Wed Jul 29 2026

Logo

આજનું રાશિફળ (11-04-26): મીન રાશિમાં રચાશે ચતુર્ગ્રહી યોગ, ચાર રાશિના જાતકોને ચાંદી જ ચાંદી, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

2026-04-11 00:01:47
Author: Darshana Visaria
Article Image

મેષ:
મેષ રાશિના જાતકોએ આજે ખર્ચ પર ખાસ નિયંત્રણ રાખવું પડશે, કારણ કે બિનજરૂરી ખર્ચ બજેટ બગાડી શકે છે. કાર્યસ્થળ પર વિરોધીઓ સક્રિય રહેશે, પરંતુ તમારી ચતુરાઈથી તમે તેમને પરાસ્ત કરશો. પરિવારમાં કોઈ વૃદ્ધ વ્યક્તિના સ્વાસ્થ્યની ચિંતા રહી શકે છે. આધ્યાત્મિકતા તરફ ઝુકાવ વધશે અને તમે કોઈ ધાર્મિક અનુષ્ઠાનમાં ભાગ લઈ શકો છો. સાંજનો સમય મિત્રો સાથે વિતશે, જેનાથી માનસિક શાંતિ મળશે. ઉતાવળમાં કોઈ પણ મોટો આર્થિક નિર્ણય લેવાનું ટાળવું. રાજકારણમાં આગળ વધવા માંગતા લોકો માટે આજનો દિવસ એકદમ અનુકૂળ રહેશે. 

વૃષભ: 
વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ આવકમાં વૃદ્ધિ લઈને આવી રહ્યો છે. ગ્રહોના રાજકુમાર બુધના ગોચરથી તમારી આવકના નવા સ્ત્રોત ખુલશે અને આર્થિક સ્થિતિમાં મોટો સુધારો આવશે. લાંબા સમયથી અટકેલા નાણાં પરત મળવાના યોગ છે અને બેંક બેલેન્સમાં વધારો થશે. નવું ઘર કે વાહન ખરીદવાની યોજના સફળ થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે અને કુંવારા જાતકોને લગ્નના સારા પ્રસ્તાવ મળી શકે છે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે અને આજે ભાગ્યનો પૂરો સાથ મળશે. આજે તમારે તમારા કોઈ મિત્ર માટે પૈસાની વ્યવસ્થા કરવી પડી શકે છે. 

મિથુન: 
મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ કરિયરની દ્રષ્ટિએ આજનો દિવસ અત્યંત પ્રગતિશીલ રહેશે અને નોકરીમાં પ્રમોશનના સંકેત મળી રહ્યા છે. તમારો આત્મવિશ્વાસ વધશે, જેનાથી તમે જટિલ પ્રોજેક્ટ્સ પણ સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશો. નવી નોકરીની શોધમાં રહેલા યુવાનોને પ્રતિષ્ઠિત સંસ્થામાંથી ઓફર મળી શકે છે. પૈતૃક સંપત્તિને લગતા વિવાદોમાં તમારી જીત થઈ શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ આંખની સામાન્ય તપાસ કરાવી લેવી હિતાવહ છે.

કર્ક: 
કર્ક રાશિના જાતકોને આજે ભાગ્યનો પૂરેપૂરો સાથ-સહકાર મળી રહ્યો છે. ભાગ્ય આજે તમારી પડખે રહેશે અને અટકેલા કામોમાં ગતિ આવશે. પિતા સાથેના સંબંધોમાં સુધારો થશે અને તેમની સલાહથી તમને મોટો ફાયદો થઈ શકે છે. ધાર્મિક યાત્રાનો યોગ બની રહ્યો છે જે તમને માનસિક શાંતિ આપશે. વ્યાપારીઓને સરકારી કામોમાં સફળતા મળશે અને નવી ભાગીદારી થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ અભ્યાસના માર્ગ મોકળા થશે. સામાજિક કાર્યોમાં સક્રિય રહેશો અને તમારી લોકપ્રિયતામાં વધારો થશે. ઘર-પરિવારમાં હસી-ખુશીનો માહોલ જોવા મળશે. સ્વાસ્થ્યમાં થોડી ગડબડ જોા મળી શકે છે. 

સિંહ: 
સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડી સાવધાની રાખવાનો રહેશે. આજે ગ્રહોની સ્થિતિ પ્રતિકૂળ હોવાથી વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી અને અજાણ્યા લોકો પર વિશ્વાસ ન કરવો. અચાનક ખર્ચ વધવાથી માનસિક તણાવ અનુભવાઈ શકે છે. વાણી પર સંયમ રાખવો, નહીંતર પરિવારમાં વિવાદ થવાની શક્યતા છે. કાર્યક્ષેત્રમાં કોઈ નવો પ્રયોગ કરવાનું ટાળવું અને મહેનત પર ધ્યાન આપવું. વિરોધીઓ તમારા કામમાં અડચણ ઉભી કરી શકે છે, પરંતુ ધીરજથી કામ લેવું. યોગ અને ધ્યાન કરવાથી દિવસમાં શાંતિ જળવાઈ રહેશે. સંતાનની સંગત પર તમારે આજે ખાસ ધ્યાન આપવું પડશે. 

કન્યા: 
આજનો દિવસ કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ માન-સન્માનમાં વૃદ્ધિ લઈને આવશે. આજે ભૌતિક સુખ-સુવિધાઓ અને લક્ઝરી પાછળ ખર્ચ થશે, પરંતુ આવકમાં પણ વધારો થશે. વેપારમાં કરેલા લાંબા ગાળાના રોકાણથી આજે મોટો નફો મળી શકે છે. વૈવાહિક જીવનમાં ખુશીઓ આવશે અને જીવનસાથી સાથેનો તાલમેલ વધશે. ભાગીદારીના વ્યવસાયમાં પારદર્શકતા રાખવી, ફાયદો થશે. આજે તમે રાજા જેવી જીવનશૈલી જીવશો અને માનસિક રીતે ખૂબ પ્રસન્ન રહેશો. સામાજિક વર્તુળ વિસ્તરશે. આજે તમે જીવનસાથી સાથે કોઈ જગ્યાએ ફરવા જવાનું પ્લાનિંગ કરશો. 

તુલા: 
તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ પણ નિર્ણય સમજી વિચારીને લેવાનો રહેશે. જૂના રોગ કે સ્વાસ્થ્ય સમસ્યામાંથી આજે રાહત મળી શકે છે. કોર્ટ-કચેરીના મામલામાં આજે સમય તમારા પક્ષમાં રહેશે અને વિજય થવાની શક્યતા છે. નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે અને તમારી કામગીરીની પ્રશંસા થશે. નાણાકીય લેવડ-દેવડમાં સાવધાની રાખવી અને કોઈને ઉધાર પૈસા આપવાનું ટાળવું. મોસાળ પક્ષ તરફથી સારા સમાચાર મળી શકે છે. શિસ્તબદ્ધ જીવનશૈલી અપનાવશો તો દિવસ ઘણો ફળદાયી સાબિત થશે. લાંબા સમય બાદ આજે કોઈ જૂના મિત્ર સાથે પ્લાનિંગ કરશે. 

વૃશ્ચિક: 
વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો મધ્યમ ફળદાયી રહેવાનો છે. જો તમને સંતાનોના શિક્ષણ કે કરિયરને લઈને ચાલી રહેલી ચિંતા સતાવી રહી હશે તો તે પણ દૂર થઈ રહી છે. રચનાત્મક કાર્યો અને કલા ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને નવી તક અને સન્માન મળશે. શેરબજારમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ તો નિષ્ણાતની સલાહ લેવી. પ્રેમ જીવનમાં ઉત્સાહ જળવાઈ રહેશે અને પાર્ટનર સાથેની ગેરસમજ દૂર થશે. વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતાના યોગ છે. પેટ સંબંધિત તકલીફ થઈ શકે છે, તેથી ખાનપાનમાં ધ્યાન રાખવું.

ધન: 
ધન રાશિના જાતકો માટે આજનો દિવસ એક પછી એક સારા સમાચાર લઈને આવી રહ્યો છે. બિઝનેસ કરી રહેલાં લોકોને આજે સારો એવો નફો થઈ રહ્યો છે. આજે પરિવાર સાથે વધુ સમય પસાર કરશો અને ઘરના નવીનીકરણ વિશે વિચારી શકો છો. માતાના સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે અને તેમનો આશીર્વાદ ફળશે. મિલકત કે જમીનની ખરીદીના મામલામાં આજે સફળતા મળી શકે છે. કાર્યક્ષેત્રમાં કામનો ભાર વધુ રહેશે, પરંતુ તમે તેને સમયસર પૂર્ણ કરી શકશો. સામાજિક કાર્યોમાં તમારી રૂચિ વધશે. મનની શાંતિ માટે ઘરમાં કોઈ નાનકડા ઉત્સવ કે પૂજાનું આયોજન થઈ શકે છે.

મકર: 
આજનો દિવસ મકર રાશિના જાતકો માટે અન્ય દિવસની સરખામણીએ સારો રહેવાનો છે. તમારી મહેનત અને સાહસથી તમે આજે અશક્ય કામોને પણ શક્ય બનાવશો. ભાઈ-બહેનો સાથેના સંબંધો મજબૂત બનશે અને તેમની મદદથી કોઈ મોટું કામ થઈ શકે છે. ટૂંકી મુસાફરીથી આર્થિક લાભ થવાના યોગ છે. કલા અને લેખન ક્ષેત્રે જોડાયેલા લોકો માટે દિવસ પ્રગતિકારક છે. વિરોધીઓ તમારી પ્રગતિ જોઈને નબળા પડશે. સ્વાસ્થ્ય એકદમ સારું રહેશે, પરંતુ ગળા કે ખભાના સ્નાયુઓમાં સામાન્ય ખેંચાણ અનુભવી શકાય છે. માતા-પિતાના આશિર્વાદથી તમારા અટકી પડેલાં કામ પૂરા થશે. 

કુંભ: 
કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ અપરંપાર લાભની તક લઈને આવી રહ્યો છે. આર્થિક રોકાણ કરવા માટે આજનો દિવસ અત્યંત અનુકૂળ છે અને ભવિષ્યમાં મોટો ફાયદો થશે. તમારી મધુર વાણીથી તમે સામાજિક અને વ્યવસાયિક બંને ક્ષેત્રે લોકોના દિલ જીતી લેશો. પરિવારમાં કોઈ માંગલિક કાર્યનું આયોજન થઈ શકે છે. જૂનું દેવું ચૂકવવામાં સફળ રહેશો અને માનસિક બોજ ઓછો થશે. મહેમાનોના આગમનથી ખર્ચ વધશે, પરંતુ આનંદ જળવાઈ રહેશે. આંખ કે દાંતની સમસ્યા હોય તો આજે ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે. સંતાનને કોઈ જવાબદારી સોંપી હશે તો તે સમયસર એ જવાબદારી પૂરી કરશે. 

મીન: 
મીન રાશિમાં સૂર્ય, મંગળ, બુધ અને શનિની યુતિ થઈ રહી હોવાથી આ સમયે તમારી પર્સનાલિટીમાં સુધારો જોવા મળશે. આ સમયે તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો. તમારી વાણીમાં રહેલી મધુરતાને કારણે તમે અટકેલા સરકારી અને ખાનગી કામો પૂરા કરી શકશો. વિદેશ જવા ઈચ્છતા કે વિદેશી કંપનીમાં નોકરી મેળવવા ઈચ્છતા લોકો માટે પ્રગતિના દ્વાર ખુલશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે અને જૂની બિમારીઓમાંથી મુક્તિ મળશે. આજે લોકો તમારા પ્રત્યે આકર્ષિત થશે અને સામાજિક માન-સન્માન વધશે. જીવનસાથી સાથે તમે કોઈ જગ્યાએ ફરવા જવાનું પ્લાનિંગ કરશો.