નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે આજે જાપાનના ટોક્યો સ્થિત રેનકોજી મંદિરમાંથી નેતાજી સુભાષ ચંદ્ર બોઝના અસ્થિ ભારત પરત લાવવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે અરજદારને અરજી પાછી ખેંચવા કહ્યું હતું.
નેતાજીની બહેનના પૌત્ર આશિષ રે દ્વારા આ અરજી દાખલ કરવામાં આવી હતી. અરજદાર તરફથી વરિષ્ઠ વકીલ અભિષેક સિંઘવીએ દલીલ કરી હતી. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલીની બેન્ચે અરજી પર સુનાવણી કરવાનો ઈનકાર કર્યો હતો.
ત્યાર બાદ અરજદારે અરજી પાછી ખેંચવાની પરવાનગી માંગી હતી, જે કોર્ટે મંજૂર કરી હતી. સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશે નોંધ્યું હતું કે આ મુદ્દો વારંવાર સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે અને ગયા વર્ષે આવી જ એક અરજી ફગાવી દેવામાં આવી હતી.
કોર્ટે એમ પણ પૂછ્યું હતું કે જે અસ્થિઓ નેતાજીની હોવાનું કહેવામાં આવી રહ્યુ છે તેના કોઈ શું પુરાવા છે. બેન્ચે જણાવ્યું હતું કે નેતાજી દેશના મહાન નેતાઓમાંના એક હતા અને આપણે બધા તેમના બલિદાનને નમન કરીએ છીએ. કોર્ટે એ પણ કહ્યું કે આ બાબતને લઈને નેતાજીના પરિવારમાં મતભેદોથી જાણકારી છે.
અરજદારે જણાવ્યું હતું કે નેતાજીની 84 વર્ષની પુત્રી તેમની એકમાત્ર વારસદાર હતી. જેના પર કોર્ટે કહ્યું કે જો માંગ અસ્થિઓને ભારત પાછી લાવવાની હોય તો તેમણે કોર્ટમાં રૂબરૂ હાજર રહેવું જોઈએ.
સિંઘવીએ કહ્યું કે હું પરિવારના સભ્યો તરફથી હાજર રહ્યો છું જેઓ અસ્થિઓને દફનાવવા માંગે છે. ચીફ જસ્ટિસે પૂછ્યું કે આ મુદ્દો સુપ્રીમ કોર્ટ સમક્ષ કેટલી વાર આવ્યો છે. બેન્ચે કહ્યું કે ગયા વર્ષે જ સુપ્રીમ કોર્ટેમાં આ પ્રકારની એક અરજી ફગાવી દીધી હતી. સિંઘવીએ કહ્યું કે આ તે મુદ્દો નથી જે કોર્ટ સમક્ષ અગાઉ આવ્યો હતો.
સિંઘવીએ કહ્યું કે એ રેકોર્ડમાં છે કે ભારતના તમામ રાષ્ટ્ર અધ્યક્ષોએ જાપાનના રેનકોજી મંદિરમાં શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટે અગાઉ જે મામલે સુનાવણી કરી હતી કે તે બોઝનું મૃત્યુ થયું છે કે નહીં તે જાહેર કરવા અંગેનો હતો. તે અંદાજ છે.
બેન્ચે કહ્યું કે "જ્યાં સુધી તેમનું મૃત્યુ થયું નથી ત્યાં સુધી અસ્થિઓ રાખવામાં આવતી નથી. સૌ પ્રથમ અમે એ જાણવા માંગીએ છીએ કે પરિવારના કેટલા સભ્યો આને સમર્થન આપી રહ્યા છે."
સિંઘવીએ કહ્યું કે પુત્રી વર્ચ્યુઅલ રીતે કોર્ટમાં હાજર થઈ રહી છે. કોર્ટે કહ્યું કે "અમે તેની લાગણીઓનું સન્માન કરીએ છીએ અને અમે ખાતરી કરીશું કે તેની લાગણીઓને કાનૂની કાર્યવાહીમાં રૂપાંતરિત કરવામાં આવે. પરંતુ તેણીએ આગળ આવવું જોઈએ. અમારી જાણકારી મુજબ, જે ઘટના બની તે અંગે પરિવારમાં જ મતભેદો છે.