Mon Oct 05 2026

Logo

‘તમને બહુ ગમે છે આ બેક?‘ પાપારાઝી પર કેમ ભડક્યા નીતુ કપૂર, કારમાં બેસતા જ અકળાયા સિનિયર એક્ટ્રેસ

2026-10-04 22:17:04
Author: Mumbai Samachar Team
‘તમને બહુ ગમે છે આ બેક?‘ પાપારાઝી પર કેમ ભડક્યા નીતુ કપૂર, કારમાં બેસતા જ અકળાયા સિનિયર એક્ટ્રેસ

મુંબઈઃ પાપારાઝીના કારણે અનેક એક્ટ્રેસનો આકરો મિજાજ સમયાંતરે જોવા મળ્યો છે. આ યાદીમાં જયા બચ્ચન, કરીના કપૂર, જાહન્વી કપૂર અને હવે નીતુ કપૂરનો પણ સમાવેશ થાય છે. કિસ્સો એવો છે કે, સિનિયર એક્ટ્રેસ નીતુ કપૂરે પાપારાઝીને ટોણો મારી દીધો છે. બેકસાઈટ પરથી ફોટો લેવા પર ચાલી રહેલી વાતચીત પર દમદાર રિએક્શન આપ્યું છે. અગાઉ પણ કેટલીક સિનિયર એક્ટ્રેસ આ વિષય પર ચોખવટ કરી ચૂકી છે. તાજેતરમાં મુંબઈમાં જ્યારે ફોટોગ્રાફરે એમને પોઝ આપવા માટે કહ્યું એ સમયે એક્ટ્રેસે ટોણો મારી દીધો હતો. 

પોઝ આપવા માટે બબાલ
મુંબઈમાં એક જગ્યાએથી બાહર આવેલી સિનિયર એક્ટ્રેસ નીતુ કપૂર જ્યારે એની કાર બાજુ જઈ રહ્યા હતા એ સમયે પાપારાઝીએ એમનો પીછો કર્યો હતો. ફોટો માટે પોઝ દેવ કહ્યું હતું. પણ પોઝ આપવાના બદલે ટર્ન થઈને આવો ફોટો આપવા પર સામો સવાલ કરી દીધો હતો. એક્ટ્રેસે કહ્યું કે, તમને બેક ખૂબ જ સારી લાગે છે ને? પછી ફોટોગ્રાફરે ના પાડી અને પછી એક્ટ્રેસ ઝડપથી પોતાની કારમાં બેસી ગયા હતા.


નીતુ અને પાપારાઝી વચ્ચે થયેલી આ ટૂંકી બોલાચાલીથી ફરી પાપારાઝી બેક સાઈટથી ક્લિક કરે છે એ મુદ્દો ચર્ચામાં આવી ગયો છે. આ વાત પણ એવા સમયે સામે આવી છે જ્યારે સલમાન ખાને બિગ બોઝ શૉના એક એપિસોડમાં એક્ટ્રેસને અસહજ લાગે એવા ફોટો પર મુદ્દાસર વાત કરી હતી. સલમાન ખાને કેટલાક ફોટો સામે વાંધો પણ ઊઠાવ્યો હતો. મહિલાઓને અસહજ કરનારી તસવીર અને આ પ્રકાના એંગલ અંગે જ્યારે સોશિયલ મીડિયા પર કોન્ટેટ ફેલાય છે ત્યારે મુશ્કેલી ઊભી થાય છે. 

 

નેપા ધુપિયા પણ ભડકી ચૂકી છે
એક્ટ્રેસે આ વાત કટાક્ષમાં હાસ્ય આપીને કહી હતી. પછી કાર પાસેથી ટર્ન થઈ એક સાદો પોઝ આપીને પાપરાઝીની બોલતી બંધ કરી દીધી હતી. બીજી તરફ સલમાન ખાને આ વાત કરીને એ મુદ્દા પર ભાર મૂક્યો જે આ પ્રકારના ફોટોને સોશિયલ મીડિયા પર વાયરલ કરે છે અને તેના પર ખોટી રીતે રીએક્શન આપી દે છે. જાહ્નવી કપૂર, નેહા ભસીન, નેહા ધૂપિયા, આયેશા ખાન, રશ્મી દેસાઈ, શનાયા કપૂર, માનુષી છિલ્લર અને અન્ય ઘણી મહિલા હસ્તીઓએ એંગલથી ફોટો પડાવવા સામે વાંધો ઉઠાવ્યો છે જે તેમને અસ્વસ્થતા અનુભવે છે.

મુંબઈમાં યોજાયેલા એક એવોર્ડ સમારોહમાં નેહા ધૂપિયાએ પાપારાઝીને સવાલ કર્યો કે તેઓ શા માટે આવા ફોટા પાડી રહ્યા છે. તેણે કહ્યું, તમારામાંથી કોણ અસભ્ય રીતે 'બેકશોટ્સ' લઈ રહ્યું છે? આ બંધ કરો. નેહાએ એ પણ સ્પષ્ટ કર્યું કે તેનો વાંધો માત્ર તેના પોતાના અનુભવ પૂરતો સીમિત નહોતો. એવી મહિલાઓ વતી અવાજ ઉઠાવી રહી હતી જેમણે ફોટોગ્રાફરોને વારંવાર આવા ફોટા ન પાડવા વિનંતી કરી હતી.