Wed Jun 24 2026

Logo

આજનું રાશિફળ (24-06-26): આજે આ ત્રણ રાશિના જાતકોને મળશે ભાગ્યનો સાથ અને અણધાર્યો ધનલાભ, જોઈ તો તમારી રાશિ પણ છે ને?

2026-06-24 00:01:07
Author: Darshana Visaria
Article Image

મેષઃ
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ અત્યંત ઉર્જાવાન અને ભાગ્યશાળી સાબિત થશે. કાર્યક્ષેત્રે વરિષ્ઠ અધિકારીઓ તમારા અદભુત સાહસ અને કામ કરવાની શૈલીની ખુલ્લા દિલથી પ્રશંસા કરશે, જેના કારણે નવી જવાબદારીઓ કે પ્રમોશનના યોગ બનશે. વેપારમાં અટકેલા નાણાં અણધારી રીતે પરત મળતાં આર્થિક સ્થિતિ મજબૂત બનશે. નવી ભાગીદારી માટે સમય અનુકૂળ છે. પરિવારમાં લાંબા સમયથી ચાલી રહેલા મતભેદોનો સુખદ અંત આવશે અને જીવનસાથી સાથે રોમેન્ટિક સમય વિતશે. અણધાર્યા મોજશોખના ખર્ચ પર કાબૂ રાખવો જરૂરી છે. સ્વાસ્થ્ય એકંદરે ઉત્તમ રહેશે, છતાં વાહન ચલાવતી વખતે ઉતાવળ ન કરવી.

વૃષભઃ
આજે તમારે તમારા ક્રોધ અને વાણી પર કડક સંયમ રાખવો પડશે, નહીંતર બનેલા કામ અંતિમ ક્ષણે બગડી શકે છે. ઓફિસમાં સહકર્મીઓ સાથે કોઈ વાત પર દલીલબાજીમાં ન પડવું, શાંત રહીને કામ પર ધ્યાન આપવું. આર્થિક મોરચે આજે કોઈ મોટો નિર્ણય ન લેવો અને કોઈને ઉધાર પૈસા આપવાનું કે લોન લેવાનું ટાળવું. વ્યવસાયમાં હરીફો મુશ્કેલી ઊભી કરવાનો પ્રયાસ કરશે, પરંતુ તમારી બુદ્ધિથી સ્થિતિ સંભાળી લેશો. સંતાનોના ભવિષ્ય કે અભ્યાસને લઈને મનમાં થોડી ચિંતા રહી શકે છે. સાંજના સમયે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેવાથી માનસિક શાંતિ મળશે. સ્વાસ્થ્યમાં આંખ કે માથાનો દુખાવો પરેશાન કરી શકે છે. લાંબા સમય બાદ કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે. 

મિથુનઃ
મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ કરિયર અને પ્રગતિની દ્રષ્ટિએ ખૂબ જ અનુકૂળ રહેશે. તમારી અદભુત વાણી અને બૌદ્ધિક ક્ષમતાના કારણે ઓફિસના જટિલ કાર્યો પણ ખૂબ જ સરળતાથી ઉકેલી શકશો. વેપારીઓ માટે કોઈ મોટી અને ફાયદાકારક ડીલ સાઈન થવાના મજબૂત યોગ છે, જેનાથી મોટો આર્થિક નફો થશે. નોકરી બદલવા ઈચ્છતા લોકો માટે સારા પ્રસ્તાવ આવી શકે છે. પ્રેમ જીવન જીવતા લોકો માટે દિવસ મધુર રહેશે અને પરસ્પર વિશ્વાસ વધશે. પરિવાર સાથે કોઈ ટૂંકા પ્રવાસ કે ધાર્મિક યાત્રાનું સુંદર આયોજન થઈ શકે છે. જૂના રોગોમાંથી મુક્તિ મળતા શારીરિક સ્ફૂર્તિ અનુભવાશે.

કર્કઃ
આજે કર્ક રાશિના જાતકોએ માનસિક અશાંતિ અને કામના અતિરેકને કારણે દોડધામમાં દિવસ પસાર કરવો પડશે. કાર્યસ્થળે અચાનક કામનું દબાણ વધી જતાં તમે શારીરિક અને માનસિક થાક અનુભવશો. પ્રોપર્ટી કે કોર્ટ-કચેરીના મામલામાં આજે કોઈ નવો નિર્ણય ન લેવો અને કાગળો પર સહી કરતાં પહેલાં બરાબર વાંચી લેવું. નાણાકીય બાબતોમાં અજાણી વ્યક્તિ કે મિત્રો પર આંધળો વિશ્વાસ કરવાથી મોટું નુકસાન થઈ શકે છે. મુશ્કેલ સમયમાં જીવનસાથી અને પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ તમને હિંમત આપશે. ખાનપાનમાં બેદરકારી રાખવાના કારણે પેટ સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ શકે છે, તેથી સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

સિંહઃ
સિંહ રાશિના જાતકો માટે આત્મવિશ્વાસ અને સામાજિક પ્રતિષ્ઠામાં અદભુત વધારો કરાવતો આ દિવસ છે. રાજકીય કે સામાજિક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને આજે મોટું પદ અથવા માન-સન્માન મળી શકે છે. વ્યવસાયિક ક્ષેત્રે લાંબા સમયથી અટકેલી યોજનાઓ ફરી શરૂ થતાં મન પ્રસન્ન રહેશે અને આકસ્મિક ધનલાભના યોગ બનશે. નોકરીમાં વરિષ્ઠો તમારા સૂચનોને મહત્વ આપશે. પ્રેમ સંબંધોમાં નિકટતા આવશે અને અવિવાહિતો માટે લગ્નના સારા પ્રસ્તાવો આવી શકે છે. ભાઈ-બહેનો સાથેના સંબંધો વધુ મજબૂત બનશે અને તેમની મદદથી કોઈ મોટું કામ પૂરું થશે. સ્વાસ્થ્ય એકંદરે સારું અને ઉર્જાવાન રહેશે.

કન્યાઃ
કન્યા રાશિના જાતકોને આજે આર્થિક મોરચે મોટી સફળતા મળવાની આશા છે. ભૂતકાળમાં કરેલા શેરબજાર કે પ્રોપર્ટીના રોકાણનું બમણું વળતર મળવાથી તમારી નાણાકીય સ્થિતિ એકદમ મજબૂત બનશે. નવું વાહન કે ઈલેક્ટ્રોનિક વસ્તુઓ ખરીદવાની ઈચ્છા આજે પૂરી થઈ શકે છે. પરિવારમાં કોઈ શુભ કે માંગલિક પ્રસંગ નક્કી થવાથી ખુશીનું વાતાવરણ રહેશે. કાર્યસ્થળે તમારી સંવાદ શૈલી અને સમજદારીની કદર થશે, જેનાથી તમારો પ્રભાવ વધશે. સરકારી કે કાનૂની અડચણો જે લાંબા સમયથી ચાલતી હતી, તેનો આજે કાયમી ઉકેલ આવશે. સ્વાસ્થ્ય સારું રહેશે અને જૂના દર્દમાં રાહત મળશે.

તુલાઃ
આજનો દિવસ તુલા રાશિના જાતકો  માટે ઉતાર-ચઢાવવાળો અને મિશ્ર ફળદાયી સાબિત થઈ શકે છે. દિવસની શરૂઆતમાં થોડો આળસ અને સુસ્તીનો અનુભવ થશે, જેના કારણે કામની ગતિ ધીમી રહેશે. વેપારમાં લેવડ-દેવડ કરતી વખતે પાકા બિલનો જ આગ્રહ રાખવો, ઉધાર માલ વેચવાનું ટાળવું. વિદ્યાર્થીઓ માટે એકાગ્રતાનો અભાવ રહેશે, તેથી અભ્યાસમાં વધુ મહેનતની જરૂર છે. વિદેશ જવા કે વિદેશી કંપની સાથે કામ કરવા ઈચ્છતા લોકો માટે કોઈ આશાસ્પદ સમાચાર મળી શકે છે. જીવનસાથી સાથે નાની વાતોમાં વૈચારિક મતભેદ થઈ શકે છે, તેથી વાણીમાં નમ્રતા રાખવી. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે.

વૃશ્ચિકઃ
આજનો દિવસ વૃશ્ચિક રાશિના જાતકો માટે શારીરિક સ્વાસ્થ્ય અને વધતા ખર્ચાઓ પર વિશેષ ધ્યાન આપવું પડશે. ઓફિસમાં કામના અતિરેક અને ટાર્ગેટ પૂરા કરવાના દબાણને કારણે માનસિક તણાવ કે અનિદ્રાની સમસ્યા નડે. બિનજરૂરી અને આકસ્મિક ખર્ચાઓ સામે આવવાથી તમારું માસિક બજેટ ખોરવાઈ શકે છે. વાહન ચલાવતી વખતે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું અને ઉતાવળ બિલકુલ ન કરવી. વેપારમાં ગુપ્ત શત્રુઓ તમારી છબી બગાડવાનો પ્રયત્ન કરશે, પરંતુ તમારી સજાગતાથી તેઓ ફાવશે નહીં. સાંજનો થોડો સમય ઈશ્વર ભક્તિ, યોગ કે ધ્યાનમાં વિતાવવો તમને માનસિક હળવાશ આપશે.

ધનઃ
આજનો દિવસ આ રાશિના જાતકો માટે નસીબના સિતારા બુલંદ હોવાથી તમારા માટે પ્રગતિના નવા દ્વાર ખોલશે. અણીના સમયે લેવાયેલો તમારો એક યોગ્ય અને સચોટ નિર્ણય વેપારમાં મોટી સફળતા અને અઢળક આર્થિક લાભ અપાવશે. નોકરીમાં તમારા પર્ફોર્મન્સથી બોસ ખુશ થશે અને કોઈ મોટો પ્રોજેક્ટ તમને સોંપી શકે છે. સામાજિક વર્તુળ વધશે અને પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત થશે જે ભવિષ્યમાં ફાયદાકારક રહેશે. ઘરમાં સુખ-શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે. વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શનથી મિલકતના વિવાદો સરળતાથી ઉકેલાઈ જશે. સ્વાસ્થ્ય ઉત્કૃષ્ટ રહેશે. ભાઈ-બહેન સાથેના સંબંધોમાં મજબૂતી આવશે. 

મકરઃ 
મકર રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે. કાર્યક્ષેત્રે આજનો દિવસ અત્યંત સકારાત્મક અને પ્રગતિશીલ સાબિત થશે. ઓફિસમાં સહકર્મીઓ અને વરિષ્ઠ અધિકારીઓનો પૂરો સહયોગ મળતાં અટકેલા પ્રોજેક્ટ સમયસર પૂરા થશે. તમારી મહેનતની યોગ્ય કદર થવાનો આ સમય છે, નવી નોકરીની સારી ઓફર અથવા ઈન્ક્રીમેન્ટ મળી શકે છે. બિઝનેસના વિસ્તરણ માટે નવી લોન મંજૂર થઈ શકે છે. પૈતૃક સંપત્તિ કે જમીનને લગતા જૂના વિવાદોનો બંને પક્ષની સંમતિથી સુખદ અંત આવશે. પારિવારિક જીવનમાં પરસ્પર તાલમેલ અદભુત રહેશે. સાંજનો સમય બાળકો અને જીવનસાથી સાથે હસતા-રમતા પસાર થશે.

કુંભઃ
આજે તમારો ઝુકાવ ધાર્મિક, આધ્યાત્મિક અને પરોપકારના કાર્યો તરફ વધુ જોવા મળશે. કોઈ લાંબા અંતરની ધાર્મિક યાત્રા કે પ્રવાસના સુંદર યોગ બની રહ્યા છે, જે તમને માનસિક રીતે ફ્રેશ રાખશે. ભાગ્યનો પૂરો સાથ મળવાથી અટકેલા સરકારી કામો આપોઆપ પૂરા થવા લાગશે. સામાજિક કાર્યોમાં સક્રિય ભાગ લેવાથી તમારી લોકપ્રિયતા અને પ્રતિષ્ઠામાં વધારો થશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને આજે કોઈ સારા સમાચાર મળી શકે છે. આર્થિક લાભ મધ્યમ રહેશે, પરંતુ આવકના સ્ત્રોત જળવાઈ રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે, બસ પગના દુખાવાથી બચવું. કુંવારા લોકોના જીવનમાં આજે કોઈ ખાસ વ્યક્તિની એન્ટ્રી થશે. 

મીનઃ
આજે દિવસની શરૂઆત થોડી ધીમી કે નબળી રહી શકે છે, તેથી મહત્વના વ્યવસાયિક નિર્ણયો બપોર પછી જ લેવા હિતાવહ છે. સ્વાસ્થ્ય નરમ-ગરમ રહેવાની સંભાવના છે, ખાસ કરીને બહારનું ખાવાનું ટાળવું અને પેટની સંભાળ રાખવી. ઓફિસમાં કોઈ અજાણી વ્યક્તિ કે કાવતરાખોર સહકર્મી પર ભરોસો કરીને તમારી ગુપ્ત વાતો શેર ન કરવી. વેપારમાં થોડી મંદી કે ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે, પરંતુ મોટું નુકસાન નહીં થાય. સગા-સંબંધિઓ સાથે વ્યવહાર કરતી વખતે અહંકાર છોડી નમ્રતા રાખવી. સાંજ સુધીમાં કોઈ જૂનું લેણું વસૂલ થતાં નાણાકીય રાહત અનુભવાશે. સંતાનની સંગત પર ખાસ ધ્યાન આપો.