મુંબઈઃ આમિર ખાન પ્રોડકશન હેઠળ બની રહેલી આગામી ફિલ્મનું નામ બદલવામાં આવ્યું છે. આ ફિલ્મમાં સાની દેઓલ, પ્રીતિ ઝિન્ટા અને કરણ દેઓલની સ્ટારકાસ્ટ જોવા મળશે. 'લાહોર 1947'નું નામ બદલીને આ ફિલ્મનું નામ હવે 'બટવારા 1947' રાખવામાં આવ્યું છે. આ નવા નામની જાહેરાત સાથે જ ફિલ્મનો ફર્સ્ટ લૂક રિલીઝ કરવામાં આવ્યો હતો.
આ સાથે જ ફિલ્મની રિલીઝ ડેટ પણ રિલીઝ કરી છે. આ ફિલ્મની જાહેરાત વર્ષ 2025માં જ કરી દેવામાં આવી હતી. ફિલ્મ ઘણા સમયથી બની રહી છે. આ ફિલ્મની વર્ષ 2026ની શરૂઆતથી જ ફિલ્મી પડદે આવવા માટે આ ફિલ્મની રાહ જોવાઈ રહી છે. આ ફિલ્મ દ્વારા પ્રીતિ ઝિન્ટા 2018ની ફિલ્મ 'ભૈયાજી સુપરહિટ' પછી કમબેક કરતી જોવા મળશે.
'બટવારા 1947'નો પહેલો લૂક આવ્યો
આ ફિલ્મ આઝાદીના દિવસના વીકએન્ડને ધ્યાનમાં લઈને 14 ઑગષ્ટના 2026ના રિલીઝ થશે. બોક્સ ઓફિસ પર આ ફિલ્મનો મુકાબલો ઇમરાન હાશ્મીની ફિલ્મ 'આવારાપન 2'થી થશે. 'ગદર 2', 'બોર્ડર', 'જાટ' ફિલ્મોની સફળતા પછી સની દેઓલ 'બટવારા 1947'ની કાસ્ટનો લીડ રોલ કરતા જોવા મળશે.
તેનો દીકરો કરણ પણ આ સ્ટાર કાસ્ટનો હિસ્સો છે. કરણે 'પલ પલ દિલ કે પાસ' ફિલ્મથી બૉલિવૂડમાં ડેબ્યુ કર્યો હતો. ફિલ્મના નામથી જ એવું જાણી શકાય કે આ ફિલ્મ ભારત-પાકિસ્તાનના ભાગલાની વાર્તા રજુ કરશે. મોશન પિક્ચરમાં પ્રીતિ ઝિન્ટા અને શબાના આઝમી પણ દેખાશે. આ પોસ્ટના કેપ્શનમાં લખ્યું હતું કે 'નફરત અને ડરના માહોલમાં તેમણે જોરદાર હિમ્મત બતાવી'. 14 ઓગસ્ટથી સિનેમાઘરોમાં બટવારા 1947 જુઓ.
'બટવારા 1947'ના ફર્સ્ટ લુક પર ચાહકોની પ્રતિક્રિયા
સોશ્યિલ મીડિયા યુઝર્સે આ ફિલ્મ પર અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી હતી. જેમાં અમુક કમેંન્ટ્સ આ રીતે હતી,' શાનદાર પોસ્ટર અને BGM', અન્ય એક વ્યક્તિએ લખ્યું, 'બ્લોક બસ્ટર આવવાની છે', અન્ય નેટીઝને કહ્યું, 'એકશન સુપરસ્ટાર સની દેઓલ સરની ઓલટાઈમ બ્લોક બસ્ટર ફિલ્મ', અન્ય કોઈએ લખ્યું હતું કે 'ઘણી રાહ જોવડાવનાર ફિલ્મ..પણ નફરત અને ડરના માહોલને જોતા પ્રોડ્યૂસર્સએ સલામતી માટે નામ બદલી નાખ્યું હતું. આમિર ખાને એક વાર 'બટવારા 1947' ફિલ્મથી જોડાયેલી એક ભાવુક યાદ શેર કરી હતી, 'આ ધર્મેન્દ્રની મનપસંદ સ્ક્રિપટમાંની એક સ્ક્રિપ્ટ છે. મને ખુશી છે કે તેઓ આ ફિલ્મ જોઈ શક્યા.'
સ્ટારકાસ્ટ વિશે
આ ફિલ્મમાં સની દેઓલ, દિગ્દર્શક રાજકુમાર સંતોષી અને આમિર ખાન પહેલીવાર એક સાથે આવી રહ્યા છે. આ ફિલ્મનું સંગીત એ.આર રહેમાન દ્વારા અને શબ્દો જાવેદ અખ્તર દ્વારા લખવામાં આવ્યા છે. ઘણા લાંબા સમય બાદ તેમના સાથે આવવાથી ચર્ચાએ જોર પકડ્યું છે.