Sat Apr 18 2026

Logo

છૂટાછેડાની ચર્ચા વચ્ચે તમિલ સ્ટાર વિજય અભિનેત્રી સાથે લગ્નમાં પહોંચતા સોશિયલ મીડિયા પર વિવાદ...

2026-03-06 20:15:41
Author: Viral Rathore
Article Image

ચેન્નઈઃ તમિલ સિનેમાના સુપરસ્ટાર થલાપતી વિજય પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. માત્ર અંગત જીવનની વાત નથી, રાજકીય કરિયરને લઈને પણ તેઓ કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહ્યા છે. ગત અઠવાડિયે એમની પત્ની સંગીતા સોરનાલિંગમ દ્વારા ચેન્નઈની કોર્ટમાં તલાક માટે અરજી કરવામાં આવી હતી. આ માહોલ વચ્ચે વિજય અને અભિનેત્રી ત્રિશા કૃષ્ણન એક લગ્ન સમારોહમાં સાથે જોવા મળ્યા હતા. વિવાદ આ ફોટો પછી શરૂ થયો હતો. 

સોશિયલ મીડિયા પર ફોટો વાયરલ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફોટો વાયરલ થયા બાદ વિવાદને વેગ મળ્યો હતો. લોકોએ તેમ જ ફેન્સે આ ફોટો પર પોતાના રિએક્શન આપ્યા હતા. આ માહોલ વચ્ચે એક ફિલ્મ મેકરના રિએક્શને સૌનું ધ્યાન ખેંચ્યું છે. AGS પ્રોડ્યુસર કલ્પના સુરેશના દીકરાના રિસેપ્શનમાં વિજય અને ત્રિશા કૃષ્ણન જોવા મળ્યા હતા. બન્નેએ એકસાથે એન્ટ્રી કરી હતી. જેનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ ટૂંકી મુલાકાતે કેટલીક અફવાઓને પણ વેગ આપ્યો હતો. સંગીતા દ્વારા તલાકની અરજી અને અભિનેત્રી ત્રિશા સાથે અફેરની ચર્ચા છે.નોંધવા જેવી વાત એ પણ છે કે, આ લગ્ન સમારોહમાં બન્નેએ એક જ સરખા રંગના આઉટફિટ પહેર્યા હતા. 

Thalapathi Vijay Makes a Viral Appearance With Trisha At Wedding Reception

હિંમતના વખાણ કર્યા
આ ઘટનાક્રમ વચ્ચે, દિગ્દર્શક મોહન જી. ક્ષત્રિયને વિજયની હિંમતની પ્રશંસા કરતા પોસ્ટ કરી. તેમણે લખ્યું કે વિજય પોતાની શૈલીમાં અફવાઓ બંધ કરી રહ્યો હતો અને તેની પાસે જવાબ આપવાની હિંમત હતી, જોકે તેમનું નિવેદન ઉલટું પડ્યું. સોશિયલ મીડિયા યુઝર્સે તેમના પર અનૈતિક સંબંધોને ટેકો આપવાનો આરોપ લગાવ્યો અને તેમને ભારે ટ્રોલ કર્યા. એક ગુસ્સે ભરાયેલા ચાહકે તો એમ પણ લખ્યું કે તેઓ તેમને અનફોલો કરી રહ્યા છે કારણ કે ફિલ્મ ઉદ્યોગ પૈસા અને ખ્યાતિ માટે કંઈ પણ કરવા તૈયાર હોય છે.

મોહનજીએ પણ કરી સ્પષ્ટતા
ભારે ટીકા થયા બાદ મોહનજીએ સ્પષ્ટતા કરી કે, હું કોઈ ગેરકાયદે અફેર્સનું સમર્થન કરતી નથી. એક નેરેટિવને તોડ્યા એની મેં પ્રશંસા કરી હતી, જે મીડિયા દ્વારા વિજયની વિરૂદ્ધમાં બનાવવામાં આવ્યો હતો. ટોન્ટ મારતા એવું પણ કહ્યું હતું કે, તમિલનાડુ અને અંબુમણી-અન્નામલાઈ જેવા નેતાઓ પ્રજા માટે સંઘર્ષ કરી રહ્યા છે. પણ યુવાનોને ડ્રગ્સ અને હિંસા હોય એવી ફિલ્મો પસંદ આવી રહી છે. 

વિજયના જીવન પર એક નજર 
વિજય અને સંગીતાના લગ્ન વર્ષ 1999માં  થયા હતા. આ લગ્ન બાદ એમના બે સંતાન છે. સંજય અને દિવ્યા સાશા.એકતરફ જ્યાં વિજય પારિવારિક ઊતારચડાવ વચ્ચેથી પસાર થઈ રહ્યા છે બીજી તરફ તમિલનાડુમાં થનારી આગામી ચૂંટણી માટે પોતાની પાર્ટીને મજબૂત કરી રહ્યા છે. એમની ફિલ્મ જન નાયકન પણ ઝડપથી રીલિઝ થનાવી છે. હાલમાં આ ફિલ્મની કેટલીક પ્રોસિજર પૂરી કરવાની બાકી છે. પણ ઈન્ટરનેટ પર વિજય અને ત્રિશાના સંબંધોની જોરશોરથી ચર્ચા શરૂ થઈ છે.