Tue Aug 25 2026

Logo

વૃંદાવનમાં કૃષ્ણના વેશમાં દેખાયા તેજ પ્રતાપ યાદવ! વાયરલ વીડિયોએ ચગાવી સોશિયલ મીડિયા પર લાંબી ચર્ચા

2026-05-30 22:20:00
Author: Mumbai Samachar Team
વૃંદાવનમાં કૃષ્ણના વેશમાં દેખાયા તેજ પ્રતાપ યાદવ! વાયરલ વીડિયોએ ચગાવી સોશિયલ મીડિયા પર લાંબી ચર્ચા

વૃંદાવનઃ જનશક્તિ જનતા દળના વડા તેજ પ્રતાપ યાદવનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ વૃંદાવનના વંશીવાટમાં ભગવાન કૃષ્ણનો વેશ ધરીને મુરલી વગાડતા હોય એવો પોઝ આપી રહ્યા છે.  વાંસળી વગાડતી વખતે તેમનો આભાસ વ્યાપક ચર્ચાનો વિષય બન્યો છે.

આ વાયરલ વીડિયોમાં તેજ પ્રતાપ યાદવ કૃષ્ણના પરંપરાગત પોશાક પહેરેલા, હાથમાં વાંસળી પકડીને ઊભા છે. તેઓ ગોપીઓના જૂથ વચ્ચે ઊભા રહીને વાંસળી વગાડતા દેખાય છે.  ધાર્મિક ગ્રંથોમાં ભગવાન કૃષ્ણનું ચિત્રણ કરવામાં આવ્યું છે તે રીતે અહીં દ્રશ્ય ઊભું કરવામાં આવ્યું હોય એવું દેખાઈ રહ્યું છે. આ દ્રશ્ય વૃંદાવનના પ્રખ્યાત વંશીવટ પર તૈયાર થયલું છે, જે 'કૃષ્ણ લીલા' સાથે સંકળાયેલા પવિત્ર સ્થળ તરીકે આદરણીય છે.

કેપ્શનમાં લખ્યું જોરદાર લખાણ
તેજપ્રતાપ યાદવે આ વીડિયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર પોસ્ટ કર્યો છે. તેમણે લખ્યું કે, વૃંદાવનના વંશીવટને તે દૈવી સ્થળ માનવામાં આવે છે જ્યાં ભગવાન કૃષ્ણ તેમની મધુર વાંસળી વગાડતા હતા, તેના સૂરો સાંભળીને ગોપીઓ તેમની તરફ અનિવાર્યપણે ખેંચાઈ જતી હતી. વધુમાં ઉમેર્યું કે, આ સ્થળ પ્રેમ, ભક્તિ અને દૈવી આનંદના પ્રતીક તરીકે ઊભું છે. જે આજે પણ ભક્તો માટે શ્રદ્ધાનું કેન્દ્ર છે. તેજ પ્રતાપ યાદવ તેમના આધ્યાત્મિક અને ધાર્મિક વ્યક્તિત્વને કારણે વારંવાર ચર્ચામાં રહે છે. ભૂતકાળમાં પણ, તેઓ ભગવાન શિવ અથવા ભગવાન કૃષ્ણના ભક્ત તરીકે વિવિધ રીતે દેખાયા છે. 

જોરશોરથી સોશિયલ મીડિયા પર ચર્ચા
આ વખતે, વૃંદાવનમાં તેમનો 'કૃષ્ણ અવતાર' ફરી એકવાર હેડલાઇન્સમાં છે, અને લોકો તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એમની આ પ્રવૃતિની જોરશોરથી ચર્ચા કરવામાં આવી રહી છે. આ વીડિયો સામે આવતા જ સોશિયલ મીડિયા પર લોકો અનેક પ્રકારની કોમેન્ટ કગરી રહ્યા છે. કેટલાક લોકો એના આસ્થા સાથે જોડી રહ્યા છે. કેટલાક લોકો આને રાજકીય સ્ટાઈલનો અલગ અંદાજ ગણાવી રહ્યા છે. તેજપ્રતાપ યાદવ આ વીડિયોથી તે ફરીવાર સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બની રહ્યા છે.