સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પાસે આવેલા પ્રખ્યાત ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિર પરિસરમાં વિશ્વપ્રસિદ્ધ તરણેતરનો લોકમેળોનો આજથી પ્રારંભ થઈ ગયો છે. જો કે, મેળો શરૂ થવાના બરાબર એક દિવસ પહેલા જ અહીં વરસાદ થતાં ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. મેળાની તૈયારીઓ વચ્ચે વરસાદ થતાં મેળાના મુખ્ય મેદાન અને વેપારીઓની દુકાનોના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે.
પંડાલ બાંધનારાઓ અને વેપારીઓને મુશ્કેલી સર્જાઈ
મેળો શરૂ થયા તેના એક દિવસ પહેલા વરસાદ શરૂ થયો હોવાથી મેળામાં પાણી ભરાવાને કારણે પંડાલ બાંધનારાઓ અને વેપારીઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદના કારણે ગુજરાતભરમાંથી તરણેતરના ભાતીગળ લોકમેળાની રાહ જોઈ રહેલા પ્રવાસીઓ અને લોકસાહિત્ય પ્રેમીઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે હવામાન વિભાગ દ્વારા સુરેન્દ્રનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
#Surendranagar થાનગઢમાં ભારે વરસાદ, તરણેતરના મેળાના ગ્રાઉન્ડમાં પાણી ભરાયા, મેળાના એક દિવસ પહેલા પાણી ભરાતા આયોજન પર અસર#TarnetarMela #Rain #TarnetarFair #TrinetreshwarMahadev
— Vimal Prajapati GJ (@mgvimal_12) September 14, 2026
pic.twitter.com/8Af8LZlL03
સુરક્ષા માટે 2500 થી વધુ પોલીસકર્મીઓને તૈનાત
આ ભાતીગળ મેળામાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ મેળા દરમિયાન સુરક્ષા અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે 2500 થી વધુ પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યાં છે. મેળામાં આવતા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓની સુરક્ષા માટે તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. મેળામાં ચગડોળ અને રાઈડ્સ ચલાવતા તમામ સંચાલકોને પણ પોતાની રાઈડ્સ પાસે સીસીટીવી લગાવવા કડક આદેશ આપવામાં આવ્યો છે.