Mon Aug 31 2026

Logo

નાસિક TCS કેમ્પસમાં ધર્મ પરિવર્તન રેકેટ: HR નિદા ખાનની તલાસ, મલેશિયા કનેક્શનની શંકા

2026-04-15 16:34:00
Author: Savan Zalariya
નાસિક TCS કેમ્પસમાં ધર્મ પરિવર્તન રેકેટ: HR નિદા ખાનની તલાસ, મલેશિયા કનેક્શનની શંકા

નાસિક: TCS કંપનીના નાસિકના કેમ્પસમાં ધર્મ પરિવર્તન રેકેટનો પર્દાફાશ થયો છે, જેને કારણે રાજકીય માહોલ ગરમ થઇ ગયો છે. TCSના છ ટીમ લીડર્સ અને HR એક્ઝિક્યુટિવ નિદા ખાન પર આરોપ છે કે તેઓ  બળજબરીથી કર્મચારીઓનું ધર્મ પરિવર્તન કરાવતા હતાં. હાલમાં, પોલીસ આ રેકેટના મુખ્ય આરોપી નિદા ખાનની તલાસ કરી રહી છે.

સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ(SIT) આ ધર્મપરિવર્તન કેસમાં કુલ નવ FIR દાખલ કરી છે, અત્યાર સુધીમાં આ કેસમાં 12 લોકો ભોગ બન્યા હોવાની પુષ્ટિ થઇ છે, જેમાંથી 9 પીડિતોએ ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે FIR નોંધી છે. 

પીડિતો પર દબાણ:

ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે ટોળકી પીડિતોનું જાતીય શોષણ કરતી,  હિન્દુ દેવતાઓ વિશે અશ્લીલ ટિપ્પણીઓ કરવા, માંસ ખાવા અને નમાઝ અદા કરવા માટે દબાણ કરતી. ટીમ લીડરએ કર્મચારીઓ પર ઇસ્લામિક રિવાજો અપનાવવા દબાણ કરતા હતાં.

મલેશિયા કનેક્શનની શક્યતા:

પોલીસને આ ધર્મ પરિવર્તન કરાવતી ટોળકી સાથે સંકળાયેલી વોટ્સએપ ચેટ્સ પણ મળી આવી છે. વોટ્સએપ ચેટમાં ઇમરાન નામના શખ્સનો વારંવાર ઉલ્લેખ છે, જેનો કથિત સંબંધ મલેશિયા સાથે છે. અહેવાલ મુજબ ઇમરાન આ રેકેટનો માસ્ટર માઈન્ડ છે. ઇમરાન ભડકાઉ ભાષણો આપીને કર્મચારીઓને ઇસ્લામ ઇસ્લામ ધર્મ સ્વીકારવા દબાણ કરતો હતો, કંપનીનો HR  એક્ઝિક્યુટિવ, નિદા ખાન પણ આ વોટ્સએપ ગ્રુપનો ભાગ છે.

ફરિયાદ મળ્યા બાદ પોલીસે કંપની કેમ્પસમાં નજર રાખવા ચાર મહિલા કોન્સ્ટેબલોને હાઉસકીપિંગ સ્ટાફના વેશમાં તૈનાત કર્યા હતાં. નિદા ખાન કમર્ચારીઓનું બ્રેઈન વોશ કરવાનું કામ કરતી હતી. આરોપીઓને દેશની બહારથી ભંડોળ મળતું હોઈ શકે છે.