પ્રયાગરાજ: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી ચર્ચામાં આવ્યા છે. જેમાં પ્રયાગરાજની એડીજે રેપ અને પોક્સો સ્પેશિયલ કોર્ટે શંકરાચાર્ય અને તેમના શિષ્ય સ્વામી મુકુંદાનંદ ગિરી વિરુદ્ધ ગંભીર યૌન શોષણ કેસની એફઆઈઆર દાખલ કરવાનો આદેશ આપ્યો છે. જેની બાદ સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ પ્રતિક્રિયા આપી છે. તેમજ કહ્યું છે અમારી પર આરોપ લગાવનાર પોતે જ હિસ્ટ્રીશીટર હોવાનો દાવો કર્યો છે.
ફરિયાદી જ હિસ્ટ્રીશીટર હોવાનો દાવો
સ્વામી અવિમુક્તેશ્વરાનંદે તેમના પર લાગેલા યૌન શોષણના આરોપો અંગે કહ્યું કે, કોર્ટની પોતાની પ્રક્રિયા છે. કોર્ટે ફરિયાદ નોંધી છે અને તે નોંધાયા પછી તેની તપાસ કરશે. અમે કોર્ટને જાણ કરી છે કે આ કેસ ખોટો છે. આશુતોષ જે ફરિયાદી છે તેનું નામ ઉત્તર પ્રદેશના શામલી જિલ્લાના કાંધલા પોલીસ સ્ટેશનમાં હિસ્ટ્રીશીટર તરીકે નોંધાયેલ હોવાનો દાવો કર્યો છે. તેનાથી ઘણા લોકો પોતે પીડિત છે અને કહે છે કે આશુતોષ પાંડેએ તેમની સામે ખોટા કેસ પણ દાખલ કર્યા છે.
હિન્દુ ધર્મ અને શંકરાચાર્ય નામની સંસ્થાનો નષ્ટ કરવા માંગે છે
સ્વામી અવિમુક્તેશ્વરાનંદે વધુમાં જણાવ્યું કે, અમારા પર આરોપો એક એવા વ્યક્તિના શિષ્ય દ્વારા લગાવવામાં આવ્યા છે જે પોતાને જગદગુરુ કહે છે. એનો અર્થ એ છે કે સનાતન ધર્મને બહારના લોકોથી નહીં પણ અંદરથી ખતરો છે. જેઓ હિન્દુ ધર્મ અને શંકરાચાર્ય નામની સંસ્થાનો નષ્ટ કરવા માંગે છે.
અમે કોર્ટને રજુઆત કરી છે કે આ ખોટી ફરિયાદ
સ્વામી અવિમુક્તેશ્વરાનંદે કહ્યું, "ફરિયાદ દાખલ થયા પછી તપાસ હાથ ધરવામાં આવે છે. અમે કોર્ટને રજુઆત કરી છે કે આ ખોટી ફરિયાદ છે. POCSO એક્ટની કલમ 22 માં જોગવાઈ છે કે જો કોઈ ખોટો કેસ દાખલ કરે છે તો તમે કોર્ટમાં પણ જઈ શકો છો. તેથી જ અમે કોર્ટમાં ગયા છીએ. હવે, જ્યારે કેસ નોંધવામાં આવશે ત્યારે તપાસ હાથ ધરવામાં આવશે. આનાથી નક્કી થશે કે કેસ સાચો છે કે ખોટો.