Sun Oct 04 2026

Logo

તહેવારોની માગ ખૂલતાં મથકો પાછળ ખાંડમાં રૂ. 240થી 260નું બાઉન્સબૅક

2026-09-09 19:59:27
Author: Ramesh Gohil
તહેવારોની માગ ખૂલતાં મથકો પાછળ ખાંડમાં રૂ. 240થી 260નું બાઉન્સબૅક

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

નવી મુંબઈઃ
મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ સહિતનાં ખાંડના મુખ્ય ઉત્પાદક મથકો પર છેલ્લા બે દિવસથી ખાસ કરીને ગણેશ ચતુર્થી અને ઓનમ જેવાં તહેવારોની પ્રબળ માગ રહેતાં ખાંડના ભાવમાં ઘટ્યા મથાળેથી ભાવમાં ઉછાળો આવ્યાના પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં પણ આજે હાજરમાં ખાંડના ભાવમાં ક્વિન્ટલે રૂ. 240થી 260નું બાઉન્સબૅક જોવા મળ્યું હતું, જ્યારે નાકા ડિલિવરી ધોરણે ભાવમાં ક્વિન્ટલે રૂ. 250થી 260 ઉછળી આવ્યા હતા. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં અંદાજે 28થી 29 ટ્રકની આવક સામે સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત રિટેલ સ્તરની માગને ટેકે આવક સામે ઉપાડ જળવાઈ રહ્યો હતો. તેમ જ મથકો પાછળ હાજર ભાવમાં પણ તેજીનું વલણ રહેતાં સ્મોલ ગે્રડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. 240થી 250ની તેજી સાથે રૂ. 4970થી 5102માં અને મિડિયમ ગે્રડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. 260ની તેજી સાથે રૂ. 5090થી 5252માં ગુણવત્તાનુસાર ધોરણે થયા હતા. 

વધુમાં આજે નાકા ડિલિવરી ધોરણે પણ ઔદ્યોગિક વપરાશકારોની પ્રબળ માગ અને મથકો પરનાં પ્રોત્સાહક અહેવાલે સ્મોલ ગે્રડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. 250થી 260 વધીને રૂ. 4800થી 4860માં અને મિડિયમ ગે્રડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. 250થી 255 વધીને રૂ. 4900થી 4980માં ગુણવત્તાનુસાર ધોરણે થયા હતા.