અમદાવાદઃ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મદિવસે તેમના ફોટાવાળી ચલણી નોટ સાથે સિમરન પટેલ નામની સોશિયલ મીડિયા ઈન્ફલુઅન્સરે વાંધાજનક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ બાબતે એક જાગૃત નાગરિકે ફરિયાદ કરતા સુરત પોલીસે સિમરનની ધરપકડ કરી હોવાની માહિતી સૂત્રોએ આપી હતી.
સિમરન પટેલે 1 ઓક્ટોબરના રોજ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વાંધાજનક રીલ પોસ્ટ કરી હતી. ભારતીય ચલણની રૂ. 500ની નોટમાં રહેલા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ફોટોને દર્શાવી, તેને જાતીય સંદર્ભ ધરાવતા અપમાનજનક નિવેદનો અને શારીરિક હાવભાવ દ્વારા વીડિયો બનાવ્યો હતો. મળતી માહિતી અનુસાર સિમરન ઈન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પર 1 મિલિયનથી વધુ ફોલોઅર્સ ધરાવે છે. વળી તેણે પોતાના ઈન્સ્ટાના બાયોમાં જ લખ્યું છે કે, બાળકો અને સંસ્કારીઓ દૂર રહે. જોકે તેનાં આ વીડિયોએ લોકોની લાગણી દુભાવી હતી અને ફરિયાદ થઈ હતી. આ કેસમાં પોલીસે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એમેન્ડમેન્ટ એક્ટ-2008ની કલમ-67 મુજબ ગુનોદાખલ કરી કાયદેસરની તપાસ હાથ ધરી હોવાની માહિતી સૂત્રોએ આપી હતી.