Fri Apr 17 2026

Logo

સ્વામી અવિમુક્તેશ્વરાનંદે યૌન શોષણના આરોપ બાદ કહ્યું, આટલા ઘૃણાસ્પદ આરોપની કલ્પના નહોતી...

2026-02-22 18:09:34
Author: Chandrakant Kanoja
Article Image

પ્રયાગરાજ :ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી ઝુનસી પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. જેની બાદ સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ એક ન્યુઝ ચેનલ સાથે વાતચીતમાં પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું હતું કે  આવા ઘૃણાસ્પદ આરોપની કલ્પના નહોતી. તેમણે સીએમ યોગી પર પ્રહાર કરતા જણાવ્યું કે તે કેટલા નીચા સ્તરે જઈ શકે છે તે આના પરથી સ્પષ્ટ થાય છે.આ ધર્મયુદ્ધ શરુ થયું છે. 

આગળની કાર્યવાહી માટે તૈયાર

તેમણે વધુમાં જણાવ્યું છે કે, તેવો આગળની કાર્યવાહી માટે તૈયાર છે અને તપાસમાં સંપૂર્ણ સહયોગ આપશે. તેમજ તેમણે કહ્યું કે મુખ્યમંત્રીની પોલીસ જે રીતે કાર્ય કરી રહી છે. તેનાથી શિષ્યોનું અપમાન થયું છે. તેઓ ધરપકડ કરી શકે  છે તેમજ બધા જાણે છે કે તેઓ શું કરશે. અમે તૈયાર છીએ.

ફરીયાદી પોતે જ હિસ્ટ્રીશીટર 

શંકરાચાર્યએ  આરોપ લગાવનાર વ્યક્તિના હેતુ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તે એક હિસ્ટ્રીશીટર છે જેની પાસે ગુનાઓની લાંબી યાદી છે અને તે મુક્તપણે ફરે છે. જે પોતાને  જગદગુરુનો શિષ્ય ગણાવે છે. પરંતુ પોલીસ તેની સામે કાર્યવાહી કરતી નથી. આનો અર્થ એ થાય કે પોલીસ ગુનેગારોને મુક્ત કરી રહી છે, જ્યારે સજ્જનને પકડી રહી છે. આ  અગાઉ પણ  પ્રાચીન સમયમાં, મારીચ, તાડકા જેવા રાક્ષસોએ વિશ્વામિત્રના યજ્ઞમાં વિક્ષેપ પાડ્યો હતો. તેથી વિશ્વામિત્રએ દશરથ પાસે રામ અને લક્ષ્મણ માંગ્યા હતા અને તેમનો સફાયો કર્યો હતો.