Fri Sep 04 2026

Logo

હોર્મુઝ સ્ટ્રેટમાં ફરી તણાવની સ્થિતી,  24 કલાકમાં ત્રણ જહાજ પર હુમલા

Tehran   2026-07-07 22:22:16
Author: Chandrakant Kanoja
હોર્મુઝ સ્ટ્રેટમાં ફરી તણાવની સ્થિતી,  24 કલાકમાં ત્રણ જહાજ પર હુમલા

અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી યુદ્ધ વિરામની વચગાળાની સમજૂતી બાદ પણ હોર્મુઝ સ્ટ્રેટમાં તણાવ યથાવત છે. જેમાં છેલ્લા 24 કલાકમાં હોર્મુઝ સ્ટ્રેટમાં ત્રીજા કોમર્શિયલ ઓઇલ ટેન્કર પર હુમલો થયો છે. જેના લીધે ફરી એક વાર  હોર્મુઝ સ્ટ્રેટની સુરક્ષાને લઇને અન્ય દેશોમાં ચિંતા વધી છે. 

હોર્મુઝ સ્ટ્રેટ નજીક એક કોમર્શિયલ ટેન્કર પર હુમલો

આ અંગે યુકે મેરીટાઇમ ટ્રેડ ઓપરેશને જણાવ્યું હતું કે, હાલમાં  હોર્મુઝ સ્ટ્રેટ નજીક એક કોમર્શિયલ ટેન્કર પર હુમલો કરવામાં આવ્યો હતો. જોકે, કોઇ જાનહાનિ કે ઓઇલ લીકેજની કોઇ માહિતી નથી.પરંતુ આ હુમલાએ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા અન્ય કોમર્શિયલ જહાજોની ચિંતા વધારી દીધી છે. 

અન્ય બે હુમલાના અહેવાલ પણ આવ્યા

આ ઉપરાંત અન્ય બે હુમલાના અહેવાલ પણ આવ્યા હતા. જેમાં કતાર અને સાઉદી અરબના ક્રૂડ ઓઇલ ટેન્કરને નિશાન બનાવવામાં આવ્યા હતા. જેમાં આ ટેન્કરોને નુક્સાન થયું હતું. 

કતારે ઈરાન પર એલએનજી જહાજ પર હુમલાનો આરોપ મૂક્યો 

આ ઉપરાંત કતારે ઈરાન પર તેના એલએનજી જહાજ અલ રેકાયત પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો હતો. આ જહાજ રાત્રે હોર્મુઝમાંથી પસાર થઈ રહ્યું હતું. આ જહાજ પર ડ્રોન હુમલો થયો હતો. જેના કારણે એન્જિન રૂમમાં આગ લાગી હતી. જોકે તમામ ક્રૂ સભ્યો સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા.