Tue Oct 06 2026

Logo

સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નયના બારૈયા સાસણ ગીરમાંથી ઝડપાઈ

2026-10-04 21:07:16
Author: Pooja Shah
સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નયના બારૈયા સાસણ ગીરમાંથી ઝડપાઈ

અમદાવાદઃ સસ્પેન્ડ કરવામાં આવેલી કોન્સ્ટેબલ નયના બારૈયાની સુરત પોલીસે ધરપકડ કરી હોવાની માહિતી સૂત્રો દ્વારા મળી હતી. સુરતની પુણા પોલીસ દ્વારા નોંધાયેલા ખંડણી અને આટી એક્ટ હેઠળના કેસમાં તે ફરાર હતી. સુરત સેશન્સ કોર્ટે આગોતરા જામીન ફગાવ્યા બાદ પુણા પોલીસે તેને ઝડપી લઈ કોર્ટમાં રજૂ કરતાં એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હોવાની માહિતી સૂત્રોએ આપી હતી. નયના સોશિયલ મીડિયા ઈન્ફલુઅન્સર કીર્તિ પટેલની સાથી હોવાનું ખૂલ્યું હતું. કીર્તિ હાલમાં જેલમાં છે. 

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર નયનાએ ધરપકડથી બચવા મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો હતો અને રાજસ્થાનમાં ઉદયપુર, ચિત્તોડગઢ તેમજ ખાટુશ્યામ જેવા વિવિધ સ્થળોએ છુપાતી ફરતી હતી. આ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ અને પોલીસના બાતમીદાર દ્વારા તે સાસણ ગીરના કોઈ રિસોર્ટમાં છુપાઈ હોવાની માહિતી પોલીસને મળી હતી. લોકેશન મળતા જ પોલીસની ટીમ રાતોરાત જ ત્યાં પહોંચી હતી અને તેની ધરપકડ કરી હતી.