મુંબઈ: કોમેડિયન સુનિલ ગ્રોવર તેની કોમેડીની સાથે પોતાની સાદગી માટે પણ જાણીતો છે. જાણીતા કૉમેડિયન સુનિલ ગ્રોવર તેની કૉમેડી સાથે સાથે લોકોના દિલ પણ જીતવામાં પાછા પડતા નથી. તાજેતરમાં જ તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. આ વીડિયોએ નેટિઝન્સનું દિલ જીતી લીધું હતું. કોમેડિયન સુનિલ ગ્રોવર એક મોટા સ્ટાર હોવા છતાં પોતાનું જીવન સાદગીથી જીવે છે.
હાલમાં જ 'ડૉ. મશહૂર ગુલાટી'નો એક વીડિયો ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થયો છે. આ વીડિયોમાં સુનિલ ગ્રોવર ગંગાઘાટ પર રાતના ગાઢ અંધકારમાં આરામ ફરમાવતો હતો અને આ વીડિયોએ સૌનું દિલ જીતી લીધું છે.
ગંગાઘાટ પર સુનિલ ગ્રોવરે વિતાવી રાત
સુનિલ ગ્રોવરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતાનો જ વીડિયો શેર કર્યો હતો, જે જોતજોતામાં ખૂબ જ વાયરલ થઈ ગયો હતો. આ વીડિયોમાં સુનિલ ગ્રોવર અન્ય લોકોની સાથે આરામ ફરમાવી રહ્યો હતો, જે લોકોની ભીડ વચ્ચે ચાદર પાથરી ગંગાઘાટ પર સૂતા જોવા મળ્યો હતો. વાયરલ વીડિયોએ યૂઝર્સનું દિલ જીતી લીધું હતું. આ વીડિયોના કેપ્શનમાં સુનિલ ગ્રોવરે લખ્યું 'તારે જમીન પર'. જોકે, આ વીડિયોમાં સ્પષ્ટ નથી થતું કે આ સ્થળ ઋષિકેશ છે કે હરિદ્વાર પણ એની સાદગીના લોકો ભરપેટ વખાણ કરે છે.
ઈન્ટરનેટ સુનીલની સાદગીથી બન્યું પ્રભાવિત
સોશિયલ મીડિયા પર સુનિલ ગ્રોવરના આ વીડિયોને જોઈને ચાહકો તેમના દીવાના બની ગયા છે. એક યુઝરે લખ્યું કે 'મહાદેવ તમારી ખૂબ પ્રગતિ કરે સર, તમે સૌથી શ્રેષ્ઠ એક્ટર છો.' બીજાએ લખ્યું 'પૈસાનું અભિમાન બિલકુલ જોવા મળતું નથી' ત્રીજા યુઝરે લખ્યું હતું કે સર, તમે સામાન્ય લોકોના જેવા જ છો. તો બીજા એક યુઝરે લખ્યું હતું કે તેઓ એક સામાન્ય માણસ નથી, પણ તેમની પાસે સુપરપાવર જરુરી છે.
જોકે, હવે વાત કરવાની સુનિલ ગ્રોવરની તો આવું કંઈ પહેલી વખત બન્યું નથી કે જાહેર જીવનમાં આવ્યા હોય. આ અગાઉ પણ તેમની સાદગીના લોકોએ ભારોભાર વખાણ કર્યાં હતા. આ અગાઉ પણ હૅન્ડપંપ પર કપડાં ધોતાં જોવા મળ્યો હતો. આ સિવાય તે હાઇવે પર એક વેપારી સાથે કપડાંને ઈસ્ત્રી કરતા જોવા મળ્યો હતો. અન્ય એક વીડિયોમાં તેઓ માટીના ચૂલા પર રસોઈ કરતા પણ જોવા મળ્યો હતો.