Mon Oct 05 2026

Logo

ફ્લાયદુબઈ પ્લેન હાઈજેક અને હુમલાનો મામલો: કો-પાઇલટ હમામીની ચોંકાવનારી કુંડળી ખુલી

Dubai   2026-10-04 16:59:19
Author: Mumbai Samachar Team
ફ્લાયદુબઈ પ્લેન હાઈજેક અને હુમલાનો મામલો: કો-પાઇલટ હમામીની ચોંકાવનારી કુંડળી ખુલી

દુબઈઃ ફ્લાયદુબઈ એરલાઈન્સની ફ્લાઈટમાં બનેલી ઘટનાના પડઘા હજુ એવિએશન સેક્ટરમાં પડી રહ્યા છે, હવે ફ્લાયદુબઈના કેપ્ટન સ્મિત મચ્છર સાથે કૉ-પાઇલટ તરીકે રહેલા વ્યક્તિની આખી કુંડળી બહાર આવી છે. આ કોપાઈલટનું નામ હમામ અલ હમામી છે, જે દુબઈથી તેલઅવીવ જઈ રહેલા વિમાનમાં કૉ પાઇલટ તરીકે હતો. એનો ઈરાદો પ્લેન ક્રેશ લેન્ડિંગ કરાવવાનો હતો, પરંતુ સફળ થયો નહોતો. વિમાનમાં બેઠેલા કુલ 174 પ્રવાસીના જીવ જ્યારે તાળવે ચોંટ્યા હતા એ સમયે ઈજાગ્રસ્ત હોવા છતા સ્મિતે કોકપિટમાં કંટ્રોલ સંભાળ્યો ને ફ્લાઈટને તબુક એરપોર્ટ પર લેન્ડ કરાવી દીધી. હવે હુમલો કરનારા કો પાઇલટની કુંડળી ખુલી છે. 

સૌથી મોટો સવાલ?

દુબઈથી તેલ અવીવના રૂટ પર જ કેમ એને ડ્યૂટી સોંપવામાં આવી? ફ્લાઈટ 1073ના કૉ પાઇલટ હમામ હમામીએ જૂન 2022માં અરબી ભાષામાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી, જેમાં ફ્લાઈટ પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. આ પોસ્ટમાં એવું લખ્યું હતું કે, એવિએશન અને ફ્લાઈટ ટ્રેનિંગ એ વસ્તુ જે આને બહેતરીન બનાવે છે તે એ છે કે, આમાં કંઈ દૈનિક રૂટિનું જેવું હોતુ નથી. 

કેટલીક ક્ષણ એવી હોય છે જેને તમે ક્યારેય ભૂલી શકતા નથી. જેમ તમારી પહેલા સોલો ફ્લાઈટ અથવા પ્રવાસીઓ સાથે પહેલીવાર ફ્લાઈટને સફળતાપૂર્વક લેન્ડ કરાવી. તપાસ કરનારી ટીમે આ અંગેની તપાસ શરૂ કરી દીધી છે. મુદ્દો એ છે કે, ઓમાની નાગિરક હમામીના વિચારમાં આટલા ઝડ઼પથી ફેરફાર કેવી રીતે થયા? 174 પ્રવાસીના જીવ લેવાની અને ક્રેશ લેન્ડિંગ કરીને પોતે પણ ફના થઈ જવાની હિંમત કેવી રીતે કેળવી? વિમાન રહેલી કુહાડીથી પોતાના જ કેપ્ટન પર હુમલો કેમ કરી દીધો.?

શું કહે છે આસપાસના લોકો?

આ મુ્દ્દાની હકીકત ઓમાન સાથે જોડાયેલી છે. બન્યુ હતું એવું કે, એકવાર એમ્પોલય સરકારી કંપની ઓમાન એરે પહેલા તેને ફ્લાઈટ માટેની મંજૂરી આપી નહોતી. અધિકારી સાથેની વાતચીતમાંથી જાણવા મળ્યું કે, તે કેટલીક કટ્ટરવાદીઓની વેબસાઈટનો ફોલો કરતો થઈ ગયો હતો. આ માટે તેને ફ્લાઈટમાં જવા દેવાથી રોકી દેવામાં આવ્યો હતો. પછી તેને ડી રેડિક્લાઈજેશન પ્રોગ્રામમાં મોકલી દેવાયો અને ડેસ્ક જોબ આપી દેવામાં આવી. આ પછી તે UAEમાં નોકરી માટે ચાલ્યો ગયો અને UAEમાં નોકરી પણ મળી ગઈ.

રિપોર્ટ અનુસાર ઓમાનને અન્ય દેશમાં આ વ્યક્તિની બીજી કોઈ વિગત ક્રોસચેક કરવા માટે ખાસ કોઈ પણ પ્રકારની મંજૂરી જ મળી નહોતી. પણ તપાસ ચાલુ છે ત્યારે UAE અને ફ્લાયદુબઈએ આ ટિપ્પણીને સ્વીકારી નથી અને ફગાવી દીધી છે. UAE એટર્ની જનરલે શનિવારે કહ્યું હતું કે, ફ્લાઈટ 1073ના પાઇલટે એક આતંકી પ્રવૃતિ કરી છે અને આતંકી પ્રવૃતિને અંજામ આપવાનો પ્રયાસ કર્યો છે. 

ક્યાં આતંકી સંગઠન સાથે જોડાયેલો?

સુરક્ષા ટીમ અને તપાસ કર્તા એજન્સી હમ્મામીને દુબઈ લાવી છે, હવે તેની આકરીઢબે પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે. એક સાઉદી અધિકારીએ ત્યાં સુધી કહ્યું કે, હમ્મામીએ એક વાત એ સ્વીકારી છે કે, તે ઈરાદાપૂર્વક ક્રેશ લેન્ડિંગ કરાવવા માગતો હતો અને સાથી પાયલટ સહિત પ્રવાસીઓનો ખાતમો કરવા માગતો હતો. એને મોતનો કોઈ ડર નથી. 

હવે ત્રણેય દેશ સાઉદી અરેબિયા, દુબઈ અને ઈઝરાયલ એ ક્નેક્શન શોધી રહ્યા છે કે, તે ક્યા સંગઠન સાથે કે કઈ વિદેશી લીંક સાથે જોડાયેલો હતો. હમ્મામીના પિતા ઓમાની છે જ્યારે માતા સિરાયાની છે. તે છેલ્લા કેટલાક સમયથી દુબઈમાં રહેતો હતો. સિરિયામાં ચાલી રહેલા ઘર્ષણ વચ્ચે એનું બાળપણ વીત્યું જ્યારે UAEમાં આવી તેને અભ્યાસ પૂરો કર્યો હતો. 

પછી એવિએશન સેક્ટરમાં એન્ટ્રી લીધી અને સરકારી કંપની ઓમાન એરમાં નોકરી માટે અરજી કરી. નોકરી પાસ પણ થઈ પણ લાંબા સમય સુધી ટકી નહીં. એ પછી તેણે મોરક્કોમાં પણ એક એરલાઈન્સ કંપનીમાં નોકરી માટેની અરજી કરી હતી. હુમલાખોરના ટ્વિટર એકાઉન્ટના 30 હજારથી વધારે પોસ્ટના સ્ક્રિનશૉટ રિકવર થયા છે. આ એ સ્ક્રિનશોટ છે જે તેણે ડિલિટ મારી દીધા હતા.