Sat Sep 05 2026

Logo

પાણીથી ભરેલા ખાડામાં સ્વિમિંગ કરવા ઊતરેલો યુવક ડૂબી ગયો

2026-06-09 19:10:00
Author: Yogesh D. Patel
પાણીથી ભરેલા ખાડામાં સ્વિમિંગ કરવા ઊતરેલો યુવક ડૂબી ગયો

થાણે: થાણે જિલ્લામાં પથ્થરની ખાણમાં પાણીથી ભરેલા ખાડામાં સ્વિમિંગ કરવા ઊતરેલા 20 વર્ષના યુવકનું ડૂબી જવાથી મૃત્યુ થયું હતું.દિવા વિસ્તારમાં બેતાવડે ગામમાં સોમવારે રાતે 8.30 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી, એમ થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના રિજનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના ચીફ યાસીન તડવીએ જણાવ્યું હતું.

મૃત્યુ પામેલા યુવકની ઓળખ મોનુ સોલંકી તરીકે થઇ હતી, જે સોમવારે રાતે પાણી ભરેલા ખાડામાં સ્વિમિંગ કરવા માટે ઊતર્યો હતો. જોકે ઊંડાણનો ખયાલ ન રહેતા તે ડૂબી ગયો હતો.
દરમિયાન બનાવની જાણ થતાં પોલીસ અધિકારીઓ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલની ટીમ તેમ જ અગ્નિશમન દળના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને એક કલાક સુધી સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું. જોકે અંધારાને કારણે તે બંધ કરી દેવાયું હતું.

બીજે દિવસે સવારે ફરી મોનુ સોલંકીની શોધ ચલાવવામાં આવી હતી અને તેનો મૃતદેહ આખરે મળી આવ્યો હતો, જેને પોસ્ટમોટમ માટે હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યો હતો. પોલીસે આ પ્રકરણે એડીઆર દાખલ કરીને તપાસ આદરી હતી. (પીટીઆઇ)