Mon Oct 05 2026

Logo

રશ્મિકા મંદાનાએ વિજય સાથેના સંબંધોને કેમ ગુપ્ત રાખ્યા, લગ્ન પછી ખોલ્યું સિક્રેટ!

2026-10-04 18:38:19
Author: Mumbai Samachar Team
રશ્મિકા મંદાનાએ વિજય સાથેના સંબંધોને કેમ ગુપ્ત રાખ્યા, લગ્ન પછી ખોલ્યું સિક્રેટ!

હૈદરાબાદઃ રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા લગ્ન પહેલા આશરે 8 વર્ષ સુધી રિલેશનશીપમાં રહ્યા છે. એકબીજાને ડેટ કરતા રહ્યા છે. આ દરમિયાન અનેકવાર તેઓ મીડિયાથી છુપાતા પણ જોવા મળ્યા છે. પોતાના સંબંધની કોઈને ગંધ પણ ન આવવા દીધી. હવે લગ્ન બાદ પહેલીવાર તેઓ દિલ ખોલીને પોતાની રિલેશનશીપ અંગે વાત કરી રહ્યા છે. સાઉથ સિનેમાનું સફળ કપલ વિજય અને રશ્મિકાની જોડી જામી રહી છે. આ વર્ષે જ બન્નેએ ફેરા ફર્યા હતા. 

પહેલી મુલાકાત 2019માં થઈ 

એમના લગ્નનું પણ ગ્રાન્ડ સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. જેમાં બોલિવૂડથી લઈને સાઉથના સુપરસ્ટાર સુધીના લોકો પહોંચ્યા હતા. એમના લગ્નની તસવીર પર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. ફેન્સ માટે આ ક્ષણ એટલા માટે ખાસ રહી કારણ કે, આ તસવીરમાં રશ્મિકા એક અલગ અંદાજમાં જોવા મળી હતી. ફેન્સ આ જોડીને 'વિરોશ' કહીને બોલાવે છે. કપલ પોતાના લગ્નની થીમ પણ આ જ નામથી રાખી હતી. આ નામ સૌથી પહેલા વર્ષ 2019માં આવેલી એની ફિલ્મ 'ડીયર કોમરેડ'થી મળ્યું હતું.  આ પછી બન્ને વચ્ચે નિકટતા શરૂ થઈ, રિલેશનશીપ શરૂ થઈ હતી. લગ્ન પહેલા આઠ વર્ષ સુધી બન્ને એકબીજાને ડેટ કરતા રહ્યા હતા. આ સંબંધ તેમણે મીડિયાથી છુપાવીને રાખ્યો અને તેમા એ સફળ થયા હતા. કપલે આવું શા માટે કહ્યું એની ચોખવટ કરતા કહ્યું હતું કે,આઠ વર્ષ પહેલા હું (વિજય) અને રશ્મિકા એક કલીગ તરીકે પહેલીવાર મળ્યા હતા. પહેલા અમે સારા મિત્ર બન્યા અને પછી આ દોસ્તી પ્રેમમાં ફેરવાઈ ગઈ. અમે રિલેશનશીપ હતા અને આખરે એ મારી વાઈફ બની. રિલેશનશીપમાં આવ્યા બાદ અમે કોઈ સંતાકુકડી રમતા ન હતા. આ રિલેશનશીપ અંગે મને એવું ન લાગ્યું કે, મારે ખરેખર વાત કરવી જોઈએ. 

લગ્નમાં પર્ફેક્ટ દેખાવા આવું કર્યું

આ મારી લાઈફનો સવાલ છે અને બીજા સાથે આની ચર્ચા કરવામાં મને એટલો રસ ન હતો. એવું હું શા માટે કરૂ? આ વાત પર રશ્મિકાએ કહ્યું હતું કે, અમારો સંબંધ કોઈ મનોરંજન નથી, રિલેશન એન્ટરટેઈનમેન્ટ ન હોઈ શકે. એટલા માટે જ અમે આને સુરક્ષિત રાખવા માગતા હતા. હું એ સમયે પણ આ અંગે કોઈ વાતચીત કરતી ન હતી. બાહર વાત કરવા પણ માગતી નથી. વિજયે પોતાના લગ્ન અંગે શૅર કરેલા ફોટો પરના કેપ્શન અંગે વાત કરતા કહ્યું હતું કે, દોસ્તીનો સંબંધ પ્રેમમાં બદલ્યા બાદ ધીમે ધીમે એવો અહેસાસ થવા લાગ્યો કે, નાની-નાની ક્ષણમાં રશ્મિકા મિસ થઈ રહી છે. એની સાથેનું કોઈ શુટિંગ હોય ત્યારે ખરેખર સારૂ લાગતું. આરામદાયક ફીલ થતું. બન્ને એકબીજાના ખૂબ સારા ટ્રેનર છે. આ માટે જ બન્નેએ સાથે વર્કઆઉટ કરવાનું પણ શરૂ કર્યું હતું. જેથી લગ્નમાં પર્ફેક્ટ દેખાઈ રહે. એવું નથી કે લગ્ન બાદ બધુ થયું. બન્ને સાથે જમવા માટે પણ ગયેલા છે. સાથે જમ્યા પણ છે. જ્યારે હું (વિજય) એકલો જમતો એ સમયે લાગતુ કે, રશ્મિકા સાથે હોત તો? જ્યારે તમારા જીવનમાં કોઈ ખાસ વ્યક્તિ આવે છે કે હોય છે ત્યારે અમુક સ્થિતિ ખરેખર સારી લાગે છે. આ પછી અમે લગ્નનો વિચાર કર્યો હતો.