Fri Apr 17 2026

Logo

આજનું રાશિફળ (23/03/2026): મેષથી લઈ મીન રાશિના જાતકોમાંથી કોનો રહેશે સોનેરી દિવસ જાણો એક જ ક્લિકમાં...

2026-03-23 00:06:36
Author: Mumbai Samachar Team
Article Image

મેષ 
આજનો દિવસ અંગત અને વ્યવસાયિક ક્ષેત્રે વિવાદોથી દૂર રહેવાની સલાહ છે. કરિયરમાં તમારી મહેનતનું સકારાત્મક પરિણામ આવશે. આર્થિક દ્રષ્ટિએ ભાગ્ય તમને સાથ આપશે. પ્રેમ જીવનમાં પણ કોઈ પરેશાનીનો સામનો નહીં કરવો પડે. તમારી આવકનો ઉપયોગ તમારી સુરક્ષા માટે ઉપયોગ કરી શકો. આજનો દિવસ બજેટ ફાઈનલ કરવા અને કોન્ટ્રાક્ટમાં સાઈન કરવા અથવા પગાર મુદ્દે ચર્ચા કરવા માટે શ્રેષ્ઠ રહેશે.

વૃષભ
આજે તમે ખુબ ઉત્સાહિત અનુભવ કરશો અને પોતાની પ્રતિભા દેખાડવા તત્પર રહેશો. કોઈ તણાવપૂર્ણ પરિસ્થિતિમાં તમારો સંતુલિત દ્રષ્ટિકોણ શાંતિ લાવવામાં મદદરૂપ બનશે. આજે તમારો અભિગમ ખુલ્લા મનનો રાખવાની સલાહ છે. જીવનમાં રોમાન્સ બની રહેશે. આજના દિવસ દરમિયાન તમારા કોઈ જૂના સંપર્કવતીથી કોઈ લાભદાયક પ્રસ્તાવ મળી શકે છે.

મિથુન
તમે આજના દિવસનો આનંદ માણશો. આજનો દિવસ સરળ યોજનાઓ શાંતિ લાવશે. નવા કનેક્શન બનાવવા અને રચનાત્મક વિચારોને આગળ વધારવામાં આજનો દિવસ ઉપયોગી સાબિત થશે. લાંબા સમયથી લટકી પડેલા મુદ્દાઓનું આજે સમાધાન મળી શકે છે. આજે તમારી મૈત્રી મજબૂત બની શકે છે. આજના દિવસ દરમિયાન તમારે કોઈ શોધ કરવા, લખવા અને આગામી લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે વિચારી શકો છો.

કર્ક 
આજનો દિવસ મોજ-મસ્તીથી ભરેલો રહેશે. આજે તમારા કામ આસાનીથી પુરા થશે. નાની-નાની બાબતો તમારા માટે ખુશીઓ લાવશે. ધ્યાન કરવા માટે યોગ્ય જગ્યા પસંદ કરવા પર ધ્યાન આપો. કોઈની સારી વાણીથી તમારું મન પ્રફુલ્લિત થશે. બીજા લોકો મારફત તમને લાભ મળી શકે છે. પેસિવ ઈન્કમના સ્ત્રોતની સમીક્ષા કરી પ્રોફિટ શેરિંગની ચર્ચા કરવા માટે શ્રેષ્ઠ સમય છે. 

સિંહ
આજે તમારો આત્મવિશ્વાસ દરેક બાબતોમાં પોઝિટિવ એનર્જી આકર્ષિત કરશે. તમે આજે તમારા વિચારો આસાનીથી વ્યક્ત કરી શકશો. હળવાફૂલ કાર્યો કરવામાં દિવસ વ્યતીત થશે. એમ કરવામાં તમે આનંદનો અનુભવ કરશો. આજનો દિવસ થોડો અવઢવવાળો રહેશે, પરંતુ સંપત્તિના મુદ્દે સાવધાની રાખવી.

કન્યા
આજે પ્રેમ સંબંધોમાં નાની-મોટી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. તમારા વ્યવસાય ક્ષેત્રે વધારે ધ્યાન આપવાની જરૂર પડી શકે છે. આરોગ્યની દ્રષ્ટિએ આજનો દિવસ સારો રહેશે. જોકે, આર્થિક દ્રષ્ટિએ તમારે સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આજનો દિવસ આનંદદાયક રહેશે, જ્યારે કામના સ્થળે સકારાત્મક બદલાવ જોવા મળશે.

તુલા 
આજનો દિવસ તમારા માટે પરિવર્તન લઈને આવશે. આજે તમે વિચારશો કે કઈ વસ્તુ કે વાત તમારા માટે મહત્વની છે. જેનું મહત્વ નથી તેને છોડવા આજે તમે તૈયાર રહેશો. જે તમારા જીવનમાં શાંતિ લાવે તેને તમે પ્રાધાન્ય આપશો. વ્યસ્ત રહેવા છતાં અટકેલા કામ તમારા પૂરા થવાના ચાન્સ છે, જેમાં કોઈ મિત્રની મદદથી સફળતા મળશે.

વૃશ્ચિક
ઓફિસમાં આજે તમારી કામગીરી સારી રહેશે. આર્થિક રીતે આજનો દિવસ સારો રહેશે. પણ, આરોગ્યની દ્રષ્ટિએ તમારે ધ્યાન આપવાની જરૂર છે. નાની-મોટી સમસ્યા ઉભી થઇ શકે છે. આગળ પ્રગતિ કરવા પોતાના વિચારો સ્પષ્ટ રૂપે રજૂ કરવા ઉપર ધ્યાન આપો. કદાચ આજે તમને કોઈ સરપ્રાઈઝ ગિફ્ટ મળી શકે છે.

ધન
આજે જીવનમાં બધું યોગ્ય રીતે થતું જોઈ શકશો. દરેક વસ્તુમાં આજે તમે ચીવટપૂર્વક ધ્યાન આપશો. તમારી આ વૃત્તિને કારણે ધન, આરોગ્ય, પ્રેમ અને દરેક કાર્યોમાં ખૂબ સ્પષ્ટતા જોવા મળશે. આજનો દિવસ સામાન્ય રહેશે, પરંતુ સામાજિક સન્માન અને નવી તકો ઊભી થઈ શકે છે.

મકર
આજે લીધેલા નાણાકીય નિર્ણયો લાભદાયક સાબિત થઇ શકે છે. તમારી એનર્જીમાં આજે વધારો થતો જોવા મળશે. પોતાને વધુ ઓર્ગેનાઈઝ કરવા અને લક્ષ્યો નિશ્ચિત કરવા માટે આ બહુ યોગ્ય સમય છે. કામના સ્થળે દબાણ રહેશે, પરંતુ નવી તકો મળશે. જૂના મિત્ર સાથે મુલાકાત થશે. 

કુંભ 
આજનો દિવસ અન્યો સાથે ભાવનાત્મક રીતે સંકળાવા માટે યોગ્ય છે. આજે તમે વધુ શાંતિનો અનુભવ કરશો. સંબંધો પણ આજે વધુ રોમાન્ટિક અનુભવ કરાવશે. કાર્ય ક્ષેત્રે તમારા કાર્યોથી પ્રગતિ થતી જોવા મળશે. એકંદરે આર્થિક રીતે લાભદાયક દિવસ છે, જ્યારે અન્ય સ્ત્રોત પાસેથી આવક પ્રાપ્ત થઈ શકે છે. નવા સંપર્કો પણ બની શકે.

મીન 
આજે તમારા સંબંધો ખુશહાલ અને પ્રેમભર્યા બનાવી રાખવાની સલાહ છે. અહંકાર અને મનદુઃખથી દૂર રહેવાની સલાહ છે. વ્યવસાયમાં જરૂર બાબતો પૂર્ણ કરવા ઉપર ધ્યાન આપવાની સલાહ છે. આજે નાણાકીય સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આજનો દિવસ ખાસ કરીને કાર્યસ્થળે સફળતા મળશે, પરંતુ વિરોધીઓથી સાવધાન રહેવું.

વધુ જુઓ...