મ્યુનિખ: ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે જર્મનીના મ્યુનિખ સુરક્ષા પરિષદમાં જણાવ્યું હતું કે અમેરિકા પોતાની રીતે એક માત્ર તાકાત બનવાના માર્ગે આગળ વધી રહ્યું છે. તેમજ અમેરિકાની આ રણનીતિ અને ચીનનો વધતો જતો પ્રભાવ વૈશ્વિક માહોલ બદલી રહ્યું છે.
આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા ત્રણ પરિબળો દ્વારા ઘડાઈ રહી છે
વિદેશ મંત્રી એસ. જયશંકરે મ્યુનિખ સુરક્ષા પરિષદમાં એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. 62મી મ્યુનિક સુરક્ષા પરિષદમાં સંબોધન કરતા જયશંકરે જણાવ્યું હતું કે વર્તમાન આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા ત્રણ પરિબળો દ્વારા ઘડાઈ રહી છે. જેમાં પ્રથમ અમેરિકા અને ચીન વચ્ચેની તીવ્ર સ્પર્ધા છે. જ્યારે બીજું પરિબળ ઉભરતા અને મધ્યમ-સ્તરના દેશોની વધતી જતી આત્મનિર્ભરતા છે. તેમજ ત્રીજું પરિબળ દેશો વચ્ચે ભાગીદારીનો વિસ્તાર કરવા અને જોખમો ઘટાડવાના પ્રયાસો છે.
In conversation with @ischinger, President @MunSecConf and Bernard Kotsch, State Secretary, Federal Foreign Office, Germany at the Munich Leaders Meeting #MLMNewDelhi. https://t.co/jZm2FJrPYx
— Dr. S. Jaishankar (@DrSJaishankar) October 4, 2026
અમેરિકાએ પોતાને એક અજોડ શક્તિ તરીકે સ્થાપિત કરી
ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું હતું કે વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ મુખ્યત્વે અમેરિકામાં આવેલા મોટા પરિવર્તન તરફ નિર્દેશ કરે છે. આ પરિવર્તન તેના પોતાના નિર્ણયોનું પરિણામ છે. અમેરિકાએ પોતાને એક અજોડ શક્તિ તરીકે સ્થાપિત કરી છે.
Addressing the opening session of Munich Leaders Meeting 2026, in New Delhi. @MunSecConf #MLMNewDelhi https://t.co/I5M2893oG1
— Dr. S. Jaishankar (@DrSJaishankar) October 4, 2026
ચીન પોતાને એક વિશિષ્ટ પ્રકારના રાષ્ટ્ર તરીકે જુએ છે
આ ઉપરાંત તેમણે ચીનના ઉદયને બીજા મુખ્ય પરિબળ તરીકે ગણાવ્યો અને નોંધ્યું કે વૈશ્વિક ઉત્પાદનમાં ચીનનો હિસ્સો લગભગ એક-તૃતીયાંશ જેટલો છે. તેની આર્થિક તાકાત હવે રાજકીય પ્રભાવમાં પરિવર્તિત થઈ રહી છે.જયશંકરે ટિપ્પણી કરી કે ચીન પોતાને એક વિશિષ્ટ પ્રકારના રાષ્ટ્ર તરીકે જુએ છે.એવો દ્રષ્ટિકોણ જે તેની માનસિકતા અને વાસ્તવિકતા બંનેને પ્રતિબિંબિત કરે છે.