મુંબઈ: મુંબઈની પશ્ચિમ રેલવેની લોકલ ટ્રેનમાં મોબાઈલ ચોરીની શંકાને લઈને એક યુવક સાથે મારપીટનો વીડિયો સોશિયલ મીડિયા પર મોટા પાયે વાયરલ થયો છે. ચર્ચગેટથી વિરાર તરફ જઈ રહેલી લોકલમાં કેટલાક મુસાફરોએ એક યુવકને મોબાઈલ ચોરીના આરોપમાં પકડી લીધો હતો અને ત્યાર બાદ તેની સાથે મારપીટ કરી હતી.
મળતી માહિતી મુજબ, લોકલમાં મુસાફરી કરી રહેલા એક મુસાફરનો મોબાઈલ કથિત રીતે ચોરી થયો હતો. મોબાઈલ ચોરીની શંકા જતા કેટલાક મુસાફરોએ એક વ્યક્તિને પકડીને તેની પૂછપરછ કરી હતી. ત્યારબાદ તેની સાથે મારપીટ શરૂ થઈ હતી. આ લોકલ ચર્ચગેટથી વિરાર જય રહી હતી ત્યારે આ ઘટના બની હોવાની માહિતી રેલવેના સૂત્રોએ આપી હતી.
વાયરલ થયેલા વીડિયોમાં બે-ત્રણ મુસાફરો યુવકને બેલ્ટથી મારતા જોવા મળે છે. ટ્રેનમાં હાજર અન્ય મુસાફરો પણ આ સમગ્ર ઘટના જોતા જોવા મળે છે. જોકે, જે યુવકને માર મારવામાં આવ્યો તેણે ખરેખર મોબાઈલ ચોરી કર્યો હતો કે નહીં તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.
A suspected mobile thief was tied up and allegedly beaten with a belt inside a Mumbai local train; a video of the incident has gone viral on a Churchgate–Virar local. #MumbaiLocal #MumbaiNews #ViralVideo #MobileTheft #BreakingNews https://t.co/KdUSDkVTj4
— Chetna Raja (@ChetnaRaja) October 4, 2026
વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ રેલવે પોલીસે ઘટનાની નોંધ લઈને તપાસ શરૂ કરી છે. પોલીસ વીડિયો અને અન્ય માહિતીના આધારે મારપીટમાં સામેલ મુસાફરોની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે. સાથે જ કથિત મોબાઈલ ચોરી અને ત્યારબાદ થયેલી મારપીટ અંગે પણ તપાસ ચાલી રહી છે.