નવી દિલ્હીઃ માણસના જીવનમાં ક્યારેક માનસિક તણાવ જિંદગીને અણધારી રીતે મોત તરફ તાણી જાય છે. સ્ટ્રેસ, ટેનશન, ડિપ્રેશન, પ્રેશર અને ચિંતા વ્યક્તિના દિમાગને લાકડાને ઉધઈ કોરી ખાય એ રીતે કોરી ખાય છે. આવો જ એક કિસ્સો રાજધાની દિલ્હીમાં બન્યો હતો. દિલ્હી-NCRની સૌથી ઊંચી ઈમારત સુપરનોવાના 43માં ફ્લોર પરથી એક સોફ્ટવેર એન્જિનિયરે મોતની છલાંગ લગાવી દીધી. મૃતકની ઓળખ ગુરૂગ્રામના રહેવાસી માનેસર નિવાસી 28 વર્ષના સંભવ જૈન તરીકે કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે, સંભવ જૈન લાંબા સમયથી ડિપ્રેશનમાં હતો અને પરિવાર વિવાદથી ઘેરાયેલો હતો.
પોલીસ તપાસ શરૂ
બાળકની સારવાર માટે જરૂરી પૈસા, ખર્ચ તથા દેવા નીચે દટાયો હતો. આ તમામ કારણોસર તે પરેશાન થઈ ગયો હતો. આત્મહત્યા કરતા પહેલા તેણે પોતાના મોબાઈલમાં એક વીડિયો રેકોર્ડ કર્યો હતો. સેક્ટર 126માં આવતા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી સુમનેશ કુમારે જણાવ્યું હતું કે પોલીસ આ અંગેની તપાસ કરી રહી છે. હજુ તપાસ ચાલુ છે. પરિવારજનોની પૂછપરછ થઈ રહી છે. વિગત એવી મળી રહી છે કે, સંભવના લગ્ન 2024માં થયા હતા.
4 દિવસથી લાપતા યુવકે 43માં માળેથી ઝંપલાવ્યું! શરીરના 2 ટુકડા થઈ ગયા | Noida Suicide Case નોઈડાની સુપરનોવા સોસાયટીમાં 35 વર્ષીય સંભવ જૈનનું 43મા માળેથી પડી જવાથી મોત થયું છે. સંભવ એક દિવસ માટે Airbnbમાં રોકાયો હતો. ઘટના પહેલાં AC રિપેરિંગ ટીમે તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ અને ફોરેન્સિક ટીમે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં દેવા અને આર્થિક મુશ્કેલીની માહિતી સામે આવી છે, જોકે મોતનું ચોક્કસ કારણ હજુ તપાસ હેઠળ છે. #NoidaNews #NoidaSuicideCase #SupernovaSociety #NoidaCrime #NoidaPolice #SambhavJain #NoidaLatestNews Noida Suicide Case, Noida Supernova Society, Noida News, Sambhav Jain, Supernova Society News, Noida 43rd Floor, Noida Crime News, Noida Latest News, Airbnb Noida, Noida Police
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) October 3, 2026
વર્ષ 2025માં દીકરાનો જન્મ થયો હતો. પણ બાળક 7 મા મહિને આવ્યું હતું એટલે પ્રિમેચ્યોર હતું. સમય પહેલા બાળક આવી જતા બાળકને લાંબા સમય સુધી સારવારની જરૂર પડી હતી. પરિવારજનોના જણાવ્યા અનુસાર બાળકના ઈલાજ પાછળ આશરે 40 લાખ રૂપિયા ખર્ચાયા હતા. બાળકના જન્મ બાદ થોડા જ મહિનામાં પત્ની સાથે વિવાદ થઈ ગયો. આ પછી પત્નીએ કોર્ટેમાં છૂટાછેડાની અરજી કરી. પછી બન્ને પક્ષે સેટલમેન્ટ થયું અને 15 લાખ રૂપિયા આપવાની વાત થઈ હતી. પત્નીએ 1 કરોડ રૂપિયાની માગ કરી હતી પણ 15 લાખમાં આખરે સેટમેન્ટ કરવામાં આવ્યું હતું.
7 લાખ રૂપિયા આપી દીધા છે
પરિવાજનોના જણાવ્યા અનુસાર પહેલા ઈન્સ્ટોલમેન્ટ તરીકે પત્નીને 7 લાખ રૂપિયા પહેલા જ આપી દેવામાં આવ્યા હતા. જ્યારે બીજા ઈન્સ્ટોલમેન્ટમાં સાડા સાત લાખ રૂપિયા આપી દેવાયા હતા. આ કેસમાં પોલીસને એ પણ જાણકારી મળી છે કે, અન્ય દેવું પણ થઈ ગયું હતું. હાલમાં એનો દીકરો અને પરિવાર સાથે રહી રહ્યા છે. પરિવારજનો એની સારસંભાળ રાખી રહ્યા છે. આત્મહત્યા કરતા પહેલા પિતા સાથે વાતચીત કરી હતી. ચેટ દરમિયાન તે ડિપ્રેશનમાં હતો અને આત્મહત્યા સંબંધિત વાતચીત કરી રહ્યો હતો.
રેકોર્ડ થયેલા વીડિયો પરથી પોલીસ જુદા જુદા પાસા પર વાતચીત કરી રહી છે. વધી ગયેલા વજનને કારણે સંભવને કેટલીક શારીરિક સમસ્યાઓ પણ હતી આને લઈને પણ તે ચિંતામાં રહેતો હતો. આ અંગે પોલીસ બન્નેના પરિવાર સાથે વાતચીત કરી રહી છે, જ્યારે પત્ની એના દીકરાની સારસંભાળ રાખી રહી છે.