લોકપ્રિય કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (TMKOC) છેલ્લાં દોઢ દાયકા કરતાં પણ લાંબા સમયથી અવિરતપણે દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. દરેક વર્ગના દર્શકોમાં આ શો એકદમ લોકપ્રિય છે અને આ શોના દરેક પાત્રો આજે ઘરે-ઘરે જાણીતા બન્યા છે. પરંતુ શું તમે જાણો છો કે આ શોનો સૌથી અમીર એક્ટર-એક્ટ્રેસ કોણ છે? ચાલો તમને આજે આ વિશે જણાવીએ. તારક મહેતા શોના કલાકારો માત્ર લોકપ્રિયતામાં જ નહીં, પરંતુ કમાણી અને નેટવર્થની બાબતમાં પણ ઘણા આગળ છે.
*દિલીપ જોષી (જેઠાલાલ):*
વાત કીરએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોના સૌથી અમીર કલાકારોની તો આ કલાકારોમાં સૌથી પહેલાં આવે છે શોની જાન એવા જેઠાલાલ ગડા એટલે કે દિલીપ જોષી. એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર દિલીપ જોષીની નેટવર્થ અંદાજે 47 કરોડ રૂપિયા જેટલી છે.

*મંદાર ચાંદવડકર (આત્મારામ ભીડે):*
જેઠાલાલથી આગળ વધીએ અને વાત કરીએ 'ગોકુલધામના એકમાત્ર સેક્રેટરી' આત્મારામ તુકારામ ભીડે એટલે કે મંદાર ચાંડવડકરની. મંદાર ચાંદવડકરની નેટવર્થ આશરે 42 કરોડ રૂપિયા જેટલી છે એવો દાવો એક રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.

*મુનમુન દત્તા (બબીતાજી):*
શોની જાન અને જેઠાલાલનો ક્રશ એવા બબીતાજી એટલે કે મુનમુ દત્તા પણ શોના સૌથી અમીર કલાકારમાંથી એક છે. પોતાની સુંદરતા અને અભિનય માટે જાણીતી મુનમુન દત્તાની નેટવર્થ અંદાજે 40 કરોડ રૂપિયા છે.

*તનુજ મહાશબ્દે (કૃષ્ણન અય્યર):*
મુનમુન દત્તા એટલે કે બબીતાજીના પતિ એટલે કે કૃષ્ણન અય્યરભાઈનો રોલ કરનારા તનુજ મહાશબ્દેની પણ જબરી ફેન ફોલોઈંગ છે. અય્યરભાઈનો રોલ કરીને દર્શકોના દિલો પર ા પાત્રમાં લોકપ્રિય તનુજ મહાશબ્દે 30 કરોડ રૂપિયાની પ્રોપર્ટીના માલિક છે.

*અમિત ભટ્ટ (ચંપકલાલ ગડા):*
ટીવી સીરિયલમાં જેઠાલાલ ગડાના પિતા એટલે કે બાપુજીનું પાત્ર ભજવીને લોકપ્રિય થયેલાં ચંપકચાચા ઉર્ફે અમિત ભટ્ટની નેટવર્થ અંદાજે રૂપિયા 16.4 કરોડ રૂપિયા જેટલી છે.

*સોનાલિકા જોષી (માધવી ભીડે):*
લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ બટ ટીવી શોમાં અથાણાં અને પાપડનો બિઝનેસ કરીને પાઈ પાઈ જોડનારી બિઝનેસવુમન માધવીભાભી એટલે કે સોનાલિકા જોષીની નેટવર્થ વિશે પણ વાત કરી જ લઈએ. સોનાલિકાની નેટવર્થ રૂપિયા 10 કરોડ છે.
