંધોમાં નવો વળાંક આવી શકે છે જે સકારાત્મક રહેશે. સ્વાસ્થ્ય એકંદરે સારું જ રહેશે.

કુંભઃ
કુંભ રાશિના જાતકોએ આજે કોઈ પણ નિર્ણય ઉતાવળમાં લેવાથી બચવું પડશે, નહીં તો મુશ્કેલી સર્જાઈ શકે છે. ભૌતિક સુખ-સાધનો અને વાહન કે મકાન ખરીદવા માટેનો આ સરસ દિવસ છે. જોકે, ઘરમાં માતાના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા રહી શકે છે, તેથી તેમની કાળજી રાખવી. કાર્યક્ષેત્રમાં કામની વ્યસ્તતા વચ્ચે પરિવાર માટે સમય કાઢવો અઘરો બનશે, જેના લીધે થોડો અસંતોષ રહી શકે છે. જમીન-મકાનના દસ્તાવેજો પર સહી કરતી વખતે બરાબર વાંચી લેવું. આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે, પરંતુ ભવિષ્યની બચત પર ધ્યાન આપવું. સ્વાસ્થ્ય બાબતે બ્લડપ્રેશરના દર્દીઓએ સાવચેત રહેવું.

મીનઃ
મીન રાશિના જાતકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ સારો રહેશે. આજે તમારો આત્મવિશ્વાસ અને સાહસ ચરમસીમાએ હશે, જેના કારણે અશક્ય લાગતા કામો પણ પૂરા કરી શકશો. નાની પ્રતિકૂળ યાત્રા થઈ શકે છે જે વેપાર માટે ફાયદાકારક રહેશે. સમાજમાં અને કાર્યક્ષેત્રમાં તમારી લોકપ્રિયતામાં વધારો થશે. જૂની કોઈ મોટી ચિંતામાંથી આજે મુક્તિ મળતાં મન હળવું ફૂલ થઈ જશે. નવો વ્યવસાય શરૂ કરવા માટે ભાગ્ય સાથ આપશે. પરિવારના સભ્યો સાથે સારો તાલમેલ રહેશે અને પત્ની કે પતિનો પૂરો સહકાર મળશે. સ્વાસ્થ્ય ઉત્તમ અને ઊર્જાવાન રહેશે. સંતાનની સંગત પર ખાસ ધ્યાન આપો.