થાણે: થાણે જિલ્લાના યુવકને રશિયાના મૉલમાં નોકરી અપાવવાને બહાને લાખો રૂપિયાની ઠગાઇ આચરવા બદલ ત્રણ વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.બદલાપુર પૂર્વમાં રહેતા 38 વર્ષના કાર્પેન્ટરને ટ્રાવેલ એજન્સી દ્વારા રશિયાના મૉલમાં નોકરી મેળવી આપવાનું આરોપીઓએ વચન આપ્યું હતું.
તેમણે પાસપોર્ટ, વિઝા અને ઍર ટિકિટની વ્યવસ્થા કરી આપવાનું જણાવીને નવેમ્બર, 2025થી જાન્યુઆરી, 2026 દરમિયાન ફરિયાદી યુવક પાસેથી 2.92 લાખ રૂપિયા લીધા હતા, એમ ભિવંડી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.ફરિયાદીએ આક્ષેપ કર્યો હતો કે રશિયા પહોંચ્યા બાદ તેની પાસેથી સખત કામ કરાવવામાં આવ્યું હતું અને વચન મુજબ તેને ત્યાંના મૉલમાં કામ અપાવ્યું નહોતું. તેની પાસેથી લીધેલા રૂપિયા પણ આરોપીઓએ પાછા કર્યા નહોતા.
રશિયાથી પાછા ફર્યા બાદ યુવકે ભિવંડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે શનિવારે મહિલા સહિત ત્રણ જણ સામે ભારતીય ન્યાય સંહિતાની સુસંગત જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આરોપીઓને પકડવા માટે પોલીસની ટીમ તૈયાર કરવામાં આવી છે અને ગુનામાં સંડોવાયેલી ટ્રાવેલ એજન્સીની પણ ભૂમિકા ચકાસવામાં આવી રહી છે, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)