Tue Oct 06 2026

Logo

ફ્લાયદુબઈ ફ્લાઈટમાં કો-પાઈલટના સમર્થનમાં કોણ આવ્યું હતું, કેમ બચાવ્યો જીવ?

Dubai   2026-10-04 16:21:45
Author: Mumbai Samachar Team
ફ્લાયદુબઈ ફ્લાઈટમાં કો-પાઈલટના સમર્થનમાં કોણ આવ્યું હતું, કેમ બચાવ્યો જીવ?

દુબઈ/તેલ અવીવ: ફ્લાયદુબઈની ફ્લાઈટમાં હવામાં સર્જાયેલી ભયાનક સ્થિતિમાં ભારતીય પાઈલટ કેપ્ટન સ્મિત મચ્છરે અદભૂત હિંમત બતાવીને મોટી દુર્ઘટના ટાળી હતી. દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાઈટમાં કો-પાઈલટ હમામ અલ-હમામીએ કોકપિટમાં કેપ્ટન મચ્છર પર હુમલો કર્યો હતો. 

ફ્લાયદુબઈના હુમલાને લઈ હવે અવનવા કિસ્સા બહાર આવી રહ્યા છે, જેમાં જાણવા મળ્યું છે કે અમુક લોકો આતંકવાદી કોપાઈલટના સમર્થનમાં આવ્યા હતા. ફ્લાઈટમાં હિંસક અથડામણ વચ્ચે પણ અમુક ઈઝરાયલના નાગરિકોએ કોપાઈલટને કાબૂમાં લીધો હતો. કોપાલઈટને સ્મિત મચ્છર પર કુહાડીથી હુમલો કર્યો હતો, ત્યારે અમુક પ્રવાસીઓએ વચ્ચે આવીને હુમલાખોરને અટકાવ્યો હતો અને એને બાંધી પણ લીધો હતો.

ઘટના વખતે બેન્કિંગ સેક્ટરના 40 વર્ષથી સંકળાયેલા ત્જવિકા માનેસ પોતાની પત્ની અને ત્રણ દીકરી સાથે પ્રવાસ કરી રહ્યા હતા. પરિવાર જાપાનથી વેકેશન મનાવીને ઘરે પરત ફરી રહ્યો હતો અને એ જ વખતે કોકપિટમાં હુમલો કરવામાં આવ્યો હતો. ઘાયલ કેપ્ટન બહાર આવ્યો ત્યારે માનેસ અને બે અન્ય પ્રવાસી યાનિવ હયુન અને અસફ રાજુઆનએ હુમલખોરને પકડી લીધો હતો. ત્રણેયએ સાથે મળીને તેને જમીન રાખ્યો હતો અને હાથ બાંધી દીધી હતી. પહેલા જીપ ટાઈ અને એના પછી પ્રવાસીઓની પાસેથી મળેલા હેડફોનના તારનો ઉપયોગ કર્યો હતો.

ક્રૂ અને પ્રવાસીઓ વચ્ચે પણ થયો વિવાદ
એક મુસાફરના જણાવ્યા અનુસાર હુમલાવરે તે સમયે કથિતપણે 'મને મારી નાખો' જેવી વાત જણાવી હતી. પરિસ્થિતિ ત્યારે તણાવપૂર્ણ થઈ જયારે અમુક ક્રૂ સભ્યોએ હુમલાખોરને ખોલવાની માગ કરી હતી. આ બાબત પ્રવાસીઓને સંદિગ્ધ લાગી હતી. અન્ય મુસાફરોએ ક્રૂને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે હુમલાખોરને કોઈ પણ સંજોગોમાં ખોલવા માટે મનાઈ કરી દીધી હતી. અમુક મુસાફરોએ તેને મારવાની જગ્યાએ તેનો જીવ બચાવવાના પ્રયત્નો કર્યા હતા. તેને ઓક્સિજન માસ્ક પણ પહેરાવ્યો હતો, જેથી તે જીવતો રહે અને બાદમાં તેની પૂછપરછ થઈ શકે. સુરક્ષા સંદર્ભે શંકાસ્પદ મુસાફરોએ ક્રૂ સભ્યોને કોકપીટ પાસેથી હટાવીને વિમાનના પાછળના ભાગે બેસાડ્યો હતો. તે જ સમયે હાજર રિઝર્વ પાઇલટે જવાબદારી સંભાળી વિમાનને નિયંત્રિત કર્યું હતું. 

રિપોર્ટ અનુસાર, વિમાન લગભગ 17,000 ફૂટ સુધી ઝડપથી નીચે આવ્યું હતું.મુસાફરો માટે આ જીવનની સૌથી ભયાનક પળ રહી હશે. તેમને લાગ્યું તેઓ હવે બચશે નહીં. અંતે સ્થિતિ કાબૂમાં આવ્યા બાદ ફ્લાઈટને સાઉદી અરેબિયાના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં આવેલા તબુક એરપોર્ટ તરફ ડાઇવર્ટ કરવામાં આવી હતી.

વધુ જુઓ...