Wed Aug 26 2026

Logo

થાણેમાં સ્વતંત્રતા દિવસ નિમિત્તે યુવાનો માટે 'જેન ઝી' પર રીલ બનાવવાની સ્પર્ધા

2026-08-10 21:30:11
Author: Mumbai Samachar Team
થાણેમાં સ્વતંત્રતા દિવસ નિમિત્તે યુવાનો માટે 'જેન ઝી' પર રીલ બનાવવાની સ્પર્ધા

થાણે: ભારતના 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે થાણેની કર્મવીર ભાઉરાવ પાટીલ મહાવિદ્યાલય દ્વારા યુવા સર્જકો માટે આંતરમહાવિદ્યાલય રીલ બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. ‘હું જવાબદાર જેન ઝી - મારો દેશ... મારી પ્રતિબદ્ધતા’ વિષય પર યોજાનારી આ સ્પર્ધામાં યુવાનોને દેશભક્તિ અને નાગરિક જવાબદારીને રિલના માધ્યમ દ્વારા રજૂ કરવાની તક મળશે.

સ્પર્ધામાં ભાગ લેનારોએ 30થી 60 સેકન્ડની ઊભી રીલ બનાવવાની રહેશે. રીલ 9:16ના રેશિયોમાં  હોવી અનિવાર્ય છે. સ્પર્ધકોએ પોતાની રીલ ઈન્સ્ટાગ્રામ પર મૂકીને મહાવિદ્યાલયના સત્તાવાર ખાતાને ટેગ કરવાનું રહેશે. સાથે જ મહાવિદ્યાલય સાથે સહયોગ માટેની વિનંતી કરવી પડશે અને #GenZCommitmentKBP હેશટેગનો ઉપયોગ કરવો પડશે.

સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવનારને રૂ. 1,500નું રોકડ ઈનામ, ટ્રોફી અને પ્રમાણપત્ર આપવામાં આવશે. બીજા ક્રમે આવનારને રૂ. 1,000નું રોકડ ઈનામ, ટ્રોફી અને સર્ટિફિકેટ જ્યારે ત્રીજા ક્રમે આવનારને રૂ. 500નું રોકડ ઈનામ, ટ્રોફી અને સર્ટિફિકેટ આપવામાં આવશે. નોંધકરાવનારા તમામ સ્પર્ધકોને ઈ-સર્ટિફિકેટ પણ આપવામાં આવશે.

સ્પર્ધા માટે રીલ મોકલવાની અંતિમ તારીખ 12 ઓગસ્ટ નક્કી કરવામાં આવી છે. પસંદગી પામેલી રીલ્સનું પ્રદર્શન અને મુખ્ય ઈનામ વિતરણ સમારોહ 13 ઓગસ્ટે સવારે 8 વાગ્યાથી થાણે પશ્ચિમના ગડકરી રંગાયતન પ્રેક્ષાગૃહમાં યોજાશે.

આ સ્પર્ધાનું આયોજન આદર્શ વિકાસ મંડળ સંચાલિત કર્મવીર ભાઉરાવ પાટીલ કોલેજ દ્વારા કરવામાં આવ્યું છે. આ કોલેજ મુંબઈ યુનિવર્સિટી સાથે સંલગ્ન છે અને તેને NAAC દ્વારા ‘B’ ગ્રેડની માન્યતા પ્રાપ્ત  છે. કોલેજે થાણે તથા આસપાસના વિસ્તારોના વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં ભાગ લઈ પોતાની સર્જનાત્મકતા દ્વારા દેશ પ્રત્યેની જવાબદારી અને પ્રતિબદ્ધતાનો સંદેશ રજૂ કરવાની અપીલ કરી છે. (પીટીઆઈ)