Wed Jun 10 2026

Logo

આજનું રાશિફળ (10-06-26): આજે કોને મળશે નસીબનો પૂરેપૂરો સાથ અને કોની આર્થિક ચિંતાઓનો આવશે અંત, જાણી લો એક ક્લિક પર...

2026-06-09 23:59:39
Author: Darshana Visaria
Article Image

મેષ: 

મેષ રાશિના જાતકોને આજે ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. આજના દિવસે તમારા સિતારા બુલંદી પર રહેશે, જેના કારણે લાંબા સમયથી અટકેલા આર્થિક કાર્યો ઉકેલાશે. વ્યાપારીઓને ધંધામાં કોઈ મોટો ઓર્ડર મળવાના કારણે અણધાર્યો ધનલાભ થવાના મજબૂત યોગ છે. નોકરીયાત વર્ગને ઓફિસમાં ઉપરી અધિકારીઓ તરફથી કોઈ નવી અને મોટી જવાબદારી મળી શકે છે, જે તમારા કરિયરને નવી દિશા આપશે. જોકે, ઉત્સાહમાં આવીને નાણાકીય બાબતોમાં કોઈ અજાણી વ્યક્તિ પર ભરોસો કરવાનું ટાળજો. પરિવારમાં કોઈ માંગલિક પ્રસંગનું આયોજન થતાં ઉત્સવ જેવો માહોલ રહેશે અને મન પ્રફુલ્લિત રહેશે.

વૃષભ: 

વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ અપરંપાર લાભની તક લાઈને આવી રહ્યો છે. વ્યાપાર અને વ્યવસાયના ક્ષેત્રે આજે કોઈ નવું સાહસ કે ભાગીદારી તમારા માટે અત્યંત ફાયદાકારક સાબિત થઈ શકે છે. લાંબા ગાળાના આર્થિક આયોજનો કે રોકાણ કરવા માટે આજનો દિવસ ઉત્તમ છે, પરંતુ કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલાં વડીલોની સલાહ લેવી હિતાવહ રહેશે. ઓફિસમાં તમારી પ્રગતિ જોઈને વિરોધીઓ તમારી છબી બગાડવાનો પ્રયાસ કરશે, પરંતુ તમારી ચતુરાઈથી તમે વિજય મેળવશો. પારિવારિક વાતાવરણ એકદમ ખુશહાલ રહેશે અને જીવનસાથી સાથે ચાલી રહેલા જૂના મતભેદોનો કાયમી અંત આવશે.

મિથુન: 

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો વિચારપૂર્વક અને સમજીને આગળ વધવાનો રહેશે. આજે તમારે સ્વાસ્થ્ય બાબતે બિલકુલ બેદરકાર રહેવાનું નથી, ખાસ કરીને ઋતુગત બીમારીઓ અને બહારના ખાનપાનથી દૂર રહેવું. માનસિક રીતે થોડી વ્યાકુળતા અને કામનો બોજ વધુ અનુભવાશે, તેથી મનની શાંતિ માટે યોગ અને આધ્યાત્મિકતાનો સહારો લેવો. કોર્ટ-કચેરી અથવા જમીન-મિલકતના વિવાદોમાં આજે કોઈના મધ્યસ્થી બનવાનું ટાળવું અને વાતચીત કરતી વખતે વાણી પર સંયમ રાખવો જરૂરી છે. આર્થિક મોરચે અચાનક કોઈ મોટો ખર્ચ આવી શકે છે, તેથી બજેટનું સંતુલન જાળવી રાખવું. વિદ્યાર્થીઓને મહેનતનું ધાર્યું પરિણામ મળશે.

કર્ક: 

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રેમ અને અંગત સંબંધોની દ્રષ્ટિએ આજનો દિવસ અત્યંત મધુર, યાદગાર અને સકારાત્મક રહેવાનો છે. જો તમે સિંગલ છો તો જીવનમાં કોઈ ખાસ વ્યક્તિ તરફથી પ્રેમનો પ્રસ્તાવ મળી શકે છે અને પરિણીત લોકોને સંતાન સુખ સંબંધિત કોઈ મોટી ખુશખબરી મળશે. શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે કરિયરમાં આગળ વધવાના નવા દ્વાર ખુલશે. વ્યાપારમાં ગ્રાહકોની અવરજવર વધવાથી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. સાંજનો સમય મિત્રો અને પરિવાર સાથે આનંદપ્રમોદમાં પસાર થતાં દિવસભરનો થાક ઉતરી જશે.

સિંહ:

સિંહ રાશિના જાતકોએ આજે કોઈ પણ નિર્ણય ઉતાવળમાં લેવાથી બચવાનો રહેશે. ભૂમિ, વાહન અથવા નવું મકાન ખરીદવા ઈચ્છતા જાતકો માટે આજનો દિવસ ખૂબ જ ભાગ્યશાળી અને પ્રોપર્ટી સંબંધિત લાભ અપાવનારો સાબિત થશે. પરિવારના સભ્યો વચ્ચે જો કોઈ જૂનો વૈચારિક મતભેદ ચાલતો હશે તો વડીલોની મધ્યસ્થતાથી તેનો સુખદ અંત આવશે અને ભાઈ-બહેનોનો પૂરો સહયોગ મળશે. નોકરીમાં તમારી કાર્યશૈલી અને સમર્પણ જોઈને ઉચ્ચ અધિકારીઓ અત્યંત પ્રભાવિત થશે, જેના કારણે ઇન્ક્રીમેન્ટ કે પ્રમોશનની વાત આગળ વધી શકે છે. સામાજિક ધાર્મિક કાર્યોમાં સક્રિય ભાગ લેવાથી તમારી પ્રતિષ્ઠા અને યશ-કીર્તિમાં મોટો વધારો થશે.

કન્યા: 

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ એક પછી સારા સમાચાર લઈને આવશે. તમારી અંદર છુપાયેલી આંતરિક શક્તિ, કોઠાસૂઝ અને આત્મવિશ્વાસ ચરમસીમા પર રહેશે, જેના કારણે તમે કાર્યક્ષેત્રે અશક્ય લાગતા અઘરા કાર્યો પણ સમયસર પૂરા કરી શકશો. પરિવાર સાથે કોઈ ટૂંકી ધાર્મિક યાત્રા અથવા પિકનિક પર જવાનો સુંદર પ્લાન બની શકે છે જે ઘરના વાતાવરણને ખુશહાલ રાખશે. વ્યાપારિક હેતુથી કરવામાં આવેલી મુસાફરીઓ ફળદાયી નીવડશે અને માર્કેટમાં નવા સંપર્કો બનશે. પડોશીઓ અને જૂના મિત્રો સાથેના સંબંધોમાં સુધારો થશે. તમારું સ્વાસ્થ્ય એકદમ સારું રહેશે અને તમે દિવસભર ઉર્જાથી ભરપૂર રહેશો.

તુલા: 

શેરબજાર, સોના-ચાંદી કે લાંબા ગાળાની બચત યોજનાઓમાં રોકાણ કરવા માટે આજનો દિવસ ઉત્તમ છે, ભવિષ્યમાં આ રોકાણથી બમણો નફો મળશે. તમારી મધુર, સ્પષ્ટ અને સૌમ્ય વાણીના પ્રભાવથી તમે સામાજિક વર્તુળમાં અને પ્રોફેશનલ લાઈફમાં અટકેલા કામો સરળતાથી કઢાવી શકશો. પિતૃ પક્ષ અથવા મોસાળ પક્ષ તરફથી કોઈ આકસ્મિક ધન કે વડીલોપાર્જિત મિલકત મળવાના મજબૂત સંકેત દેખાઈ રહ્યા છે. ઘરમાં કોઈ માંગલિક કાર્યક્રમની રૂપરેખા તૈયાર થશે. વિવાહ યોગ્ય જાતકો માટે સોશિયલ મીડિયા કે સંબંધીઓ દ્વારા સારો માંડવો આવી શકે છે. જીવનસાથી સાથેના સંબંધો મજબૂત થશે. 

વૃશ્ચિક:

વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ ખુશીઓથી ભરપૂર રહેશે. લાંબા સમયથી ચાલી રહેલા માનસિક તણાવ, અજંપો, ચિંતા અને મૂંઝવણમાંથી આજે તમને કાયમી મુક્તિ મળશે અને મનમાં સકારાત્મક વિચારોનો સંચાર થશે. કાર્યસ્થળ પર તમારી નિર્ણય શક્તિની પ્રશંસા થશે, તેમજ વ્યાપારના વિસ્તરણ માટે નવી યોજનાઓ પર અમલ કરવા માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે. સહકર્મીઓ સાથે ચાલી રહેલા મતભેદો દૂર થશે અને ટીમવર્કથી અટકેલો મોટો પ્રોજેક્ટ પૂરો કરી શકશો. નાણાકીય સ્થિતિ સુધરવાના કારણે તમે ભૌતિક સુખ-સુવિધાઓ અને શોખ પાછળ ખર્ચ કરશો. સ્વાસ્થ્યમાં ઘણો સુધારો જોવા મળશે.

ધન: 

ધન રાશિના જાતકોના જીવનમાં આજે સકારાત્મક પરિણામો લઈને આવી રહ્યા છે. આજે તમારે બિનજરૂરી મોજશોખ અને વૈભવી વસ્તુઓની ખરીદી પર કડક નિયંત્રણ રાખવું પડશે, નહીંતર મહિનાનું આર્થિક બજેટ ખોરવાઈ શકે છે. સરકારી નિયમો, ટેક્સ અથવા બેંકિંગ સંબંધિત બાબતોમાં સાવધાની રાખવી અને કોઈ પણ કાયદાકીય દસ્તાવેજો પર સહી કરતા પહેલા બરાબર વાંચી લેવું. વિદેશ જવા ઈચ્છતા અથવા મલ્ટીનેશનલ કંપનીઓ (MNC) સાથે સંકળાયેલા લોકો માટે વિદેશથી કોઈ મોટો પ્રોજેક્ટ કે સારા સમાચાર આવી શકે છે. આધ્યાત્મિક અને દાન-પુણ્યના કાર્યોમાં તમારો રસ વધશે. નાણાકીય લેવડદેવડમાં સાવચેત રહેવું.

મકર: 

આજનો દિવસ મકર રાશિના જાતકો માટે એક પછી એક સારા સમાચાર લઈને આવી રહ્યો છે. આવકના નવા અને વૈકલ્પિક સ્ત્રોત ઊભા થવાથી તમારી જૂની આર્થિક ચિંતાઓનો અંત આવશે અને બેંક બેલેન્સમાં વધારો થશે. આજે વર્ષો જૂના અને અતિ પ્રિય મિત્રો સાથે અચાનક મુલાકાત થતાં ભૂતકાળની સોનેરી યાદો તાજી થશે અને મન એકદમ પ્રફુલ્લિત થઈ જશે. વ્યાપારીઓ માટે કોઈ નવી મોટી ડીલ (Deal) ફાઇનલ થવાની સંભાવના છે, જે વ્યવસાયને નવી ઊંચાઈ પર લઈ જશે. વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શનથી કરિયરની કોઈ મોટી મૂંઝવણ સરળતાથી ઉકેલાશે. પ્રેમ જીવન જીવતા લોકો માટે આજનો દિવસ રોમેન્ટિક રહેશે.

કુંભ: 

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ થોડો સારો રહેશે. પિતા અથવા પ્રોફેશનલ લાઈફમાં ઓફિસના ઉચ્ચ અધિકારીઓનો પૂરેપૂરો સહયોગ અને માર્ગદર્શન મળશે, જેના કારણે સરકારી કાર્યોમાં અટકેલી ફાઈલો ઝડપથી આગળ વધશે. કરિયરમાં પ્રગતિ અને સ્થાન બદલાવની નવી આકર્ષક તકો હાથ લાગશે, જે લોકો નવી નોકરી શોધી રહ્યા છે તેમને સફળતા મળશે. વ્યાપારના વિસ્તરણ માટે બેંકમાંથી નવી લોન અથવા મિત્રો પાસેથી આર્થિક મદદ સરળતાથી મળી રહેશે. સમાજમાં તમારું વર્ચસ્વ, પદ અને લોકપ્રિયતા વધશે. બપોર પછી જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા રહી શકે છે.

મીન

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ એક પછી એક સારા સમાચાર લઈને આવી રહ્યો છે. આજે ભાગ્ય દેવીની તમારા પર અસીમ કૃપા વરસશે, જેના કારણે ભૂતકાળમાં અશક્ય લાગતા અને લાંબા સમયથી અટકેલા કાર્યો આપમેળે પૂરા થવા લાગશે. સામાજિક, ધાર્મિક અને લોકકલ્યાણના કાર્યોમાં તમારી રુચિ વધશે, જેનાથી સોસાયટી અને મિત્ર વર્તુળમાં તમારો આદર અને મોભો વધશે. ઉચ્ચ શિક્ષણ મેળવી રહેલા વિદ્યાર્થીઓ માટે વિદેશની નામાંકિત સંસ્થામાં એડમિશન મળવાના શુભ સંકેતો સર્જાઈ રહ્યા છે. નોકરીમાં ઈચ્છિત જગ્યાએ બદલી કે પ્રમોશન મળી શકે છે. પિતાના સહયોગથી મોટો આર્થિક લાભ થશે.

વધુ જુઓ...